બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / ગુજરાત / અમદાવાદના સમાચાર / Appointment of the acharya of shree swaminarayan gadi maninagar
ADVERTISEMENT
અમદાવાદ મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના નવા ગાદીપતિની નિંમણૂક કરવામાં આવી છે. ગાદીપતિ પુરુષોત્તમ પ્રિયદાસજીની તબિયત નાદુરસ્ત હોવાથી, જીતેન્દ્રિય પ્રિયદાસજીને નવા ગાદીપતિ બનાવમાં આવ્યા છે.
નોંધનીય છે કે, કોરોના સંક્રમિત પી.પી સ્વામી હાલ વેન્ટિલેટર પર છે અને તેમની તબિયત ખૂબ જ નાજુક છે. મણિનગર સ્વામિનારાયણ સંસ્થાનના વિશ્વભરમાં લાખો અનુયાયી છે.
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના દેશમાં 250 વધારે મંદિરો, ગુરુકુળો, સ્કૂલો, કોલેજો, હોસ્પિટલ સહિત વગેરે સંસ્થાઓ પર કામ કરવામાં આવી રહ્યું છે. સંસ્થાના વર્તમાન આચાર્ય પુરુષોત્તમ પ્રિયદાસ સ્વામીની કોરોનાના કારણે તબિયત વધુ નાદુરસ્ત રહેતા તેમના નવા ઉત્તરાધિકારી તરીકે શાસ્ત્રી જીતેન્દ્રિય પ્રિયદાસજીની નિમણૂંક કરવામાં આવી છે. આમ જીતેન્દ્રિય પ્રિયદાસજી હવે પી. પી. સ્વામીના સ્થાને સંસ્થાનો તમામ સંપત્તિઓનો વહીવટ સંભાળશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.