બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
સરકારે નાની બચત યોજનાઓના વ્યાજદરોમાં વધારો કરવાની જાહેરાત કરી છે. કિસાન વિકાસ પત્ર (KIsan Vikas Patra), પોસ્ટ ઓફિસની બચત યોજનાઓ (Post Office Deposit Schemes), NSC અને સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ્સ (Senior Citizen Saving Schemes)માં રોકાણ કરનારાઓ માટે સારા સમાચાર છે. નાણા મંત્રાલયે નાણાકીય વર્ષ 2022-23ના ચોથા ત્રિમાસિક ગાળા જાન્યુઆરીથી માર્ચ સુધીની આ બચત યોજનાઓ પર વ્યાજ દર વધારવાનો નિર્ણય કર્યો છે. જો કે, PPF સુકન્યા સમૃદ્ધિ યોજના (Sukanya Samridhi Yojana) પર આપવામાં આવતા વ્યાજદરોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
ADVERTISEMENT
PPF, સુકન્યા યોજના પર નથી વધ્યા વ્યાજ દરો
નાણા મંત્રાલયે જાન્યુઆરીથી એપ્રિલ ત્રણ મહિના માટે PPF, સુકન્યા સમૃદ્ધિ યોજનાના વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કર્યો નથી. પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) પર 7.1 ટકા, સુકન્યા સમૃદ્ધિ યોજના પર 7.6 ટકા વ્યાજ મળતું રહેશે. પોસ્ટ ઓફિસની 5 વર્ષની રિકરિંગ ડિપોઝિટ પર 5.80 ટકાનો વ્યાજ દર યથાવત રાખવામાં આવ્યો છે.
રેપો રેટમાં વધારા બાદ વધ્યા વ્યાજ દરો
RBIએ સતત પાંચ વખત તેની મોનિટરી પોલિસી મીટિંગ બાદ પોલિસી રેટ્સ રેપો રેટમાં વધારો કર્યો છે. 8 ડિસેમ્બરે રેપો રેટમાં 35 બેસિસ પોઈન્ટનો વધારો કરવામાં આવ્યો હતો. જે બાદ 2022માં રેપો રેટ 4 ટકાથી વધીને 6.25 ટકા થઈ ગયો છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.