બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

logo

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર

logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / Amit Shah will hold a road show regarding the Lok Sabha elections

લોકસભા ચૂંટણી 2024 / આજે વિજય શંખનાદ સાથે અમિત શાહ કરશે 14 કિમીનો ભવ્ય રોડ-શૉ, સંબોધશે જાહેર સભા

Priyakant

Last Updated: 08:26 AM, 18 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Lok Sabha Election 2024 Latest News : સવારે સાણંદ અને કલોલમાં રોડ-શૉનું આયોજન છે તો સાંજે 4 વાગ્યા બાદ અમદાવાદમાં અમિત શાહ રોડ-શૉ કરશે, સાંજે અમિત શાહ વેજલપુરમાં જાહેરસભાને પણ સંબોધશે

Lok Sabha Election 2024 : લોકસભા ચૂંટણી માટે ઉમેદવારો પત્ર ભરવાના શરૂ થઈ ગયા છે. આ તરફ ગાંધીનગર લોકસભા સીટના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે એટલે કે 19 એપ્રિલના રોજ ઉમેદવારીપત્ર ભરવાના છે. જોકે ઉમેદવારી પત્ર ભરતાં પહેલા આજે અમિત શાહ ગાંધીનગર લોકસભા વિસ્તારમા રોડ-શૉ કરશે. વિગતો મુજબ આજે સવારે સાણંદ અને કલોલમાં રોડ-શૉનું આયોજન છે તો સાંજે 4 વાગ્યા બાદ અમદાવાદમાં અમિત શાહ રોડ-શૉ કરશે. આ સાથે સાંજે અમિત શાહ વેજલપુરમાં જાહેરસભાને પણ સંબોધશે. 

ગાંધીનગર લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર અમિત શાહનું આજે શક્તિ પ્રદર્શન યોજાનાર છે. આજે વિજય શંખનાદ સાથે અમિત શાહ 14 કિલોમીટરનો ભવ્ય રોડ-શૉ કરશે. આ અંતર્ગત બુથ સ્તરથી સોસાયટીઓ સુધી પ્રચાર કરવામાં આવશે. વિગતો મુજબ સાણંદથી કલોલ સુધી બપોર પહેલાં રોડ-શૉ નું આયોજન છે તો બપોર બાદ અમદાવાદના રાણીપથી રોડ-શૉ શરૂ થશે. જેમાં સાબરમતી, ઘાટલોડિયા, નારણપુરા અને વેજલપુરમાં રોડ-શૉના સમાપન બાદ કેન્દ્રીય ગૃહમંત્રી સભાને સંબોધન કરશે. 

સાણંદ રોડ-શૉ રૂટ

  • સાણંદના ઘોડા ગાડી રિક્ષા સ્ટેન્ડ (APMC સર્કલ)
  • સાણંદ તાલુકા પંચાયત કચેરી
  • ડો. બાબાસાહેબ આંબેડકર પ્રતિમા
  • સાણંદ બસ સ્ટેન્ડ
  • સાણંદ-નળ સરોવર ચોકડી- સમાપન

કલોલ રોડ-શૉ રૂટ

  • જે.પી. ગેટ (કલોલ શહેર)
  • ડો. બાબાસાહેબ આંબેડકર પ્રતિમા
  • ભવાની નગર ચાલી
  • ખુની બંગલા તળાવ રોડ
  • ટાવર ચોક- સમાપન

સાબરમતી રોડ-શૉ રૂટ

  • સરદાર પટેલ ચોક
  • વિજય રામી સર્કલ
  • શ્રી વિનું માંકડ મ્યુનિસિપલ સ્વિમિંગ પુલ
  • શ્રી રામેશ્વર મહાદેવ મંદિર
  • શાંતારામ કોમ્યુનિટી હોલ
  • ચાંદલોડિયા રોડ- સમાપન

ઘાટલોડિયા રોડ-શૉ રૂટ

  • ચાંદલોડિયા રોડ-ઉમિયા હોલ જંક્શન
  • અમૂલ ઔડા ગાર્ડન ચોક
  • પ્રભાત ચોક
  • વીર મહારાણા પ્રતાપની પ્રતિમા
  • ગૌરવ પથ
  • રન્ના પાર્ક, નિર્ણયનગર- સમાપન

નારણપુરા રોડ-શૉ રૂટ

  • રન્ના પાર્ક
  • ચાય વાલે
  • પટેલ ડેરી
  • એ. ઇ. સી. બ્રિજ
  • સહજાનંદ એવન્યુ
  • સોલાર ફ્લેટ
  • જયદીપ હોસ્પિટલ
  • લોયલા સ્કુલ
  • ક્રિષ્ના ડેરી- સમાપન

વધુ વાંચો : અમદાવાદમાં આવેલા છે આમલીવાળી માતાજી, નાગણી સ્વરૂપે આપતા દર્શન, મહિમા 100 વર્ષ જૂનો

વેજલપુર રોડ-શૉ રૂટ

  • જીવરાજ પાર્ક
  • તુલસી વન કો. ઓપ. હાઉસિંગ સોસાયટી
  • વેજલપુર લાયબ્રેરી અને જીમનેશિયમ
  • કોર્પોરેશન વોર્ડ ઓફિસ પાસે, વેજલપુર- સમાપન અને જાહેરસભા

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ