AMC to buy 16 lakh new cars for railways,The budget for the road is not for the car
બે'કાર' /
લ્યો બોલો: AMC પાસે રસ્તા રિપેર કરવા બજેટ નથી, પણ કાર ખરીદીના છે, મામલો બિચકતા કરી સ્પષ્ટતા
Team VTV10:40 PM, 09 Dec 21
| Updated: 11:15 PM, 09 Dec 21
કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીમાં 16 લાખની કારની ખરીદી માટે મંજૂરી અપાઈ તો સવાલ એક જ કાલે કોર્ટમાં બજેટના ગાણા કેમ ગાયા
AMC ખરીદશે 16 લાખની નવી કાર
કારની ખરીદી મામલે સર્જાયો વિવાદ
વિકાસ માટે નાણાનો અભાવ, ફરવા માટે નહીં
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પોતાની ખરીદીઓને લઈને હંમેશા નવા નવા વિવાદોમાં રહે છે. ત્યારે ફરી એકવાર AMC ખરીદી મામલે વિવાદમાં આવી છે.16 લાખની કાર ખરીદવા મામલે વિવાદ સર્જાયો છે. એક બાજુ AMC રોડ-રસ્તા માટે બજેટ ન હોવાના ગાણા ગાઈ રહી છે.ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીમાં 16 લાખની કાર ખરીદવા માટે મંજૂરી આપવામાં આવી છે.અને આ કાર રેલવે સુપરવાઈઝરને આપવાની છે. જેને લઈને વિવાદ વકર્યો છે.
હિતેશ બારોટે કર્યો લૂલો બચાવ
આ સમગ્ર મામલે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટે ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું કે, રેલવેએ AMC પાસેથી એક કરોડ રૂપિયા લેવાના બાકી નિકળે છે.જેમાંથી આ કાર ખરીદવામાં આવશે.અને આ કાર રેલવે અધિકારીઓ સુપરવિઝન માટે વાપરશે. આમ, એક કરોડ રૂપિયામાંથી આ કારના નાણા બાદ કરવામાં આવશે.
રસ્તા રિપેર કરવા, ઢોર હટાવવા માટે નથી બજેટઃ અમદાવાદ મનપા
ગઈ કાલે ગુજરાત હાઈકોર્ટમાં અમદાવાદ મહાનગરપાલિકાએ ચોંકાવનારો જવાબ આપ્યો છે. રસ્તા અને પશુ હટાવાને લઇ અમદાવાદ મનપાએ કહ્યું કે કોરોના બાદ રસ્તાની કામગીરી કે ઢોર હટાવવા માટે અમારી પાસે બજેટ નથી. ત્યારે આજે ગાડીઓ માટે રૂપિયાની ફાળવણી કરતાં ફરી એક વખત અમદાવાદ મનપાની મંછા પર સવાલ ઉઠી રહ્યા છે. જો કે રેલવેએ AMC પાસેથી લેણું નીકળે છે જેથી કાર ખરીદીની રકમ તેમાંથી બાદ કરવામા આવશે.
કાગળ ઉપર નહીં રસ્તા ઉપર કામ બતાવોઃ ગુજરાત હાઈકોર્ટ
ગુજરાત હાઇકોર્ટે અમદાવાદ મનપાની ઝાટકણી કાઢતા કહ્યું કે કાગળ ઉપર નહીં રસ્તા ઉપર કામ બતાવો. તૂટેલા રોડથી જનતા પીડાય છે. રખડતા પશુઓ હજુ પણ રસ્તા પર જોવા મળે છે. જ્યારે તમારી કામગીરી માત્ર સોગંદનામામાં જ નજરે પડે છે. AMC દ્વારા રજૂ કરવામાં આવેલા સોગંધનામાથી અનેક સવાલ થઈ રહ્યા છે. અમદાવાદમાં રોડ રસ્તા અને ઢોરની પરેશાનીના કારણે જનતા પરેશાન છે. અત્યાર સુધીમાં તંત્ર દ્વારા કાગળ પર દાવા કરવામાં આવતા હતા. ત્યારે હવે AMCના જવાબથી અનેક સવાલ થઈ રહ્યા છે.