બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / બિઝનેસ / ભારત / anil kumar goel investor made 2200 crore rupees from 5 lakh just by investing in stock market

કિંગ ઈનવેસ્ટર / શેર બજારમાં ડંકો: 5 લાખનું પહેલું રોકાણ હાલ 2200 કરોડના છે માલિક, જે શેરને હાથ લગાવે છે આ શખ્સ બની જાય છે સોનું

Vaidehi

Last Updated: 06:51 PM, 30 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુપર ઈનવેસ્ટર અનિલ ગોયલ છેલ્લાં 3 દશકાઓથી શેરમાર્કેટમાં પૈસા લગાડી રહ્યાં છે. તેમણે કોમોડિટી સ્ટોક્સથી અઢળક પૈસા બનાવ્યાં છે. 5 લાખ રૂપિયાનાં તેમણે અત્યારસુધી 2200 કરોડ રૂપિયા બનાવી લીધાં છે.

  • સુપર ઈનવેસ્ટર અનિલ ગોયલે ખોલ્યાં રહસ્યો
  • 5 લાખમાંથી 2200 કરોડ રૂપિયા બનાવવાનો મેજિક મંત્ર
  • તેઓ રિસર્ચને સૌથી વધારે મહત્વ આપે છે

શેરબજારમાં આજે જે રોકાણકારોનાં મોટા નામ છે તેમાનું એક છે અનિલ કુમાર ગોયલ. સ્ટીલનો વેપાર કરનારા પરિવારથી સંબંધ ધરાવતા અનિલ કુમારે 41 વર્ષની ઉંમરમાં શેરબજારમાં પોતાનો પગ મૂક્યો હતો. પાંચ લાખ રૂપિયાનાં રોકાણથી શરૂઆત કરનારા ગોયલ પાસે આજે 2200 કરોડ રૂપિયા ભેગા થઈ ગયાં છે. દુનિયા તેમને વેલ્યૂ ઈનવેસ્ટર માને છે. શેરબજારની ભાષામાં તેમને શુગર સ્ટોક્સ ગુરુ માનવામાં આવે છે.

કોણ છે અનિલ ગોયલ?
અનિલ કુમાર ગોયલે 16 વર્ષની ઉંમરમાં પોતાના દાદા પાસેથી સ્ટીલનો માલ ખરીદ-વેંચાણ કરવાનું શીખ્યું હતું. શરૂઆતમાં સ્ટીલનો વેપાર કર્યો બાદમાં શેરબજારમાં પગ મૂક્યો. તેઓ હાલ 71 વર્ષનાં છે અને તેમનું નામ ચેન્નઈ ઈનવેસ્ટમેંટ ક્લબમાં સામેલ છે. આ ક્લબમાં ગોવિંદ પારિખ અને ડોલી ખન્ના જેવા ફેમસ રોકાણકારો સામેલ છે. 30 સપ્ટેમ્બર 2023 સુધી અનિલ ગોયનાં પોર્ટફોલિયોમાં આવા સ્ટોક્સની સંખ્યા 37થી વધારે હતી જેમાં તેમની હિસ્સેદારી 1% થી વધારે છે. હાલમાં તેની કિંમત 2117 કરોડ રૂપિયા છે.

કમાણીનો મહામંત્ર
અનિલ ગોયલ કિંમતને મહત્વ આપે છે. તેમનું માનવું છે કે જ્યારે તમે કોઈ વસ્તુ ઓછી કિંમતે ખરીદો છો તો તેમાં રિસ્ક નથી હોતો. તમને માત્ર ધૈર્ય રાખવાની જરૂર હોય છે. તમે પૈસા લગાડી દ્યો અને રાહ જુઓ. પરિસ્થિતિ ક્યારેકને ક્યારેક તો જરૂર બદલાશે. જેના કારણે તમને મોટી કમાણી મળશે. આ સિદ્ધાંતનાં આધારે તેમણે રોકાણ કરવાનું શરૂ કર્યું હતું. તેમણે એ શેરોને પ્રાથમિકતા પી જે રેગ્યુલર ડિવિડેંટ્સની સાથે નિરંતર ડિવિડેંટ ગ્રોથ આપે છે. તેમના અનુસાર ડિવિડેંટ દેનારી કંપનીઓ ફંડામેંટલી સ્ટ્રોંગ હોય છે.

મોંઘા શેર વેંચી સસ્તા શેર ખરીદ્યાં
અનિલ ગોયલ કોઈપણ સેક્ટરની અનેક કંપનીઓની તુલના કરીને કોઈ એક કંપનીમાં પૈસા રોકે છે. જ્યારે કોઈ સ્ટોક વધુ મજબૂત થઈ જાય છે ત્યારે તે એને વેંચી દે છે ભલે તે દરમિયાન માર્કેટમાં તેજી હોય. મોંઘો શેર વેંચીને એ પૈસા સસ્તા શેરમાં ઈનવેસ્ટ કરે છે. જેમાં નફો વધારે થવાની શક્યતા દેખાતી હોય.

રિસર્ચ કરવું ખુબ જરૂરી
અનિલ ગોયલનું માનવું છે કે પૈસા લગાડવાથી પહેલા જાતે ખુબ રિસર્ચ કરવું જોઈએ. તેઓ ખુદ રિપોર્ટસ વાંચે છે-એક્સપર્ટને મળીને વિચાર-વિમર્શ કરે છે. અને તેઓ સામાન્યરીતે એ જ શેયર્સમાં પૈસા લગાડે છે જેના વિશે તેઓ ખૂબ જાણે છે.  તેમણે કહ્યું કે જ્યાં સુધી તમને શેરબજારની પૂરતી જાણકારી નથી ત્યાં સુધી ખુબ થોડા પૈસા લગાડવા જોઈએ. જ્યારે નોલેજ, અનુભવ અને આત્મવિશ્વાસ વધે ત્યારે રિસ્ક લેવો જોઈએ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ