ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં વરસાદ તૂટી પડશે, આ તારીખ સુધી મુશળધાર, અંબાલાલ પટેલની આગાહી

વરસાદની આગાહી / દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં વરસાદ તૂટી પડશે, આ તારીખ સુધી મુશળધાર, અંબાલાલ પટેલની આગાહી

Last Updated: 12:16 PM, 20 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ambalal Patel Forecast Latest News : બંગાળના ઉપસાગરમાં થયેલ સિસ્ટમ ગુજરાત માં ભારે વરસાદ લાવશે, 24 જુલાઈ સુધીમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

ADVERTISEMENT

Ambalal Patel Forecast : રાજ્યમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. આ દરમિયાન ફરી એકવાર હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. વાસ્તવમાં વરસાદ અંગે આગાહી કરતાં અંબાલાલ પટેલે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે. અંબાલાલ પટેલે કહ્યું છે કે, બંગાળના ઉપસાગરમાં થયેલ સિસ્ટમ ગુજરાત માં ભારે વરસાદ લાવશે. આ સાથે 24 જુલાઈ સુધીમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે. બંગાળના ઉપસાગરમાં થયેલ સિસ્ટમને કારણે 24 જુલાઈ સુધીમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઇ છે. જેમાં ખાસ કરીને જુનાગઢ, પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં 7 ઇંચથી વધુ વરસાદની શક્યતા છે. આ સાથે જામનગરના ભાગોમાં પાંચ ઇંચ જેટલો વરસાદ પડવાની શક્યતા તો વળી ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા છે.

વધુ વાંચો : ગુજરાતના 122 તાલુકામાં મેઘરાજાની જમાવટ, સૌથી વધુ દ્વારકામાં, જુઓ તમારા વિસ્તારમાં કેટલો

અંબાલાલ પટેલે મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, પંચમહાલ, સાબરકાંઠા અને કચ્છના ભાગોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. 26 અને 30 જુલાઈના રોજ બંગાળના ઉપસાગર સિસ્ટમ બનશે જેના પગલે ગુજરાતમાં વરસાદ આવશે. અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, ઑગસ્ટ મહિનામાં રાજ્યના ભિન્ન-ભિન્ન ભાગોમાં વરસાદ ભારે વરસાદ પડી શકે છે. મહત્વનું છે કે, છેલ્લા બે દિવસથી મેઘરાજાએ સૌરાષ્ટ્રને જાણે બાનમાં લીધું હોય તેમ વરસાદ વરસી રહ્યો હોઇ જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે.

બધાજ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/ એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ambalal Patel Heavy Rain Ambalal Patel Forecast
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ