બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

VTV / ગુજરાત / અમદાવાદ / Now solve all problems of voters in just one App, know the features

લોકસભા ચૂંટણી 2024 / હવે મતદારોની તમામ સમસ્યાઓનું સમાધાન માત્ર એક Appમાં, જાણો ફીચર્સ

Vishal Khamar

Last Updated: 11:44 AM, 23 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લોકસભા ચૂંટણી 2024 ની જાહેરાત થઈ ચુકી છે, જે ચૂંટણીને લઈને વિવિધ પાર્ટી જીતની તૈયારીમાં લાગ્યા છે, તો વહીવટી તંત્ર પણ મતદારો માટે કામે લાગ્યુ છે, જે ચૂંટણીમાં વ્યવસ્થા શુ છે તે જાણવામાં દરેકને રસ હોય છે. ત્યારે લોકોને આ મૂંઝવણ દૂર કરવા માટે વહીવટી તંત્ર દ્રારા વોટર હેલ્પલાઇન એપ શરૂ કરી છે, જેમાં લોકોને સવાલ અનેક, સમાધાન મળી રહેશે.

દેશમાં લોકસભા ચૂંટણી 2024 ની જાહેરાત કરી દેવામાં આવી છે. જુદા જુદા તબક્કામાં દેશભરમાં લોકસભા ચૂંટણીનું આયોજન થયું છે. લોકશાહીના આ અનેરા અવસર માં સહભાગી થવા મતદારો કમર કસી રહ્યા છે. આવા સમયે ઘણા મતદારોને તેમના ચૂંટણી કાર્ડ અંગે, મતદાર યાદીમાં નામ અંગે તથા મતદાન મથક અને બુથ લેવલ ઓફિસર(BLO) અંગે ઘણા પ્રશ્નો અને સમસ્યાઓ ઉદભવતી હોય છે. ત્યારે મતદાતાઓની આવી તમામ સમસ્યાઓનું સમાધાન લાવવા વહીવટી તંત્ર દ્વારા વોટર હેલ્પલાઇન એપ્લિકેશન(VHA) શરૂ કરવામાં આવી છે. જે લોકોની તમામ સમસ્યાઓનુ સમાધાન લાવશે. જયા વોટર હેલ્પલાઇન એપ એ મતદારોના અનેક સવાલો નું ડિજિટલ સમાધાન અને સમસ્યાઓનું 'વન સ્ટોપ સોલ્યુશન' બની રહેશે.

વોટર હેલ્પલાઇન એપ(VHA) પર કેવી સુવિધા મળી રહેશે
વોટર હેલ્પલાઈન એપનાં માધ્યમથી મતદારોને ઉપયોગી તમામ માહિતી મળી શકશે. આ એપ પરથી મતદાર મતદાન અંગેના જરૂરી ફોર્મ જેવા કે, નવા મતદાર તરીકે અરજી માટેનું ફોર્મ, ટ્રાન્સફર અથવા શિફ્ટિંગ માટેનું ફોર્મ, મતદાતા યાદીમાંથી નામ કમી કરાવવા માટેનું કે સુધારા માટેનું ફોર્મ વગેરે જેવા ફોર્મ ભરીને અરજી કરી શકે છે. મતદારો મતદાતા યાદીમાં તેમનું નામ ચકાસી શકે છે. તેમજ મતદારો અને મતદાન મથકની વિગતો સહિત તેમના BLO(બુથ લેવલ ઓફિસર)/ ERO (ઇલેક્ટોરલ રજિસ્ટ્રેશન ઓફિસર્સ)ની વિગતો મેળવી શકે છે.  મતદાતાઓ આ એપ પરથી e-EPIC(ઈ - ઇલેક્શન ફોટો આઈડેન્ટિટી કાર્ડ) પણ ડાઉનલોડ કરી શકે છે. ડુપ્લીકેટ e-EPIC(ઈ - ઇલેક્શન ફોટો આઇડેન્ટિટી કાર્ડ) મેળવી શકે છે. પોતાની અરજીની સ્થિતિ ચકાસી શકે છે. અરજી કરેલ ફોર્મ સેવ કરી શકાય છે. ફરિયાદ કરી શકાય છે તથા કરેલ ફરિયાદ ની સ્થિતિ જોઈ શકાય છે. ઉમેદવારની પ્રોફાઈલ અને એફિડેવિટ મેળવી શકાય છે, ડાઉનલોડ કરીને શેર કરી શકાય છે. ચૂંટણી પરિણામ મેળવી શકાય છે. ઉમેદવાર કોણ છે તે અને અન્ય બાબતો પણ આ એપ્લિકેશન મારફતે જોઈ શકાશે.

વધુ વાંચોઃ રંજનબેન બાદ ભાજપના વધુ એક દિગ્ગજે કર્યો ચૂંટણી લડવાનો ઈનકાર, કહ્યું 'હું ભીખાજી ઠાકોર...'

વહીવટી તંત્ર દ્રારા મતદારને અપીલ પણ કરાઈ છે કે મતદાર કાર્ડ કે અન્ય બાબતોની અવઢવ દુર કરવા મતદારે આજે જ આ અત્યંત ઉપયોગી એપ્લિકેશન પર રજિસ્ટ્રેશન કરીને પોતાનું એકાઉન્ટ બનાવવું જોઈએ. જેથી કરીને તે મતદાન અંગેની અનેકવિધ સુવીધાઓ પોતાના આંગળીના ટેરવે મેળવી શકે અને લોકશાહી ના આ મહાપર્વમાં સહભાગી થઈ શકે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ