બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ગુજરાત / Any hope of good rain in Gujarat? Police staged a drama to capture 60 thousand, Chandrayaan-3 sent temperature data

2 મિનિટ 12 ખબર / ગુજરાતમાં સારા વરસાદની કોઈ આશ ખરી? પોલીસે 60 હજાર પડાવવા નાટક રચ્યું, ચંદ્રયાન-3એ તાપમાનના આંકડા મોકલ્યા

Dinesh

Last Updated: 07:16 AM, 28 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

samachar supar fast news : વરસાદ ખેંચાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે, મગફળી, કપાસ સહિતનાં પાકને પાણીની તાતી જરૂરીયાત હોઈ હવે જો વરસાદ ખેંચાશે તો ખેડૂતોને નુકશાન જવાની ભિંતી સેવાઈ રહી છે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું કે, હાલ રાજ્યમાં સારા વરસાદની શક્યતા નહીવત છે.  30 ઓગસ્ટ સુધી દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં હળવા ઝાપટાં પડશે. પિયત વ્યવસ્થાપન હોય તો ખેડૂતોએ પીયત કરવું જોઈએ. ગરમીની આગાહી કરતા તેઓએ જણાવ્યું છે કે,  30 ઓગસ્ટ સુધી દેશમાં ગરમી વધવાની શક્યતા છે. અંબાલાલ પટેલે જણાવ્યું કે, ચીનના હોંગકોંગ તથા પૂર્વી ભાગમાં ચક્રવાત બની રહ્યું છે. અરબ સાગર અને બંગાળના ઉપસાગરનો ભેજ ચક્રવાત તરફ ખેંચાશે. અલનીનોની અસરખથી હિંદ મહાસાગરનું હવામાન સાનુકુળ હોવા છતાં વરસાદ થતો નથી.

Rain will fall in Gujarat after this date: Ambalal Patel predicts

બનાસકાંઠા જીલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે ઓગસ્ટ મહિનામાં એકંદરે નહિવત વરસાદ નોંધાવવા પામ્યો છે. તેમજ સપ્ટેમ્બર મહિનામાં પણ વરસાદ ખેંચાવાની શક્યતાઓ જોવા મળી રહી છે. મગફળી, કપાસ સહિતનાં પાકને પાણીની તાતી જરૂરીયાત હોઈ હવે જો વરસાદ ખેંચાશે તો ખેડૂતોને નુકશાન જવાની ભિંતી સેવાઈ રહી છે. ચાલુ વર્ષે બનાસકાંઠા જીલ્લામાં સારા એવા પ્રમાણમાં વરસાદ ન પડતા ખેતરમાં ઉભા પાકને લઈ ખેડૂતો ચિંતાતુર બન્યા છે. ત્યારે તાજેતરમાં જ બિપોરજોય વાવાઝોડાનાં કારણે ખેતરમાં ઉભેલ પાક નિષ્ફળ ગયો હતો. જે બાદ ખેડૂતોએ ફરી ખેતરમાં શિયાળું પાકનું વાવેતર કર્યું હતું. પરંતું વરસાદ ખેંચાતા હાલ ખેતરમાં વાવેતર કરેલ શિયાળું પાક નિષ્ફળ જવાની ભીંતી ખેડૂતો સેવી રહ્યા છે. 

Surat News: રાષ્ટ્રની સિદ્ધિને વટાવી ખાનાર મિતુલ ત્રિવેદી પ્રકરણમાં તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. સમગ્ર મામલાની તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી છે. પોલીસ દ્વારા ઇસરોમાં પણ મિતુલ ત્રિવેદીને લઈને તપાસ કરવામાં આવશે. પોલીસની તપાસ બાદ મિતુલ ત્રિવેદીના દાવાઓ અંગે સાચી માહિતી મળશે. મહત્વનું છે કે સુરતના મિતુલ ત્રિવેદીએ ઇસરોના મહત્વપૂર્ણ પ્રોજેક્ટમાં કામ કર્યું હોવાના દાવા કર્યા હતા. મિતુલ ત્રિવેદીનો ભાંડો ફૂટ્યા બાદ શહેરીજનોમાં ઘેરા પ્રત્યાધાત પડ્યા હતા. મિતુલની હવાબાજી ઉઘાડી પડી જતાં સુરત શહેર પોલીસતંત્ર ગંભીર થયું હતું. 

Chandrayaan 3: Investigation of Mitul Trivedi case handed over to Crime Branch

Vadodara News: વડોદરામાં નશાની હાલતમાં રસ્તા પર પોલીસ સાથે હાથાપાઈ કરનાર યુવતી સામે ડ્રિન્ક એન્ડ ડ્રાઈવનો ગુનો નોંધાયો છે. હાલ ગોત્રી પોલીસે યુવતીની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર ગયા મહિને સર્જાયેલા ભયાનક અકસ્માત બાદ રાજ્યભરમાં પોલીસ દ્વારા સતત ટ્રાફિક ડ્રાઈવ યોજવામાં આવી રહી છે અને રાત્રી દરમિયાન વાહન ચેકિંગની કામગીરી કરવામાં આવી રહી છે. આ અંતર્ગત ગઈકાલે રાત્રે વડોદરાના ગોત્રી ગોકુળ નગર પાસે પોલીસની ટીમ વાહન ચેકિંગ કરી રહી હતી. આ દરમિયાન પોલીસની ટીમે એક કારને ચેકિંગ માટે રોકી હતી. 

ઈસ્કોન બ્રિજ અકસ્માત બાદ સફાળી જાગેલી અમદાવાદ પોલીસ દ્વારા રાત્રી દરમ્યાન કડક ચેકીંગ હાથ ધરવામાં આવે છે. પરંતું હવે રક્ષક જ ભક્ષક બની ગયા હોય તેવો ઘાટ સર્જાયો છે. જેમાં એરપોર્ટથી બોપલ જઈ રહેલ એક દંપતી પર કેસ કરવાની ધમકી આપી તેની પાસે કેસ ન કરવા પૈસાની માંગણી કરી હતી. જે બાદ પૈસા આપવાનું નક્કી થતા પોલીસ યુવકને ગાડીમાં બેસાડી એટીએમ પાસે લઈ જતા યુવકે પૈસા ઉપાડતા પોલીસ દ્વારા યુવક પાસેથી પૈસા પડાવી લીધા હતા. જે બાદ સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચતા સોલા પોલીસે ટ્રાફીકનાં 3 પોલીસકર્મીની અટકાયત કરી છે

સાણંદમાં રાજપૂત ક્ષત્રિય સુપ્રીમ કાઉન્સિલનો કાર્યક્રમ યોજાયો હતો. જે કાર્યક્રમમાં રાજપૂત સમુદાયના યુવાનો એકઠા થયા હતા. આ ચિંતન શિબિરમાં રાજ્યભરના ક્ષત્રિય રાજપૂત સમુદાયના હોદ્દેદારો જોડાયા હતા. આ કાર્યક્રમમાં રાજપૂત ક્ષત્રિય સુપ્રીમ કાઉન્સિલના વડા તરીકે લક્ષ્મણસિંહ યાદવનો પદગ્રહણ સમારોહ પણ યોજાયો હતો. અત્રે જણાવી દઈએ વજુભાઈ વાળા, કાનભા ગોહિલ અને જશા બારડ સમાજના પ્રમુખ તરીકે હતા. પરંતુ જે તમામ હોદ્દેદારો કાર્યક્રમમાં ગેર હાજર રહ્યાં હતાં, જેને લઈ સમાજમાં 2 ફાંટા પડ્યાની પણ ચર્ચા છે. જો કે, આ કાર્યક્રમમાં દરિયાન સમાજના કેટલા યુવા અગ્રણીઓના નિવેદન સામે આવ્યા છે.

The issue of Bhavani temple has echoed in the program of Rajput Samaj in Sanand

હાલમાં દેશના ઘણા રાજ્યોમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે 28 ઓગસ્ટે અરુણાચલ પ્રદેશ, આસામ અને મેઘાલયમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ પડશે. જોકે, આગામી પાંચ દિવસ સુધી ઘણા રાજ્યોમાં વધુ વરસાદના કોઈ સંકેત નથી. પૂર્વોત્તર ભારત માટે હવામાન વિભાગે કહ્યું છે કે આગામી પાંચ દિવસ સુધી ભારે વરસાદ થવાનો છે. નિકોબારમાં 28 અને 29 ઓગસ્ટે ભારેથી અતિ ભારે વરસાદ થશે. આ સિવાય કેરળ અને તમિલનાડુમાં આગામી ત્રણ દિવસ માટે ખૂબ જ ગરમ હવામાનની આગાહી જારી કરવામાં આવી છે.હવામાન વિભાગે કહ્યું છે કે આગામી એક સપ્તાહમાં દિલ્હીમાં વરસાદના કોઈ સંકેત નથી. 2 સપ્ટેમ્બરે મહત્તમ તાપમાન 39 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. 

IMD rain warning: Heavy to very heavy rain will occur for the next two days, the Met Department has issued a warning

ભારતના ચંદ્રયાન-3 એ ચંદ્ર વિશે માહિતી આપવાનું શરૂ કરી દીધું છે. વિક્રમ લેન્ડર અને રોવર પ્રજ્ઞાન પરના તમામ સાધનો યોગ્ય રીતે કામ કરી રહ્યા છે. લેન્ડર વિક્રમે ચંદ્રની સપાટીનું તાપમાન શોધી કાઢ્યું છે. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ X પર આ અપડેટ શેર કર્યું છે. ઈસરોએ જણાવ્યું કે ચંદ્રની સપાટીનું તાપમાન જાણવા માટે લેન્ડર વિક્રમ પર લુનર સરફેસ થર્મોફિઝિકલ એક્સપેરીમેન્ટ (ChaSTE) પેલોડથી પ્રથમ અવલોકન (નિરીક્ષણ) કરવામાં આવ્યું હતું. ISRO એ સમજાવ્યું કે પ્રસ્તુત ગ્રાફ ચંદ્રની સપાટી અથવા વિવિધ ઊંડાણો પર સપાટીના તાપમાનમાં તફાવત દર્શાવે છે, જે તપાસ દરમિયાન નોંધવામાં આવ્યું છે. ચંદ્રના દક્ષિણ ધ્રુવ વિશે આ પ્રકારની પ્રથમ માહિતી છે. તેનો વિગતવાર અભ્યાસ હજુ ચાલુ છે. ISRO દ્વારા બહાર પાડવામાં આવેલા ગ્રાફમાં બતાવવામાં આવ્યું છે કે જેમ જેમ ChaSTE પેલોડ ઊંડાઈ તરફ આગળ વધે છે તેમ ચંદ્રની સપાટીના તાપમાનમાં વધઘટ જોવા મળે છે.  અવકાશ વિજ્ઞાનના ઈતિહાસમાં પ્રથમ વખત ચંદ્રયાન 3 એ ચંદ્રના દક્ષિણ ધ્રુવની જમીનની તપાસ કરી. સપાટીથી 10 સેમી નીચે તેના તાપમાનમાં તફાવત હતો.

Chandrayaan 3 update: How hot is the land at the Moon's south pole? Chandrayaan-3 discovered, ISRO announces new update

કેરળની હોમિયોપેથિક મેડિકલ કોલેજોના શિક્ષકોના એક જૂથ દ્વારા અન્ય મેડિકલ કોલેજોના શિક્ષકોની સમકક્ષ તેમની નિવૃત્તિ વય 55 વર્ષથી વધારીને 60 વર્ષ કરવાની માગણી કરતી અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. કેરળ હાઈકોર્ટના રાહત આપવાના ઈનકાર કર્યા બાદ તેમણે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો અને શનિવારે આ કેસની સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે જાહેર કર્યું છે કે રિટાયર કર્મચારીઓ ઉંમર વધારાના સરકારી નિર્ણયનો લાભ લેવા હકદાર નથી. જ્યારે સુપ્રીમ કોર્ટમાં અપીલ પેન્ડિંગ હતી, ત્યારે કેરળ સરકારે એપ્રિલ 2012 માં એક આદેશ જારી કર્યો હતો, જેમાં હોમિયોપેથિક કોલેજોમાં ટીચિંગ સ્ટાફની નિવૃત્તિ વય વધારીને 60 વર્ષ કરવામાં આવી હતી. આ જ વર્ષે સરકારે આયુર્વેદિક અને ડેન્ટલ કોલેજોમાં શિક્ષકોની નિવૃત્તિની વય વધારવાના અન્ય આદેશો જારી કર્યા હતા. તેથી, અપીલકર્તાઓએ 2012 ના સરકારના આદેશના પૂર્વવર્તી અમલીકરણ માટે વૈકલ્પિક રાહતની માંગ કરી હતી.

Retired Employees Can't Claim Benefit Of Subsequent Govt Decision To Increase Retirement Age : Supreme Court

ચંદ્ર પર ચંદ્રયાન-3ના સફળ ઉતરાણ પછી ISRO હવે એક સપ્તાહની અંદર એટલે કે 2 સપ્ટેમ્બરે સૂર્યનો અભ્યાસ કરવા માટે સૌર મિશન શરૂ કરવાની તૈયારી કરી રહ્યું છે. આ માહિતી સ્પેસ એપ્લિકેશન સેન્ટર અમદાવાદના ડાયરેક્ટર નિલેશ એમ દેસાઈએ એક ન્યૂઝ એજન્સીને આપી હતી. આદિત્ય L1 સૂર્યનો અભ્યાસ કરનાર પ્રથમ અવકાશ આધારિત ભારતીય પ્રયોગશાળા હશે. તે સૂર્યની આસપાસ રચાતા કોરોનાના દૂરસ્થ અવલોકન માટે બનાવવામાં આવ્યું છે.આદિત્ય યાન L1 એટલે કે સૂર્ય-પૃથ્વીના લેગ્રેન્જિયન પોઈન્ટ પર રહીને સૂર્ય પર ઉદ્ભવતા તોફાનોને સમજી શકશે. આ બિંદુ પૃથ્વીથી લગભગ 1.5 મિલિયન કિલોમીટર દૂર છે. અહીં પહોંચવામાં લગભગ 120 દિવસ એટલે કે 4 મહિના લાગશે. તે વિવિધ વેબ બેન્ડ્સમાંથી સાત પેલોડ્સ દ્વારા લેગ્રેન્જિયન બિંદુની આસપાસ ભ્રમણ કરશે, ફોટોસ્ફિયર, ક્રોમોસ્ફિયર અને સૌથી બહારના સ્તર, કોરોનાનું પરીક્ષણ કરશે.

ISRO 2023 Next Mission: Aditya L1 Solar Mission Details And Updates

થાક દૂર કરવા વારંવાર કોફી પીવી એ તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે. કોફીમાં મુખ્ય ઘટક કેફીન છે, જે ઉત્તેજક છે અને ત્વરિત ઉર્જા પ્રદાન કરે છે. પરંતુ વધુ માત્રામાં કેફીનનું સેવન કરવાથી સમસ્યા થઈ શકે છે. જ્યારે કેફીનું વ્યસની હોય ત્યારે શરીર કેફીન વગર કામ કરી શકતું નથી. તેનાથી ઉંઘ પણ પ્રભાવિત થાય છે. કેફીન હૃદયના ધબકારા વધારે છે જે હૃદય રોગ તરફ દોરી શકે છે.

Side Effects of Coffee: Drinking coffee frequently to relieve fatigue can be harmful to your health

અવાર નવાર મલાઈકા અરોરા અને અર્જુન કપૂરના અફેરના કિસ્સાઓ વિશે ચર્ચા થતી રહે છે. તેમના બ્રેકઅપની ચર્ચાઓ પણ કરવામાં આવી રહી છે. લોકો જાણવા માટે આતુર છે કે, બ્રેકઅપ પછી તેમના જીવનમાં કોઈ ખાસ વ્યક્તિ આવી કે નહીં. જો કોઈ વ્યક્તિ આવી છે, તો તે વ્યક્તિ કોણ છે? હાલમાં અર્જુન કપૂરની નવી ગર્લફ્રેન્ડ વિશે ચર્ચા કરવામાં આવી રહી છે. સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવી રહ્યો છે કે, મલાઈકા અરોરા અને અર્જુન કપૂરનું બ્રેકઅપ થઈ ગયું છે. હાલમાં તેઓ એક નવી હસીનાને ડેટ કરી રહ્યા છે. અર્જુન કપૂરની આ નવી ગર્લફ્રેન્ડનું નામ કુશા કપિલા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. 

malaika arora and arjun kapoor break up now actor dating kusha kapila

 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ