બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / An old man living in Paldi cheated a courier in the name of fast delivery

છેતરપિંડી / કુરિયરની ફાસ્ટ ડિલિવરી માટે રૂ. પાંચનું પેમેન્ટ કર્યું અને વૃદ્ધના 17.84 લાખ ઊપડી ગયા, અમદાવાદ 'આંખ ઉઘાડતો' કિસ્સો

Kishor

Last Updated: 12:21 AM, 5 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં કુરિયરની ફાસ્ટ ડિલિવરી માટે રૂ. પાંચનું પેમેન્ટ કર્યા બાદ લાખોની રકમ ઉપડી ગઈ હોવાનો કિસ્સો સામે આવ્યો છે,

  • અમદાવાદનો 'આંખ ઉઘાડતો' કિસ્સો
  • કુરિયરની ફાસ્ટ ડિલિવરી માટે રૂ. પાંચનું પેમેન્ટ કર્યું અને વૃદ્ધના 17.84 લાખ ઊપડી ગયા,
  • કસ્ટમર કેર નંબર દ્વારા છેતરપિંડી

આજકાલ છેતરપિંડી કરનારા લોકો ગ્રાહકોને ખોટા કસ્ટમર કેર નંબર અને હેલ્પલાઇન નંબરના આધારે વધારે છેતરવાની કોશિશ કરતા હોય છે. આજના સમયમાં ઘણા લોકો ક્રેડિટકાર્ડ, ડેબિટકાર્ડ અને નેટ બેન્કિંગમાં કંઇ પણ સમસ્યા ઊભી થાય કે તરત ઇન્ટરનેટના આધારે કસ્ટમર કેર નંબર અથવા તો હેલ્પલાઇન નંબર સર્ચ કરીને તેના પર કોલ કરતા હોય છે, પરંતુ ઘણી વખત લોકોને એ નથી ખબર હોતી કે આખરે શું આ નંબર સાચો છે કે પછી ખોટો, કારણ કે છેતરપિંડી કરનારા લોકો ખોટા નંબરો ઓનલાઇન અપલોડ કરતા હોય છે, જેને લોકો સાચો નંબર માની લે છે, જેથી આ નંબર પર કોલ કરવા પર તે લોકો તમારી બેન્કિંગ ડિટેલ્સ (માહિતી) એકત્ર કરીને તમારું બેન્ક એકાઉન્ટ ખાલી કરી દે છે.

સાયબર ચોરોએ અનેક કુરિયર કંપનીઓની આબેહૂબ વેબસાઈટ તૈયાર કરી
 મોટા ભાગના લોકો પત્ર, દસ્તાવેજો અને વસ્તુ મોકલવા માટે હવે કુરિયર કંપની પર આધાર રાખતા થઈ ગયા છે. કુરિયર કંપનીઓ હવે ઘરેથી પાર્સલ લઈ જઈને પહોંચાડવાની સુવિધા ઉપલબ્ધ કરવા લાગી છે. આથી અનેક જણ આવી કંપનીઓ શોધવા માટે ઈન્ટરનેટનો ઉપયોગ કરતા હોય છે. સાયબર ચોરોએ અનેક કુરિયર કંપનીઓની આબેહૂબ વેબસાઈટ તૈયાર કરી છે અને તેના આધારે મોટા પ્રમાણમાં નાગરિકોને છેતરવામાં આવી રહ્યા છે. પાલડીમાં રહેતા વૃદ્ધે કુરિયરની ફાસ્ટ ડિલિવરી માટે પાંચ રૂપિયા ગઠિયાએ આપેલી લિંક ટ્રાન્સફર કરતાં જ ખાતામાંથી ૧૭.૮૪ લાખ ઉપડી ગયા હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

સાયબર ક્રાઇમની ફરિયાદ નોંધાવતા પહેલા છૂટી જશે પસીનોઃ અમદાવાદના યુવકને થયો  કડવો અનુભવ | cyber crime compline ahmedabad police


પાલડીના સિદ્ધચક્ર એપાર્ટમેન્ટમાં રહેતા ૬૯ વર્ષીય મયૂર દવેએ ઠગાઈની ફરિયાદ કરી છે. મયૂર ઘરેથી વીમા એજન્ટ તરીકે કામ કરે છે. મયૂરભાઈને સાબરકાંઠા ખાતે શ્રીમદ જેસિંગબાપા હોસ્પિટલમાંથી મોતિયાના ઓપરેશન માટે લેન્સનો ઓર્ડર મળ્યો હતો, જેથી તારીખ રપ-૦૩-ર૦ર૩ના રોજ મુંબઈ ખાતે રહેતા રાજેશ દવે, જે હોલસેલના ડિ‌િસ્ટ્રબ્યૂટર છે. મયૂરભાઈએ લેન્સનો ઓર્ડર રાજેશભાઈને આપ્યો હતો. રાજેશભાઈએ મયૂરભાઈને કહ્યું હતું કે લેન્સનો ઓર્ડર ચેન્નઇ આપ્યો હતો. ત્યાંથી ઇડર ખાતે આંખોના મોતિયાના લેન્સ ટ્રેકકોન કુરિયર દ્વારા મોકલી આપીશું. રાજેશભાઈએ કુરિયરની માહિતી પણ મયૂરભાઈને આપી દીધી હતી, પરંતુ બે દિવસ થઇ ગયા હોવા છતાં કુરિયર મળ્યું ન હતું.

ગઠિયાએ પોતાનું નામ રાહુલ  જણાવ્યું 
આથી તારીખ ર૭-૦૩-ર૦ર૩ના રોજ ગૂગલ પરથી કુરિયર સર્વિસનો નંબર સર્ચ કરતા હતા તે દરમિયાન એક નંબર મળ્યો હતો. મયૂરભાઈએ આ નંબર પર ફોન કર્યો હતો. ફોન ઉપાડનાર ગઠિયાએ પોતાનું નામ રાહુલ હોવાનું જણાવ્યું હતું. મયૂરભાઈએ રાહુલ સાથે કુરિયર વિશે વાતચીત કરી હતી. રાહુલે મયૂરભાઈને કહ્યું હતું કે ફાસ્ટ ડિલિવરી માટે પાંચ રૂપિયાનું ઓનલાઇન પેમેન્ટ કરવું પડશે. આથી મયૂરભાઈએ રાહુલની વાત પર વિશ્વાસ કરી દીધો હતો.

લિંક ઓપન કરી પાંચ રૂપિયા ઓનલાઇન ટ્રાન્સફર કર્યા 
રાહુલે મયૂરભાઈના વોટ્સએપમાં એક લિંક મોકલી આપી હતી. આ લિંક ઓપન કરી પાંચ રૂપિયા ઓનલાઇન ટ્રાન્સફર કર્યા હતા. મયૂરભાઈએ રાહુલને કુરિયરની તમામ માહિતી આપી દીધી હતી. બીજા દિવસે મયૂરભાઈના મોબાઈલ પર ખાતામાંથી ડેબિટ થયાનાે મેસેજ આવ્યો હતો. . મયૂરભાઈના ખાતામાંથી ગઠિયાએ કુલ ૧૭.૮૪ લાખ રૂપિયા સેરવી લીધા હતા. મયૂરભાઈ તરત આ અંગે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં પહોંચી ગયા હતા. જ્યાં તેમણે રાહુલ શર્મા નામના ગઠિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદ ના આધારે તપાસ શરૂ કરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ