બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / મનોરંજન / Anjali Arora's pain on trolling after MMS leak, said - I am a public figure and

મનોરંજન / અશ્લીલ MMS વાયરલ થવાના કારણે ચૂકવવી પડી મોટી કિંમત, કથીત VIDEO મુદ્દે છલકાયું અભિનેત્રીનું દર્દ

Megha

Last Updated: 12:21 PM, 1 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભૂતકાળમાં પણ અંજલિ અરોરા તેના MMS લીકને લઈને વિવાદોમાં આવી હતી.હાલમાં જ તેને MMS લીકને કારણે થયેલ ટ્રોલિંગ પર તેની આપવીતી જણાવી હતી.

  • અંજલિ અરોરાએ MMS લીકને કારણે થયેલ ટ્રોલિંગ પર તેની આપવીતી જણાવી
  • અંજલિ અરોરાએ MMSને ફેક ગણાવ્યું હતું
  • પબ્લિક ફિગર હોવાની આ નાની કિંમત દરેકે ચૂકવવી પડે છે - અંજલિ અરોરા

સોશિયલ મીડિયા સ્ટાર અંજલિ અરોરા તેની ટ્રેન્ડિંગ રીલ્સને લઈને ઘણીવાર ચર્ચામાં રહે છે. તમને જણાવી દઈએ કે અંજલિ અરોરા કંગના રનૌતના રિયાલિટી શો 'લોક અપ'નો પણ ભાગ રહી ચૂકી છે. એ શો પછીથી તે હંમેશા લાઈમલાઈટમાં રહે છે. ભૂતકાળમાં પણ અંજલિ અરોરા તેના MMS લીકને લઈને વિવાદોમાં આવી હતી. જો કે તેણીએ MMSને ફેક ગણાવ્યું હતું પણ આ MMS લિકના વિવાદને કારણે અંજલિ અરોરાને સોશિયલ મીડિયા પર ઘણા ટ્રોલનો સામનો કરવો પડ્યો હતો. હાલમાં જ અંજલિ અરોરાએ MMS લીકને કારણે થયેલ ટ્રોલિંગ પર તેની આપવીતી જણાવી હતી. 

ટ્રોલિંગ પર બોલી અંજલિ અરોરા
અંજલિ અરોરાએ હાલમાં જ આપેલા ઈન્ટરવ્યુમાં ટ્રોલ થવા વિશે વાત કરતાં કહ્યું હતું કે, "સાચું કહું તો, હું નેગેટિવ કોમેન્ટ્સ પર ધ્યાન નથી આપતી. એક દર્શક તરીકે તેઓને જે લાગે છે એ બોલવાનો અધિકાર છે અને એકવાર તમે એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશવાનું નક્કી કરો ત્યારથી જ તમારે આવી ઘટના માટે તૈયાર રહેવું પડે છે. એ લોકો પાસે તમને પસંદ અને નાપસંદ કરવાનો અધિકાર છે. નેગેટિવ કોમેન્ટ્સ માટે બસ તમારે મજબૂત થવાની જરૂર છે. '

પબ્લિક ફિગર હોવા પર અંજલિ બોલી કઇંક આવું 
જ્યારે કોઈ લોકો કે પછી કોઈ મીડિયા જ તેના વિશે કેટલીક ખોટી વાતો લખે છે ત્યારે અંજલિ અરોરા શું અનુભવે છે એ પ્રશ્નનો જવાબ આપતા  અંજલિ અરોરા બોલી હતી કે, "આવું દરેક લોકો સાથે થાય છે કારણ કે તેમને તમારી ટીકા કરવાનો અને તમારા વિશે સારી વસ્તુ લખવાનો આ બંને અધિકાર તેમની પાસે છે. મીડિયા પણ ટ્રોલર્સ જેવી જ છે. કેટલાક લોકો તમારા કામની પ્રશંસા કરશે, કેટલાક નહીં કર અને પબ્લિક ફિગર હોવાની આ નાની કિંમત દરેકે ચૂકવવી પડે છે. "

મુનવ્વર ફારૂકી સાથે નામ જોડાયું 
કંગનાના શો 'લૉક અપ'માં અંજલિ અરોરા અને મુનવ્વર ફારૂકીની મિત્રતા હેડલાઇન્સ બનાવતી હતી. આશ્ચર્યની વાત એ છે કે બંને શોમાં એકબીજા પ્રત્યે પ્રેમ વ્યક્ત કરી રહ્યા હતા પણ બહાર આવતાની સાથે જ તેઓએ પોતપોતાના પાર્ટનર વિશે કઇંક અલગ જ ખુલાસા કર્યા હતા. બંનેની આટલી ગાઢ મિત્રતા અને પ્રેમ એ બસ શો નો એક હિસ્સો હતો હાલ એવું કહેવાય છે. જો કે શોના અંતથી એવું લાગી રહ્યું છે કે મુનવ્વર અને અંજલિ વચ્ચેના સંબંધો સારા નથી. થોડા સમય પહેલા એવા અહેવાલો આવ્યા હતા કે બંનેને એક રિયાલિટી શોમાં કાસ્ટ કરવામાં આવી રહ્યા હતા પણ મુનવ્વરે અંજલિ સાથે કામ કરવાની ના કહી દીધી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ