બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / An ASI jawan fought till his last breath to nab the culprit

શંભૂને સલામ / ગુનેગારને પકડવા છેલ્લા શ્વાસ સુધી લડ્યો ASI જવાન: ચાકુથી હુમલો થતો રહ્યો અને લોકો જોતાં રહ્યા

Priyakant

Last Updated: 02:11 PM, 11 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક બદમાશને પકડવા ગયેલ ASI પર આરોપીએ ચાકુથી ઉપરાછાપરી હુમલો કર્યો, ચાર દિવસ બાદ ગંભીર રીતે ઇજાગ્રસ્ત જવાનનું નિધન

  • દિલ્હીના ASI શંભુ દયાલે ફરજ માટે જીવ પણ ન્યોછાવર કરી દીધો
  • ગુનેગાર પકડવા છેલ્લા શ્વાસ સુધી લડ્યો ASI જવાન શંભુ દયાલ
  • દિલ્હી સરકાર પરિવારને એક કરોડ રૂપિયાની સન્માન રાશિ આપશે
  • ASI શંભુના હુમલાખોરને ફાંસી આપોની માંગ 

દિલ્હીના એ પોલીસ કર્મી કે, જેમને પોતાની ફરજ માટે જીવ પણ ન્યોછાવર કરી દીધો. વાત છે દિલ્હીના માયાપુરી વિસ્તારની કે જ્યાં એક બદમાશને પકડવા ગયેલ 57 ASI શંભુ દયાલ પર આરોપીએ ચાકુથી ના ઉપરાછાપરી હુમલો કર્યો હતો. જોકે ઘટનાના 4 દિવસ બાદ ગંભીર રીતે ઇજાગ્રસ્ત બનેલા શંભુ દયાલ નું 8 જાન્યુઆરીના રોજ નિધન થયું. તેમની અંતિમ યાત્રામાં દિલ્હી પોલીસના સીનીયર અધિકારીઓ જોડાયા હતા. આ તરફ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે તેમના સન્માનમાં અમે તેમના પરિવારને એક કરોડ રૂપિયાની સન્માન રાશિ આપવાનું કહ્યું છે. 

જાણો શું હતી સમગ્ર ઘટના? 
ઘણીવાર જો કંઈ ખોટું થાય તો પોલીસકર્મીઓ ચારે બાજુ સોફ્ટ ટાર્ગેટ બની જાય છે. પરંતુ પોલીસ પ્રશાસનમાં ASI શંભુ દયાલ (57) જેવા બહાદુર લોકો છે, જેઓ પોતાની ફરજ માટે પોતાનો જીવ પણ આપી દે છે. 4 જાન્યુઆરી સાંજે 4 વાગ્યાની આસપાસ માયાપુરી ફેઝ-1 ઝૂંપડપટ્ટીમાં રહેતી એક મહિલાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી કે, એક બદમાશ તેના પતિનો મોબાઈલ ફોન લૂંટી ગયો. આરોપીઓ ધમકી પણ આપતા હતા. ઘટનાની જાણ થતાં જ બાહોશ ASI શંભુ દયાલ તરત જ રેવાડી લાઇન પાસેની ઝૂંપડપટ્ટીમાં પહોંચી ગયા. તેઓએ અનીસ નામના આરોપીને પકડી લીધો. 

આરોપીએ કર્યો ચાકુથી હુમલો 
આ દરમ્યાન આરોપીને પોલીસ સ્ટેશન લઈ જતાં દરમ્યાન અનીસે રસ્તામાં ASI પર છરી વડે હુમલો કર્યો હતો. અનીસે છરી વડે એક ડઝન જેટલા હુમલા કર્યા હતા. આમ છતાં પણ માયાપુરીમાં તૈનાત ASI શંભુએ તેને બહાદુરીથી પકડી લીધો હતો. બદમાશના હુમલાથી લોહી વહેવા લાગ્યું પણ શંભુ દયાલે તેને બચવાની તક આપી નહીં. અનીસ દોડ્યો પણ લોહીથી લથબથ, એએસઆઈ શંભુ દયાલે અન્ય પોલીસકર્મીઓની મદદથી તેને પકડી લીધો. સારવાર દરમિયાન 8 જાન્યુઆરીની સવારે આ બહાદુર વ્યક્તિએ દુનિયાને અલવિદા કહી દીધું. 

અંતિમયાત્રામાં દિલ્હી પોલીસના સિનિયર અધિકારીઓ જોડાયા 
બહાદુર ASI શંભુ દયાલ ની અંતિમયાત્રા નીકળી ત્યારે દિલ્હી પોલીસ કમિશનર સંજય અરોરા, સ્પેશિયલ પોલીસ કમિશનર સાગર પ્રીત હુડ્ડા, જોઈન્ટ પોલીસ કમિશનર ચિન્મય બિસ્વાલ અને DCP ઘનશ્યામ બંસલે બિઅરને કાંધ આપી હતી. પોલીસકર્મીની બહાદુરીને સલામ કરતી વખતે જેણે પણ આ દ્રશ્ય જોયું તેની છાતી ગર્વથી ફૂલી ગઈ કે આપણી પોલીસ પાસે આવા બહાદુર જવાનો છે.

શંભુ દયાલ કોન્સ્ટેબલ તરીકે થયા હતા ભરતી 
બહાદુર ASI શંભુ દયાલ મૂળ રાજસ્થાનના સીકર જિલ્લાના હતા. તેઓ 5 ફેબ્રુઆરી 1993ના રોજ દિલ્હી પોલીસમાં કોન્સ્ટેબલ તરીકે ભરતી થયા હતા. તેમની 30 વર્ષની સેવા દરમિયાન તેમણે વિવિધ પોર્ટફોલિયો સંભાળ્યા હતા. તેમના પરિવારમાં પત્ની સંજના, બે પુત્રી અને એક પુત્ર છે. આ પરિવાર વિજય એન્કલેવ વિસ્તારમાં રહે છે.

ASI પર હુમલાનો વિડીયો પણ થયો વાયરલ 
આરોપી અનીસે ASI શંભુ દયાલ પર છરી વડે અનેક વાર કર્યા હતા. જ્યારે તેનો વીડિયો સોશિયલ મીડિયા પર આવ્યો તો લોકો અંદરથી હચમચી ગયા. આમાં જોવા મળે છે કે, ASIતે બદમાશને લાવી રહ્યા છે, ત્યારે જ તે કોઈ વાતને લઈને અટકે છે અને પાછળ કોઈની સાથે વાત કરતા જોવા મળે છે. બસ આ એક તક મળતાં જ આરોપી અનીસ ચાકુ કાઢી લે છે અને પાછળથી તેમના પર હુમલો કરે છે. શંભુ દયાલ અનીસનો સામનો કરે છે અને ઝપાઝપી થાય છે ત્યારે તેઓ જમીન પર પડી જાય છે. આમ છતાં પણ હુમલાખોર હુમલા કરતો રહે છે. ગંભીર રીતે ઘાયલ થયા બાદ પણ તે બદમાશ ASIની ચુંગાલમાંથી છટકી શક્યો નહોતો.

2-4 લોકો વચ્ચે પડ્યા હોય તો કદાચ.... . 
ચોંકાવનારી વાત તો એ છે કે, છરી વડે હુમલો કરનાર હુમલાખોરને જોઈને આસપાસ એકઠા થયેલા 20-25થી વધુ લોકોનું ટોળું કંઈ કરી શક્યું ન હતું. કોઈ યુવાન હિંમત બતાવતો નથી. કદાચ 2-4 લોકોએ મળીને હુમલાખોરને પકડવાનો પ્રયાસ કર્યો હોત તો ASI શંભુ દયાલ નો જીવ બચી શક્યો હોત. આરોપીએ છરી બતાવતા કોઈને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ સાંભળીને લોકો ડરી ગયા. જોકે તેણે રોકીને ભાગવાનો પ્રયાસ કરતાં જ લોકોએ તેનો પીછો કર્યો હતો.  

અરવિંદ કેજરીવાલે શું કહ્યું ? 
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ અને સામાન્ય નાગરિકો પણ શંભુ દયાલ ની શહાદતને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. કેજરીવાલે લખ્યું, 'જનતાની રક્ષા કરતી વખતે ASI શંભુજીએ પોતાના જીવની પણ પરવા કરી નહીં. તે શહીદ થયા અમને તેના પર ગર્વ છે. તેમના જીવનની કોઈ કિંમત નથી, પરંતુ તેમના સન્માનમાં અમે તેમના પરિવારને એક કરોડ રૂપિયાની સન્માન રાશિ આપીશું.  
 
ASI શંભુના હુમલાખોરને ફાંસી આપોની માંગ 
પશ્ચિમ દિલ્હીના ડીસીપી ઘનશ્યામ બંસલનું કહેવું છે કે, આરોપી અનીસને ફાંસી અપાવવાનો પ્રયાસ કરવામાં આવશે. દિલ્હી પોલીસ તેના બહાદુર જવાન શંભુ દયાલ ના પરિવારજનોને મદદ કરશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, પરિવારના કોઈ સભ્યને નોકરી પણ આપી શકાય છે. આવા બહાદુર પોલીસકર્મીની શહાદત પર દિલ્હી જ નહીં, આખો દેશ નમન કરે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ