બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મેં કીધું હતું ને કે હું જલ્દી આવીશ અને આવી ગયો: કેજરીવાલ

logo

આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ, કેદારનાથ ધામ બાદ ગંગોત્રી અને યમનોત્રી ધામના કપાટ ખુલ્યા

logo

કેજરીવાલને સુપ્રીમ કોર્ટની રાહત, મળ્યા વચગાળાના જામીન

logo

અંબાલાલ પટેલની ચોમાસાને લઈ મોટી આગાહી, આંધી અને તોફાન સાથે રાજ્યમાં થશે વરસાદનું આગમન

logo

ઇફકોના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે યોજાઇ ચૂંટણી, દિલીપ સંઘાણી ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા, વાઈસ ચેરમેન તરીકે બલવિંદર સિંહ ચૂંટાયા

logo

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણ રાજ્યોમાં કરશે ચૂંટણી પ્રચાર

logo

અરવિંદ કેજરીવાલના જામીન પર સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપી શકે

logo

અક્ષય તૃતીયાના અવસરે આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ થયો, કેદારનાથ ધામના કપાટ સવારે 7.10 કલાકે ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા

logo

IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર

logo

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી

VTV / ચૂંટણી 2019 / amit shah nirmala sitharaman modi cabinet gdp growth rate unemployment rate jammu kashmir

પડકાર / પદ સંભાળતાની સાથે જ અમિત શાહ અને નિર્મલા સીતારમણ માટે આવ્યાં માઠા સમાચાર

vtvAdmin

Last Updated: 03:58 PM, 1 June 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નરેન્દ્ર મોદીએ બીજી વખત પ્રધાનમંત્રી પદનો પદભાર સંભાળી લીધો છે. આ સાથે જ મોદી કેબિનેટમાં અમિત શાહને ગૃહમંત્રી અને નિર્મલા સીતારમણને નાણામંત્રીની જવાબદારી સોંપાઇ છે. નિર્મલા સીતારમણે શુક્રવારે પોતાના મંત્રાલયનો પદભાર સંભાળી લીધો, પરંતુ અમિત શાહ ઔપચારિકરીતે ગૃહમંત્રી પદ સંભાળશે. આ વચ્ચે મોદી સરકારના આ બન્ને મંત્રીઓ માટે માઠા સમાચાર આવ્યા છે.

સૌપ્રથમ જો નવા ગૃહમંત્રી અમિત શાહની વાત કરવામાં આવે તો તેમને ગૃહ મંત્રાલય આપવાનું એલાન થયું કે જમ્મૂ કાશ્મીરમાં સેના અને આતંકવાદીઓ વચ્ચે અથડામણની ખબર સામે આવવા લાગી. જમ્મૂ કાશ્મીરના ત્રાલમાં શુક્રવારે આતંકવાદી હુમલો થયો છે. અહીં સીઆરપીએફની 180 બટાલિયનના કેમ્પની પાસે આતંકવાદીઓએ ફાયરિંગ કર્યું, જેમાં 2 આતંકવાદીઓ ઠાર મરાયા છે. 

શુક્રવારે જ જમ્મૂ કાશ્મીરના કિશ્તવાડમાં આતંકવાદીઓ અને સેના વચ્ચે અથડામણ થઇ. આ અથડામણમાં ત્રણ આતંકવાદીઓ ઠાર મરાયા જ્યારે બે પોલીસકર્મી પણ ઇજાગ્રસ્ત થયા. આ સિવાય જમ્મૂ કાશ્મીરના શોપિયા જિલ્લામાં પણ શુક્રવારે સેના અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઇ.

જીડીપી વિકાસ દર અને બેરોજગારી દરના આંકડા
બીજી તરફ નાણા મંત્રાલયનો પદભાર સંભાળનારા નિર્મલા સીતારમણની સામે પણ પહેલા જ દિવસે પડકાર સામે આવ્યા. શુક્રવારે જીડીપી વિકાસ દર અને બેરોજગારી દરના આંકડા સામે આવ્યા. બન્ને આંકડા નિરાશાજનક રહ્યા. નાણા વર્ષ 2018-19ની ચોથી ત્રિમાસિકમાં દેશમાં જીડીપીના વિકાસ દર ગત વર્ષ સમાન આંકડાથી ઘટીને 5.8 ટકા રહી ગયું છે. નાણા વર્ષ 2017-18 ચોથી ત્રિમાસિકમાં દેશની જીડીપી વિકાસ દર 7.7 ટકા હતી.

કેન્દ્રીય આંકડા કાર્યાલય દ્વારા શુક્રવારે રજૂ થયેલ આંકડાઓ અનુસાર નાણા વર્ષ 2018-19માં દેશની જીડીપી વિકાસ દર 6.8 ટકા રહ્યો, જે જીડીપી વિકાસ દર ગત પાંચ વર્ષ સૌથી નિચલા સ્તરે છે. ત્યારે પીએલએફએસ સર્વેના રિપોર્ટ અનુસાર, દેશમાં બેરોજગારી દર વધ્યો છે. આ વધીને 6.1 ટકા થઇ ગઇ છે.

જોકે હવે આવનાર દિવસોમાં બન્ને મંત્રી પોતાના ક્ષેત્રના પડકારોનો કેવી રીતે સામનો કરે છે, આના પર દેશની નજર બનેલી રહેશે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ