બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / Anand BJP candidate Mitesh Patel from Delhi

લોકસભા ચૂંટણી 2024 / ચૂંટણી લડવાના ઇનકાર વચ્ચે ભાજપના વધુ એક ઉમેદવારને દિલ્હીનું તેડું, અનેક તર્ક-વિતર્કો શરૂ

Vishal Khamar

Last Updated: 12:59 PM, 23 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આણંદમાં ભાજપનાં ઉમેદવારને દિલ્લીનું તેડું આવતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે. વડોદરા લોકસભા સીટના ઉમેદવાર બદલાયા બાદ હવે આણંદનાં ઉમેદવાર પણ બદલાય તેવી ચર્ચાએ જોર પકડ્યું છે.

આણંદમાં ભાજપનાં ઉમેદવાર મિતેષ પટેલને દિલ્લી પહોંચ્યા હતા. આણંદ ભાજપમાં ચર્ચાનો સૌથી મોટી વિષય છે. આણંદ બેઠક પરથી ભાજપે મિતેષ પટેલને ટિકીટ આપી છે. ત્યારે અચાનક મિતેષ પટેલને દિલ્લીનું તેડું આવતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે. સૂત્રો દ્વારા એવું પણ જાણવા મળી રહ્યું છે કે રંજનબેન બાદ મિતેષ પટેલ પણ બદલાય તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. 

મિતેષ પટેલને ટિકીટ આપતા ભાજપનાં કાર્યકરોમાં રોષ જોવા મળ્યો હતો
આણંદ લોકસભા બેઠકની ટિકિટ જાહેર થાય તે પહેલા જ ભાજપનાં બે જૂથો વચ્ચે અંદરો અંદર ખેંચતાણ ચાલી રહી હતી. વિરોધી જૂથ દ્વારા સાંસદ મિતેષ પટેલ વિરૂદ્ધ મોવડી મંડળને રજૂઆત કરી હતી. જે બાદ પણ મિતેષ પટેલને ટિકીટ આપતા ભાજપનાં કાર્યકરોમાં રોષ જોવા મળ્યો હતો. 

વધુ વાંચોઃ હવે મતદારોની તમામ સમસ્યાઓનું સમાધાન માત્ર એક Appમાં, જાણો ફીચર્સ

આજે બેઠકમાં આણંદ બેઠક અંગે નિર્ણય લેવાશે
મિતેષ પટેલનાં વિરોધી જૂથે મોવડી મંડળ સમક્ષ કરેલ રજૂઆત બાદ તાત્કાલીક મોવડી મંડળ દ્વારા સાંસદ મિતેષ પટેલને દિલ્હી બોલાવતા અનેક તર્ક તીતર્ક સર્જાવા પામ્યા છે. મિતેષ પટેલ પ્રચાર કાર્યક્રમ પડતો મુકીને દિલ્હી પહોંચ્યા હતા.  સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજે મળનારી બેઠકમાં આણંદ બેઠક અંગે નિર્ણય લેવાઈ શકે છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ