બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / બિઝનેસ / Another decision of Elon Musk, Blue Tick subscription plan will not be launched on 29th, know the reason

Twitter Blue Tick / એલન મસ્કનો વધુ એક નિર્ણય, હવે 29મીએ લૉન્ચ નહીં થાય Blue Tick સબ્સક્રિપ્શન પ્લાન, જાણો કારણ

Megha

Last Updated: 09:36 AM, 22 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બ્લુ ટિક સબસ્ક્રિપ્શન પ્લાન 29 નવેમ્બરથી ફરી શરૂ થવાનું હતું પણ હવે મસ્કની જાહેરાત બાદ ખબર પડી કે તે ચાલુ થવામાં થોડો સમય લાગશે.

  • બ્લુ ટિક પેઇડ સબસ્ક્રિપ્શન માટે લોકોએ હજુ વધુ રાહ જોવી પડશે
  • વ્યક્તિગત અને કંપની એકાઉન્ટ માટે અલગ ટીક્સ
  • અચાનક મસ્કે મિટિંગમાં બદલ્યો પ્લાન 

ટ્વિટર અને તેનાથી જોડાયેલ નિર્ણયો અંગે અનિશ્ચિતતા ચાલુ છે અને એવામાં ફરી એકવાર કંપનીના નવા સીઈઓએ પોતાનો નિર્ણય બદલ્યો છે. રિપોર્ટ અનુસાર બ્લુ ટિક પેઇડ સબસ્ક્રિપ્શન માટે લોકોએ હજુ વધુ રાહ જોવી પડશે. જણાવી દઈએ કે એલન મસ્કે આજે જણાવ્યું હતું કે જ્યાં સુધી આ પ્લેટફોર્મ પર ડુપ્લિકેટ આઈડી રોકી શકાય તેની ખાતરી ન થાય ત્યાં સુધી તેઓ બ્લુ ટિક વેરિફિકેશનની રી-લોન્ચિંગ અટકાવવાનો નિર્ણય કર્યો છે. જણાવી દઈએ કે એલોન મસ્કે થોડા સમય પહેલા જાહેરાત કરી હતી કે બ્લુ ટિક સબસ્ક્રિપ્શન પ્લાન 29 નવેમ્બરથી ફરી શરૂ થશે પણ હવે મસ્કની જાહેરાત બાદ ખબર પડી કે તે ચાલુ થવામાં થોડો સમય લાગશે. 

વ્યક્તિગત અને કંપની એકાઉન્ટ માટે અલગ ટીક્સ
જો કે આટલું જ નહીં મસ્કે સોમવારે કહ્યું હતું કે કંપની વ્યક્તિગત એકાઉન્ટ્સની તુલનામાં સંગઠન અને કંપનીઓ માટે અલગ-અલગ રંગના ટિકનો ઉપયોગ કરી શકે છે અને હાલ કંપની તેના પર કામ કરી રહી છે. ટૂંક સમયમાં આ અંગે વધુ માહિતી આપવામાં આવશે.

અચાનક મસ્કે મિટિંગમાં બદલ્યો પ્લાન 
મળતા અહેવાલ મુજબ ટ્વિટર સ્ટાફ સાથેની તાજેતરની મીટિંગમાં મસ્કએ જણાવ્યું હતું કે $8-એક-મહિનાની બ્લુ ટિક સબ્સ્ક્રિપ્શન યોજના શરૂ કરવાનો હજુ સમય સ્પષ્ટ નથી: "આપણે તેને ત્યાં સુધી લોન્ચ નહીં કરીએ જ્યાં સુધી તે મહત્વપૂર્ણ પેરોડી એકાઉન્ટ્સને રોકવા માટે નિશ્ચિત ન થઈ જઈએ. 

અધિગ્રહણ બાદ સૌથી પહેલી જાહેરાત એ જ કરી હતી 
જણાવી દઈએ કે મસ્કે ટ્વિટર મેળવતાની સાથે જ જે પહેલી મોટી જાહેરાત કરી હતી તે પેઇડ બ્લુ ટિક સબસ્ક્રિપ્શન હતી પણ શરૂઆતના પહેલા બે દિવસમાં જ લોકોએ આ સેવાનો દુરુપયોગ કર્યો હતો અને આ કારણે અનેક પ્રખ્યાત કંપનીઓના અબજો રૂપિયા ડૂબી ગયા હતા. જો કે આ પછી કંપનીએ પેઇડ સબસ્ક્રિપ્શન બંધ કરી દીધું હતું. કંપનીએ કહ્યું હતું કે કેટલીક સુરક્ષા અને ગોપનીયતા નીતિઓને મજબૂત કરીને તેને 29 નવેમ્બરે ફરીથી લોન્ચ કરવામાં આવશે. જણાવી દઈએ કે 29 નવેમ્બરની તારીખની જાહેરાત ખુદ એલન મસ્ક દ્વારા કરવામાં આવી હતી પણ ટ્વિટરની સામે આ પ્લાનમાં હજુ પણ ઘણી સુરક્ષા ચિંતાઓ છે અને એ વિના કંપની તેને ફરીથી લોન્ચ કરવા માંગતી નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ