Wednesday, April 24, 2019

રાશિફળ / 6 એપ્રિલ 2019નું રાશિફળ: જાણો આજનો દિવસ કેવો રહેશે તમારો

6 એપ્રિલ 2019નું રાશિફળ: જાણો આજનો દિવસ કેવો રહેશે તમારો
મેષ:
આજે તમારામાં તાજગી અને સ્ફૂર્તિનો અભાવ રહેશે. ક્રોધ પર સંયમ રાખવો, નહીંતર તમારુ કામ બગડવાની આશંકા છે. ઓફિસમાં અધિકારીઓ સાથે વાદવિવાદ ન પડવુ. આજનો દિવસ મૌન રહીને પસાર કરવો વધારે હિતાવહ છે. 

 વૃષભ:
વધુ પડતા કામ અને ખાનપાનમાં લાપરવાહીથી સ્વાસ્થ્ય ખરાબ રહી શકે છે. સમયસર ભોજન અને ઊંઘ ન લેવાને કારણે માનસિક બેચેનીનો  અનુભવ કરી શકો છો. પ્રવાસમાં અડચણની આશંકા હોવાથી તે ટાળવો. યોગ, ધ્યાન અને આધ્યાત્મિક પઠન રાહત આપશે.

મિથુન:
મોજમસ્તી અને મનોરંજનની પ્રવૃત્તિમાં તમને વિશેષ રુચિ રહેશે. મિત્રવતૃળ સાથે બહાર ફરવાનું આયોજન કરશો. વિજાતીય વ્યક્તિઓ પ્રત્યે આકર્ષણ વધશે. પ્રણય પ્રસંગોની પૂર્વ ભૂમિકા નિર્મિત થશે.કર્ક:
આજનો દિવસ ખુશી અને સફળતાનો છે. પરિવારમાં સુખ-શાંતિ જળવાઈ રહેશે. નોકરિયાતોને ઓફિસમાં અનુકૂળ વાતવારણ મળશે. નોકર વર્ગ અને મોસાળ પક્ષથી લાભ થશે. સ્વાસ્થ્ય જળવાઇ રહેશે. આર્થિક લાભ થશે અને આવશ્યક ખર્ચ થશે.

સિંહ:
આજે તમે શારીરિક-માનસિક સ્વસ્થતાથી કામ કરશો. સર્જનાત્મક પ્રવૃતિઓમાં વધુ દિલચસ્પી રહેશે. સાહિત્ય અને કળાના ક્ષેત્રમાં કેટલાંક નવાં સર્જન કરવાથી પ્રેરણા મળશે. સ્નેહીજનો તથા પ્રિય વ્યક્તિઓ સાથે મિલન મુલાકાત થશે. 

કન્યા:
આજે તમારે પ્રતિકૂળતાઓનો સામનો કરવા માટે તૈયાર રહેવું પડશે. સ્વાસ્થ્ય અંગે પરેશાની થઇ શકે છે. મન પર ચિંતાનો બોજ રહેવાને કારણે માનસિક તણાવનો અનુભવ કરી શકો છો. માતાના સ્વાસ્થ્ય સંબંધિત ચિંતા રહેશે.તુલા:
આજનો દિવસ તમારા માટે ભાગ્યવૃદ્ધિનો સાબિત થશે. કોઈ પણ કાર્ય હાથમાં લેવા માટે આજે શુભ દિવસ છે. મૂડી રોકાણ તમારા માટે લાભદાયી રહેશે. પરિવારમાં ભાઇ-બંધુઓ સાથે મનમેળાપ રહેશે. ધાર્મિક યાત્રાનું આયોજન કરી શકશો. 

વૃશ્ચિક:
આજે નકારાત્મક માનસિક વૃત્તિ ટાળજો. પરિવારના સભ્યોની સાથે સંઘર્ષથી બચી શકશો. સ્વાસ્થ્ય સંબંધિત ફરિયાદ રહી શકે છે. અનાવશ્યક ખર્ચ પર અંકુશ લગાવવો જરૂરી છે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં અવરોધ આવી શકે છે. 

ધન:
આજે તમારા બિઝનેસમાં સફળતા અને આર્થિક લાભની સંભાવના છે. સહપરિવાર માંગલિક પ્રસંગમાં ઉપસ્થિત રહેશે. પ્રવાસની, ખાસ કરીને તીર્થયાત્રાની સંભાવના છે. સ્વજનો સાથે મિલન તમને આનંદિત કરશે.મકર:
આજે તમે ધાર્મિક અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં વધુ વ્યસ્ત રહેશો. પૂજા-પાઠ કે ધાર્મિક કાર્ય પાછળ તમારો ધનખર્ચ વધુ થઈ શકે છે. સગાંસંબંધીઓ તથા પરિવારજનો સાથે સંભાળીને રહેવું. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવુ. દામ્પત્ય જીવનમાં ખટરાગ રહી શકે છે.

કુંભ:
નવા કાર્ય કે આયોજન હાથમાં લઈ શકશો. નોકરી-ધંધામાં લાભ થશે. મિત્ર વર્ગ, ખાસ કરીને સ્ત્રીમિત્રોથી તમને લાભ થશે. તમને સમાજનમાં ખ્યાતિ અને પ્રતિષ્ઠા પ્રાપ્ત થશે. પત્ની  અને પુત્ર તરફથી તમને સુખ અને સંતોષનો  અનુભવ થશે.

મીન:
તમારા માટે આજે દિવસ શુભ ફળદાયક છે. વેપારીઓને પણ વેપાર અને આવકમાં વૃદ્ઘિ થશે. બાકી રકમની ચૂકવણી થશે. પિતા તથા વડીલ વર્ગથી લાભ થશે. પરિવારમાં સુખશાંતિ રહેશે. સરકાર તરફથી પણ લાભ થશે.
 

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ