બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / ગુજરાત / અમદાવાદ / America To Search For 400 Of Its Soldiers In Gujarat Who Went Missing During Second World War

શોધખોળ / બીજા વિશ્વયુદ્ધમાં બની હતી એવી ઘટના જેને લઈને હવે ગુજરાતમાં અમેરિકા ચલાવશે આ અભિયાન

Kiran

Last Updated: 02:42 PM, 31 May 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બીજા વિશ્વ યુદ્ધને અત્યારે 80 વર્ષ કરતા વધું સમય થઈ ગયો છે, ત્યારે હવે અમેરીકાએ પોતાના ગુમ થયેલા 400 સૈનિકોના અવશેષ શોધવાની કાર્યવાહી હાથ ધરી છે.

  • બીજા વિશ્વ યુદ્ધમાં ગુમ થયેલા 400 સૈનિકોને ગુજરાતમાં શોધશે અમેરિકા
  • અમેરિકાએ રાષ્ટ્રીય ફોરેંન્સિક વિજ્ઞાન વિશ્વ વિદ્યાલય સાથે કરાર કર્યો  
  • બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન ભારતમાં અમેરિકાના 400 સૈનિકો ગુમ થયા હતા

બીજા વિશ્વ યુદ્ધને અત્યારે 80 વર્ષ કરતા વધું સમય થઈ ગયો છે, ત્યારે હવે અમેરીકાએ પોતાના ગુમ થયેલા 400 સૈનિકોના અવશેષ શોધવાની કાર્યવાહી હાથ ધરી છે. 1939 to 1945 બીજુ વિશ્વ યુદ્ધ થયું જેમાં અમેરિકાના 400થી વધુ સૈનિકો ગુજરાતમાં ગુમ થયા હતા  

ગાંધીનગરમાં રાષ્ટ્રીય ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી સાથે કરાર 

અમેરિકાના રક્ષા વિભાગે બીજા વિશ્વ યુદ્ધમાં ગુમ થયેલા પોતાના 400થી વધુ સૈનિકોના અવશેષો શોધવા માટે પ્રયાસ હાથ ધર્યો છે જે માટે અમેરિકાએ ગાંધીનગર સ્થિત રાષ્ટ્રીય ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી (NFSU)ની સાથે કરાર કર્યો છે. અમેરિકામાં NFSUના નિષ્ણાંત અને રક્ષાવિભાગ હેઠળ કામ કરનાર અન્ય એક  સંગઠન DPAAને મદદ કરશે. જો વાત કરવામાં આવે તો DPAA અમેરિકાનું એવું એક સંગઠન છે જે બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન ગુમ થયેલા લાખો સૈનિકોની માહિતી રાખે છે, યુદ્ધમાં બંધી બનાવવામાં આવેલા કે યુદ્ધમાં ખોલાયેલા લોકોનાની સંપૂર્ણ માહિતી આ સંગઠન પાસે હોય છે.

અમેરિકાના 400થી વધુ સૈનિકોના અવશેષો પરત લવાશે

NFSUમાં રક્ષા વિભાગ હેઠળ કામ કરનાર DPAA ના મિશન પ્રોજેક્ટ મેનેજર ડૉ. ગાર્ગી જાનીએ જણાવ્યું છે કે અમેરિકાના ગુમ થયેલા સૈનિકોના અવશેષો શોધવામાં જેટલી પણ મદદની આવશ્યકતા હશે તે તમામ મદદ કરવામાં આવશે. ડૉ. ગાર્ગીએ વધુમાં જણાવ્યું કે આ પ્રોજેક્ટ સાથે સંકળાયેલ ટીમ અને એજન્સીઓ બીજા વિશ્વ યુદ્ધ, કોરિયા યુદ્ધ, વિયતનામ યુદ્ધ, શીત યુદ્ધ, ઈરાક અને ફારસના ખાડી યુદ્ધોમાં તેમજ અગાઉ જે પણ સંઘર્ષો થયા છે અને આ સંઘર્ષ દરમિયાન જે સૈનિકોના મોત થયા છે તે તમામના અવશેષોની શોધખોળ લગાવીને તેને ઓળખવામાં આવશે અને તેને અમેરિકામાં પાછા લાવાવનો પ્રયોત્ન કરવામાં આવશે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ