બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મેં કીધું હતું ને કે હું જલ્દી આવીશ અને આવી ગયો: કેજરીવાલ

logo

આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ, કેદારનાથ ધામ બાદ ગંગોત્રી અને યમનોત્રી ધામના કપાટ ખુલ્યા

logo

કેજરીવાલને સુપ્રીમ કોર્ટની રાહત, મળ્યા વચગાળાના જામીન

logo

અંબાલાલ પટેલની ચોમાસાને લઈ મોટી આગાહી, આંધી અને તોફાન સાથે રાજ્યમાં થશે વરસાદનું આગમન

logo

ઇફકોના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે યોજાઇ ચૂંટણી, દિલીપ સંઘાણી ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા, વાઈસ ચેરમેન તરીકે બલવિંદર સિંહ ચૂંટાયા

logo

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણ રાજ્યોમાં કરશે ચૂંટણી પ્રચાર

logo

અરવિંદ કેજરીવાલના જામીન પર સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપી શકે

logo

અક્ષય તૃતીયાના અવસરે આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ થયો, કેદારનાથ ધામના કપાટ સવારે 7.10 કલાકે ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા

logo

IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર

logo

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી

VTV / ગુજરાત / અમદાવાદ / AMC spends Rs 750 crore on SVP But the POP gaps are falling

અમદાવાદ / SVP પાછળ AMCનો 750 કરોડનો ખર્ચો પણ પીઓપીના ગાબડાં પડે છે

Hiren

Last Updated: 03:15 PM, 6 August 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હજુ છ મહિના પહેલાં ૧૮ જાન્યુ. ર૦૧૯ના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે રૂ.૭પ૦ કરોડના ખર્ચે બનાવાયેલી એસવીપી હોસ્પિટલના વોર્ડની-પીઓપીની છત આ ઓગસ્ટ માસના પ્રારંભે તૂટી પડી હતી. અહીં આવેલા યુટિલિટી બિલ્ડિંગમાં એક ડોકટરની ઓફિસની પીઓપીની છત ગઇ કાલે બપોરે તૂટી પડતા ઇજનેર વિભાગમાં દોડધામ મચી ગઇ હતી.

એસવીપી હોસ્પિટલના બી-ર વોર્ડમાં ર ઓગસ્ટે પીઓપીની છત તૂટી પડ્યાની ઘટનાને હોસ્પિટલના સત્તાધીશોએ સામાન્ય ગણાવી હતી. એસવીપી હોસ્પિટલના સીઇઓ રમ્ય ભટ્ટે માત્ર એક ટાઇલ્સ નમી ગઇ હોવાનો દાવો કર્યો હતો. જોકે વિપક્ષ કોંગ્રેસે જાન્યુઆરીમાં લોકાર્પણ થયેલી એસવીપી હોસ્પિટલમાં ઉતાવળે કામ કરાવતા મોટું કૌભાંડ થયું હોઇ તેની રાજ્ય સરકારના તકેદારી આયોગ દ્વારા તપાસ કરાવવાની માગણી કરાઇ હતી. 

હવે એસવીપી હોસ્પિટલની પાછળ આવેલી બે માળની યુટિલિટી હોસ્પિટલના પહેલા માળે એક ડોકટરની ઓફિસની પીઓપી છતના પોપડા ગઇ કાલે બપોરે એકથી બે વચ્ચે અચાનક ખરી પડતાં વહીવટી અધિકારીઓમાં દોડધામ મચી ગઇ હતી. આ યુટિલિટી ઓફિસ બિલ્ડિંગમાં વહીવટી અધિકારીઓ, સીસીટીવી કંટ્રોલ રૂમ, સિક્યોરિટી, ફાયર કંટ્રોલ, વોટર ઓપરેશન જેવા એસવીપી હોસ્પિટલના સંચાલન કરતા વિભાગોની ઓફિસ છે. 

જાણકાર સૂત્રો કહે છે, યુટિલિટી બિલ્ડિંગના પહેલા માળે પ્રવેશ કરતાં વહીવટી અધિકારીઓની ઓફિસ આવેલ છે. આ ઓફિસોની સંલગ્ન એક ડોકટરની ઓફિસ છે જ્યાં ગઇકાલે બપોરે અચાનક પીઓપીની છત ખરી પડતાં ખળભળાટ મચી ગયો હતો. જોકે આ મામલે એસવીપી હોસ્પિટલના સીઇઓ રમ્ય ભટ્ટ સહિતના એક પણ વહીવટી અધિકારીનો સંપર્ક થઇ શકતો નથી.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ