બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / Bollywood / બોલિવૂડ / અરે નોટ પરથી બાપુ ક્યાં ગયા? અમદાવાદમાં ગઠીયાઓએ એવો ખેલ ખેલ્યો કે અનુપમ ખેરે કહ્યું 'કુછ ભી હો સકતા હૈ'
Last Updated: 01:41 PM, 30 September 2024
ફેમસ બોલિવુડ એક્ટર અનુપમ ખેર આમ તો પોતાની ફિલ્મોને લઈને ચર્ચામાં રહે છે પરંતુ આજકાલ તે પોતાના ફોટો વાળી નોટોના કારણે ચર્ચામાં છે. જી હાં, એક્ટરના ફોટો વાળી નોટની ગડ્ડી હાલ વાયરલ થઈ રહી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
અનુપમ ખેરના ફોટો વાળી નોટ
અનુપમ ખેર એ જાણીને ચોંકી ઉઠ્યા હતા કે અમદાવાદમાં જપ્ત નકલી નોટો પર મહાત્મા ગાંધીની જગ્યા પર તેમનો ચહેરો છાપેલો હતો. બે લોકોએ આ નોટોનો ઉપયોગ કરી એક વેપારીને ઠગ્યો આ ખબર પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર શેર કરતા અનુપમ ખેરે કહ્યું કે આજના સમયમાં કંઈ પણ થઈ શકે છે.
ADVERTISEMENT
નકલી નોટોથી ફ્રોડ
ADVERTISEMENT
નકલી નોટોની તસ્વીર હવે વાયરલ થઈ રહી છે. જેમાં ખેરનો ચહેરો લાગેલી 500 રૂપિયાની નોટોનો ઢગલો જોઈ શકાય છે. પોલીસે જણાવ્યા અનુસાર આરોપીઓએ અમદાવાદના વેપારી મેહુલ ઠક્કરના કર્મચારી ભરત જોશીને 1.60 કરોડ રૂપિયાના 21,00 ગ્રામ સોનાના સોદા હેઠળ 1.30 કરોડ રૂપિયા આપ્યા.
તેમણે ટૂંક સમયમાં 30 લાખ રૂપિયાનું પેમેન્ટ કરવાનું વચન આપ્યું પરંતુ જ્યારે તે સોનું લઈને ભાગ્યા તો જોશીને શંકા ગઈ ત્યારે તેમને ખબર પડી કે આરોપીઓએ નકલી નોટો આપી છે. કારણ કે આ નોટોમાં મહત્મા ગાંધીના ફોટોની જગ્યા પર અનુપમ ખેરના ફોટો છપાયેલા હતા. પોલીસે તપાસ શરૂ કરી દીધી છે અને આરોપીની શોધ ચાલી રહી છે.
ADVERTISEMENT

વધુ વાંચો: અમીર થવું છે? તો અપનાવો નીમ કરોલી બાબાના આ ઉપાય, તિજોરી રૂપિયાથી છલકાઇ જશે
ADVERTISEMENT
અનુપમ ખેરે કર્યું રિએક્ટ
અનુપમ ખેરે પોતાના ઈન્સ્ટાગ્રામ પર ખબરની એક ક્લિપ શેર કરી લખ્યું, "લો જી કર લો બાત! 500 રૂપિયાની નોટ પર ગાંધીજીના ફોટોની જગ્યા પર મારા ફોટો? કંઈ પણ થઈ શકે છે." અનુપમ ખેરની નોટ જોઈને લોકોએ મજાકીયા અંદાજમાં તેમને શુભકામનાઓ પણ આપવાનું શરૂ કરી દીધું.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.