બ્રેકિંગ ન્યુઝ

logo
logo

સૌરાષ્ટ્ર-કચ્છની 8 લોકસભા બેઠક પર મતદાન, 1998 પછી સૌરાષ્ટ્ર-કચ્છની બેઠકો પર ભાજપે જમાવ્યો કબજો, સૌરાષ્ટ્રની બેઠકો પર પાટીદાર મતદારોનું પ્રભુત્વ , જૂનાગઢ,રાજકોટ,પોરબંદર અને અમરેલીમાં મતદાન, અમરેલી,ભાવનગર અને જામનગર બેઠક પર મતદાન

logo

આજે દેશમાં લોકસભાના ત્રીજા તબક્કાનું મતદાન, 93 લોકસભા બેઠકો પર 7 કેન્દ્રીય મંત્રીની કિસ્મત દાવ પર, ગાંધીનગરથી અમિત શાહ, પોરબંદરથી આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા, રાજકોટથી પરશોતમ રૂપાલા, ગુના બેઠકથી જ્યોતિરાદિત્ય સિંધિયા, રત્નાગીરીથી નારાયણ રાણેની કિસ્મતનો નિર્ણય લેશે મતદારો

logo

સૌરાષ્ટ્ર-કચ્છની 8 લોકસભા બેઠકો પર આજે મતદાન

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદના રાણીપમાં કરશે મતદાન, રાણીપ નિશાન સ્કૂલમાં PM મોદી કરશે મતદાન, 7 વાગ્યે PM મોદી રાજભવનથી નીકળશે, સવારે 7.30 વાગ્યે PM મોદી મતાધિકારનો કરશે ઉપયોગ, મતદાન બાદ PM મોદી ઈંદોર જવા માટે થશે રવાના

logo

Lok Sabha Elections 2024: આજે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન

logo

ગુજરાત લોકસભા મતદાન 2024: 4 કરોડ 97 લાખ 68 હજાર લોકો મતાધિકારનો કરશે ઉપયોગ, 2.56 કરોડ પુરુષ અને 2.41 કરોડ મહિલાઓ કરશે મતદાન, 12 લાખથી વધુ યુવાનો પ્રથમ વખત કરવાના છે મતદાન, 50 હજાર 960 EVM અને 49 હજાર 140 VVPAT મશીનનો ઉપયોગ

logo

લોકસભા ચૂંટણી માટે ગુજરાતની 25 બેઠક પર આજે મતદાન, 266 ઉમેદવારો છે મેદાને, સૌથી વધુ અમદાવાદ પૂર્વ બેઠક પર 18 ઉમેદવારો છે મેદાને, સૌથી ઓછા બારડોલી બેઠક પર માત્ર 3 ઉમેદવારો લડી રહ્યા છે ચૂંટણી, સવારે 7 વાગ્યાથી મતદાનથી થશે શરૂઆત

logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

VTV / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / arbuda sena vipul chaudhary statement hari chaudhary ashok chaudhary

સમાજનો 'ચૌધરી' કોણ? / વીડિયો ક્લીપઃ વિપુલ ચૌધરીએ 2 મોટા અગ્રણીને અપમાનજનક શબ્દો કહેતા ચૌધરી સમાજ રોષે ભરાયો

Hiren

Last Updated: 08:46 PM, 15 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી ફરી રાજકારણમાં સક્રિય થયા છે. ચૌધરી સમાજના યુવાનોની અર્બુદા સેના નામના સંગઠનની રચના કરી છે.

  • ચૂંટણી પહેલા ઉત્તર ગુજરાતના રાજકારણમાં નવાજૂનીના એંધાણ
  • પાટીદાર, ઠાકોર અને હવે ચૌધરી સમાજનું સંગઠન સક્રિય બન્યું
  • દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીએ અર્બુદા સેના બનાવી
  • ચૌધરી સમાજના બે મોટા નેતાઓ સામે અપમાનજનક શબ્દો વપરાયાની ક્લીપ વાયરલ

ચૂંટણી પહેલા ઉત્તર ગુજરાતના રાજકારણમાં નવાજૂનીના એંધાણ છે. પાટીદાર, ઠાકોર અને હવે ચૌધરી સમાજનું સંગઠન સક્રિય બન્યું છે. મહેસાણા જિલ્લા સહિત ગુજરાતના ચૌધરી સમાજમાં મોટું નામ ધરાવતા અને મહેસાણાની દૂધ સાગર ડેરીના પૂર્વ ચેરમેન અને ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી રહી ચૂકેલા વિપુલ ચૌધરીએ ભાજપ સામે લડવા માટે અર્બુદા સેના બનાવી છે. બે દિવસ પહેલાં મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના પામોલમાં અર્બુદા સેનાની જાહેરસભા યોજાઇ હતી. આ જાહેર સભામાં વિપુલ ચૌધરીએ સરકાર અને દૂધ સાગર ડેરીના હાલના સત્તાધીશોની ઝાટકણી કાઢી હતી. આ સભામાં અર્બુદા સેનાની જાહેરાત કરવાની સાથે જ વિપુલ ચૌધરી ફરીથી રાજકારણમાં સક્રિય થયા છે. 

ચૌધરી સમાજના બે મોટા નેતાઓ સામે અપમાનજનક શબ્દો વપરાયાની વિપુલ ચૌધરીની ક્લીપ વાયરલ

બે દિવસ અગાઉ વિજાપુરના પામોલ ગામમાં અર્બુદા સેનાની સભામાં વિપુલ ચૌધરીનું દર્દ છલકાયું હતું. જેમાં ચૌધરી સમાજના બે મોટા નેતાઓ સામે અપમાનજનક શબ્દો વપરાયાની ક્લીપ વાયરલ થઇ છે. વિપુલ ચૌધરી દૂધસાગર ડેરીમાંથી સત્તા ગયા પછી રાજકીય જમીન શોધી રહ્યાં છે. ગાંધીનગર જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ હરિભાઈ ચૌધરીને વિપુલભાઈએ પડકાર ફેંક્યો છે.

દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીએ ચૌધરી સમાજના અગ્રણી હરીભાઇ ચૌધરી અને દૂધસાગર ડેરીના ચેરમેને અશોક ચૌધરીને લઇને વિવાદિત નિવેદન આપ્યું હતું. જે નિવેદનની એક વીડિયો ક્લીપ વાયરલ થઇ છે. 2 મિનિટની વીડિયો ક્લીપમાં અમિતભાઈના પિતા હરિભાઈ વિશે અપમાનજનક શબ્દો વપરાયા છે. ભરી સભામાં દૂધસાગરના વર્તમાન ચેરમેન અશોક ચૌધરીની પણ મજાક ઉડાવાઈ હતી. વિપુલ ચૌધરીએ કહ્યું કે પોતાના સ્વાર્થ ખાતર હરિભાઈએ સમાજના વ્યક્તિને દગો કર્યો છે. વિપુલ ચૌધરીએ હરિભાઈ વેલજીભાઈ ચૌધરીને સવાલ કર્યો હતો કે તમને સમાજ સાથે ગદ્દારી કરવાનું લાયસન્સ કોણે આપ્યું છે? દૂધસાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરીને પપ્પુ કહીને વિપુલભાઈએ વિવાદ ઉભો કર્યો છે. ચૌધરી સમાજના બે નેતાઓ વિરુદ્ધ વિપુલ ચૌધરીએ શબ્દો ઉચ્ચારતા નવો વિવાદ ઉભો થયો છે. 2017ની વિધાનસભા ચૂંટણી પહેલા હરિભાઈના દીકરા અમિત ચૌધરી ભાજપમાં ભળ્યા છે. અમિતભાઈ માણસાથી કોંગ્રેસમાંથી 2012માં ચૂંટાયા હતા અને 2017માં ભાજપમાંથી હાર્યા હતા. 

વિપુલ ચૌધરી હરીભાઇ સામે ખોટા આક્ષેપ કરે છેઃ શંકર ચૌધરી
વિપુલ ચૌધરીના આક્ષેપો મામલે ચૌધરી સમાજના અગ્રણી અને કોર્પોરેટર શંકર ચૌધરીએ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, દૂધ ડેરી તો માત્ર એક બહાનુ છે. હરીભાઇ ચૌધરી ભામાશા તરીકે ઓળખાય છે. સમાજના પ્રશ્નોને લઇ સતત તેઓ લડત ચલાવે છે. વિપુલ ચૌધરી હરીભાઇ સામે ખોટા આક્ષેપ કરે છે. વિપુલ ચૌધરી સામેના કેસ તેમની અંગત સમસ્યા છે. વિપુલભાઇએ જે અપશબ્દો બોલ્યા છે તે ન બોલવા જોઇએ. આવા શબ્દો બોલાવાથી વિપુલ ચૌધરી એક પગથિયું નીચે ઉતરી ગયા છે. વિપુલ ચૌધરીએ પોતાના શબ્દો પાછા ખેંચવા જોઇએ.

વિપુલ ચૌધરી પ્રતિષ્ઠિત વ્યક્તિઓને બદનામ કરવા વાણી વિલાસ કરે છેઃ અશોક ચૌધરી
વિપુલ ચૌધરીના આક્ષેપો મામલે દૂધસાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરીએ કહ્યું કે, વિપુલ ચૌધરી રાજકીય જમીન ગુમાવી ચૂક્યા છે. વિપુલ ચૌધરીએ કરેલા આક્ષેપ પાયાવિહોણા છે. સમય આવશે ત્યારે યોગ્ય સ્તરે જવાબ આપીશું. રાજકીય વર્ચસ્વ માટે વિપુલ ચૌધરી મથી રહ્યાં છે. છેલ્લા એક વર્ષથી તેમના ટેકેદારો ખસી ગયા છે. પ્રતિષ્ઠિત વ્યક્તિઓને બદનામ કરવા વાણી વિલાસ કરે છે. આવા વાણી વિલાસને હું વખોડું છું.

વિપુલ ચૌધરી જાહેરમાં માફી માગેઃ બાર ગોળ સમાજ
તો વિપુલ ચૌધરીના નિવેદનને લઇ ચૌધરી સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. મહેસાણા ખાતે બાર ગોળ સમાજની બેઠક મળી હતી. હરિભાઇ ચૌધરી વિરુદ્વ કરેલ વાણીવિલાસને લઇને સમાજમાં નારાજગી જોવા મળી રહી છે. વિપુલ ચૌધરી જાહેરમાં માફી માગે તેવી માગ કરવામાં આવી રહી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ