ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / iPhone 17 પર મોટી ડીલ! ₹99,900નો ફોન ₹49,161માં, ખરીદતા પહેલાં જાણી લો ખાસ શરતો

photo-story

5 ફોટો ગેલેરી

ટેક / iPhone 17 પર મોટી ડીલ! ₹99,900નો ફોન ₹49,161માં, ખરીદતા પહેલાં જાણી લો ખાસ શરતો

Last Updated: 06:22 PM, 14 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ફ્લિપકાર્ટ પર શાનદાર ઓફર હેઠળ આઈફોન 17 નો 256GB વેરિઅન્ટ એક્સચેન્જ અને બેંક ડિસ્કાઉન્ટ સાથે માત્ર 49,161 રૂપિયાની ઇફેક્ટિવ કિંમતે ઉપલબ્ધ થઈ રહ્યો છે.

1/5

photoStories-logo

1. iPhone 17 પર મોટી ડીલ! ₹99,900નો ફોન ₹49,161માં, ખરીદતા પહેલાં જાણી લો ખાસ શરતો

એપલે (Apple) આઈફોન 18 પ્રો સિરીઝના લોન્ચિંગ બાદ iPhone 17 ની કિંમતમાં વધારો કરીને તેને આશરે 1 લાખ રૂપિયાની રેન્જમાં પહોંચાડી દીધો હતો. જોકે, હાલમાં ઈ-કોમર્સ પ્લેટફોર્મ ફ્લિપકાર્ટ પર ચાલી રહેલી સેલ અને ઓફર્સમાં આ પ્રીમિયમ સ્માર્ટફોનને ખૂબ જ આકર્ષક કિંમતે મેળવવાની તક મળી રહી છે. આ કોઈ ઓફિશિયલ પ્રાઈસ કટ નથી, પરંતુ બેંક અને એક્સચેન્જ ઓફરનો કમાલ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. લિસ્ટેડ કિંમત 86,999 રૂપિયા

ફ્લિપકાર્ટ પર iPhone 17 ના 256GB સ્ટોરેજ મોડેલની લિસ્ટેડ કિંમત 86,999 રૂપિયા બતાવવામાં આવી રહી છે, જ્યારે તેની ઓરિજિનલ MRP 99,900 રૂપિયા છે. જો તમે તમામ બેંક ઓફર અને એક્સચેન્જ બેનિફિટ્સનો યોગ્ય લાભ લો છો, તો આ ફોનની ઇફેક્ટિવ કિંમત ઘટીને 49,161 રૂપિયા સુધી થઈ જાય છે. પરંતુ સવાલ એ થાય છે કે શું ખરેખર આટલી ઓછી કિંમતમાં ફોન મળી શકે છે કે પછી તેની પાછળ કેટલીક શરતો લાગુ પડે છે?

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/5

photoStories-logo

3. કિંમત આટલી ઓછી કેવી રીતે થઈ રહી છે?

આ શાનદાર ડીલ પાછળ મુખ્યત્વે બે બાબતો સૌથી મહત્વપૂર્ણ છે. ફ્લિપકાર્ટ પર જૂનો Apple iPhone 15 એક્સચેન્જ કરવા પર 34,250 રૂપિયા સુધીનું મહત્તમ એક્સચેન્જ મૂલ્ય દર્શાવવામાં આવી રહ્યું છે. ફ્લિપકાર્ટ એક્સિસ બેંક કાર્ડ દ્વારા પેમેન્ટ કરવા પર વધારાનું કેશબેક કે ડિસ્કાઉન્ટ મળે છે.આ બંને ઓફર્સનો પૂરો લાભ મળવાથી ફોનની અસરકારક કિંમત ઘટે છે. જોકે, એક્સચેન્જમાં મળતી રકમ તમારા જૂના સ્માર્ટફોનના મોડેલ, તેની વર્તમાન સ્થિતિ અને બ્રાન્ડની શરતો પર સંપૂર્ણપણે આધાર રાખે છે. જો તમારી પાસે એક્સચેન્જ માટે યોગ્ય આઈફોન ન હોય અથવા બેંક ઓફરનો લાભ ન મળે, તો તમારે થોડી વધુ કિંમત ચૂકવવી પડી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. iPhone 17 ના શાનદાર ફીચર્સ

આઈફોન 17 માં યુઝર્સ માટે ઘણા શક્તિશાળી ફીચર્સ આપવામાં આવ્યા છે. ફોનમાં 6.3 ઇંચની શાનદાર OLED ડિસ્પ્લે આપવામાં આવી છે. પાવરફોર્મન્સ માટે એપલની લેટેસ્ટ A19 ચિપ આપવામાં આવી છે, જે હેવી ગેમિંગ અને મલ્ટીટાસ્કિંગ માટે શ્રેષ્ઠ છે. ફોનમાં 48MP ના બે શાનદાર રિયર કેમેરા અને સેલ્ફી માટે 18MP નો ફ્રન્ટ કેમેરા મળે છે. 5G સપોર્ટ અને સિક્યોરિટી માટે ફેસ આઈડી (Face ID) જેવા આધુનિક ફીચર્સ સામેલ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/5

photoStories-logo

5. ખરીદતા પહેલા આ બાબતો ધ્યાનમાં રાખો

જો તમે જૂનો ફોન બદલીને નવો આઈફોન લેવા માગતા હોવ, તો આ ડીલ તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. પરંતુ જો તમારી પાસે એક્સચેન્જ માટે કોઈ ફોન નથી, તો માત્ર મોટી છૂટ જોઈને ઉતાવળમાં નિર્ણય ન લો. ઓર્ડર ફાઇનલ કરતા પહેલા અન્ય પ્લેટફોર્મ્સ સાથે કિંમતોની તુલના જરૂર કરી લો અને એક્સચેન્જ તેમજ બેંક ઓફરની નિયમ-શરતો ધ્યાનથી વાંચી લો.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

iPhone 17 Flipkart offer iPhone17 FlipkartSale
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ