બ્રેકિંગ ન્યુઝ

logo
logo

શક્તિસિંહ ગોહિલે બુથમાં ઉપસ્થિત ભાજપ કાર્યકરને લઇ ઉઠાવ્યો વાંધો

logo

ગુજરાતમાં 11 વાગ્યા સુધીમાં 24.35 ટકા મતદાન

logo

મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિહનું મોટું એલાન, કહ્યું 'આ મારી છેલ્લી ચૂંટણી હશે..'

logo

AAPના ચૈતર વસાવાએ મતદાન કર્યું

logo

અખિલેશ યાદવે કહ્યું,'ભાજપે લોકોને પરેશાન કરવા જાણીજોઈને ઉનાળામાં મતદાન ગોઠવ્યું!'

logo

વડાપ્રધાન મોદીની મધ્યપ્રદેશમાં જાહેર રેલી, કહ્યું 'આ તો ટ્રેલર છે,હજુ ઘણું બાકી છે..'

logo

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કર્ણાટકમાં કર્યું મતદાન

logo

ગુજરાતમાં અનેક જગ્યાઓ પર મતદાન મથકમાં મોબાઈલ લઈ જવાના પ્રતિબંધના ધજાગરા ઉડ્યા

logo

દેશમાં 9 વાગ્યા સુધી 10.57 ટકા મતદાન નોંધા7

logo

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પરિવાર સાથે કર્યું મતદાન

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / સુરત / Ambulance stuck filling water at Bhildi Hospital water seeps into Surat Civil Trauma Center

હોસ્પિટલ બીમાર / ભીલડી હોસ્પિટલમાં પાણી ભરાતા એમ્બ્યુલન્સ અટવાઈ, સુરત સિવિલના ટ્રોમા સેન્ટરમાં ઘુસ્યું પાણી

Kishor

Last Updated: 10:27 PM, 4 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ડીસાના ભીલડીની સરકારી હોસ્પિટલ અને સુરત સિવિલ હોસ્પિટલના પરિસરમાં પાણી ભરાઈ જતાં દર્દીઓ મુશ્કેલીમાં મુકાયા હતા.

  • વરસાદી પાણી હોસ્પિટલમાં ઘુસ્યા
  • ભીલડીની હોસ્પિટલ બહાર પાણી ભરાયા
  • પાણીને કારણે એમ્બ્યુલન્સ અટવાઈ

ડીસાના ભીલડીની સરકારી હોસ્પિટલના પટાંગણમાં વરસાદી પાણી ભરાઈ જતા હોવાથી દર્દીઓ અને મુલાકાતીઓ ભારે મુશ્કેલી ભોગવી રહ્યા છે. ભીલડીની હોસ્પિટલ બહાર પાણી ભરાયા હોવાથી પાણીને કારણે એમ્બ્યુલન્સ અટવાઈ હતી. તો બીજી બાજુ સુરતનુ સિવિલ હોસ્પિટલ પરિસર પણ તળાવમાં પરિવર્તિત થયું હતું. આમ દર્દીઓની સેવા કરતી હોસ્પિટલ જ બીમાર હોવાથી લોકોમાં હોસ્પિટલ તંત્ર સામે સવાલો ઊભા થયા છે.  

ભીલડીની હોસ્પિટલ બહાર પાણી ભરાયા
વરસાદમાં લોકોએ ડીસાના ભીલડીની સરકારી હોસ્પિટલમાં જવુ હોય તો સાથે બોટ પણ લઈ જવી પડે તેવી સ્થિતિ સર્જાઇ છે. કારણ કે હોસ્પિટલ આગળ પાણી ભરાઈ જવાને કારણે એમ્બ્યુલન્સ પણ પહોંચી શકતી નથી. જેથી દર્દીઓને ભારે હાંલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. એટલું જ નહી CHC સેન્ટર આગળ પાણી ભરાઈ જવાને કારણે દર્દીઓને હોસ્પિટલમાંથી સ્ટેચરમાં રોડ પર લાવવાની ફરજ પડી હતી. તો બીજી તરફ સુરતનુ સિવિલ પરિસર પણ તળાવમાં પરિવર્તીત થઈ ગયુ છે. વરસાદનુ પાણી હોસ્પિટલમાં ભરાઈ જતાં દર્દીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. જેમાં ટ્રોમા સેન્ટર સહિતની જગ્યાએ પાણી ભરાયુ હતુ. હોસ્પિટલમાં પાણી ભરાઈ જતાં શાસન-પ્રશાસનના લોકોને શરમમાં મુકાવા જેવી સ્થિતિનુ નિર્માણ થયુ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ