બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / AMA demand for international flight stop on corona virus new strain

ચેતવણી / કોરોનાના નવા સ્વરૂપ સામે સમયસર પગલાં લેવા જોઈએ, અમદાવાદના ડૉક્ટર્સની પણ ફ્લાઈટ્સ બંધ કરવાની માંગ

Gayatri

Last Updated: 02:14 PM, 21 December 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોનાની મહામારી સામે વિશ્વ લડી રહ્યું છે અને તેને નાથવા માટે વેક્સિન શોધી તેની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે ત્યારે હવે કોરોનાનો નવો સ્ટ્રેઈન સામે આવ્યો છે. ત્યારે અમદાવાદના તબીબોએ પણ આ અંગે ચેતવણી આપી છે.

  • કોરોનાનો નવો સ્ટ્રેઇન બની શકે ખતરનાક
  • અમદાવાદના ડોક્ટર્સે સરકારને ચેતવી 
  • ''સમયસર પગલા લેવા જરૂરી''

કોરોનાનો નવો સ્ટ્રેઇન ભારત માટે પણ ખતરો બની શકે છે. અમદાવાદના ડોક્ટર્સે સરકારને ચેતવણી આપી છે.

શું કહે છે ડોક્ટર્સ?

અમદાવાદ મેડિકલ એસોસિએશનના ડોક્ટર મોના દેસાઈએ ચેવણીના સ્વરે કહ્યું હતુ કે, ભારતમાં સમયસર પગલાં લેવાની જરૂર છે. આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ બંધ કરવી જોઇએ.  ડો.મોના દેસાઇએ વધુમાં જણાવ્યું હતુ કે, બ્રિટેનનો કોરોના સ્ટ્રેઇન અહીં પણ પગપેસારો કરી શકે છે. હજુ સુધી કોરોના સ્ટ્રેઇનના લક્ષણો સામે આવ્યા નથી જ્યારે હાલ આપણે વેક્સિન આપવાના ચરણમાં છીએ ત્યારે આ રીસ્ક લેવું ખોટું છે કારણ કે નવો કોરોના સ્ટ્રેઇન પર વેક્સિનની અસર કરે છે કે નહી તે પણ મોટો સવાલ છે. 

નવા સ્ટ્રેનથી નવી ચિંતા 

કોરોના વાયરસના કારણે વિશ્વમાં જ્યાં વેક્સિન આવવાના અહેવાલોથી થોડી રાહત મળવાના સંકેત મળ્યા છે ત્યારે બ્રિટનમાં કોરોના વાયરસનાં નવા સ્વરૂપના કારણે દુનિયાભરમાં ચિંતામાં વધારો થયો છે.  બ્રિટનમાં કોરોના વાયરસનો નવો સ્ટ્રેન VUI-202012/01 મળી આવ્યો છે અને આ સ્ટ્રેન પહેલાનાં સ્ટ્રેન કરતા વધારે સુપરસ્પ્રેડર હોવાનું માનવામાં આવે છે. કેટલાય દેશોએ યુકેથી આવતા ઉડાનો પર હવે રોક લગાવી દીધી છે જે બાદ ભારત પર પણ આ નિર્ણય લેવા માટે દબાણ વધી રહ્યું છે. 

કેટલાય દેશોએ લઇ લીધો નિર્ણય 

ફ્રાંસ, જર્મની, ઇટાલી, નેધરલેન્ડ, આયરલેન્ડ જેવા દેશોએ રવિવારે જ આ મુદ્દે મોટો નિર્ણય લઇ લીધો છે ત્યારે હવે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ ભારતમાં ફ્લાઈટ્સ બેન કરી દેવા માંગ કરી છે. નોંધનીય છે કે સાઉદી અરબમાં પણ એક સપ્તાહ માટે યુકેની ફ્લાઈટ્સ પર રોક છે, ગૃહમંત્રીએ કહ્યું કે જ્યાં સુધી કોરોના વાયરસના નવા સ્વરૂપ વિશે સંપૂર્ણ જાણકારી મળી ન જાય ત્યાં સુધી ફ્લાઈટ્સ પર રોક રહેશે. 

કેજરીવાલે ઉઠાવી માંગ 

અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરીને કહ્યું કે યુકેમાં કોરોના વાયરસનો નવો સ્ટ્રેન સામે આવ્યો છે જે પહેલા કરતા વધારે ખતરનાક છે. હું સરકારથી નિવેદન કરું છું કે તાત્કાલિક ધોરણે યુકેથી આવતી ઉડાનો પર રોક લગાવી દેવામાં આવે.  

કોંગ્રેસ નેતાએ પણ કહ્યું ફ્લાઈટ્સ પર લગાવો રોક 

કોંગ્રેસ નેતા પૃથ્વીરાજ ચવ્હાણે પણ કહ્યું કે સરકાર તાત્કાલિક બ્રિટન જતી અને બ્રિટનથી આવતી બધી જ ફ્લાઈટ્સ રોકી દેવી જોઈએ. જ્યાં સુધી કોરોના વાયરસના આ નવા સ્ટ્રેન વિશે જાણકારી ન મળી જાય ત્યાં સુધી રોક લગાવી દેવી જોઈએ. 

ભારત સરકાર પર વધી રહ્યું છે દબાણ 

સ્વાસ્થ્ય મંત્રાલયે પણ કોરોના વાયરસના નવા સ્ટ્રેન પર ચર્ચા માટે એક બેઠક બોલાવી હતી અને સૂત્રોનું માનવું છે કે આ બેઠકમાં ફ્લાઈટ્સ પર રોક મામલે ચર્ચા કરવામાં આવી છે. 

બ્રિટન વડાપ્રધન બનશે ભારતના મહેમાન 

નોંધનીય છે કે આવતા મહીને પ્રજાસત્તાક દિવસ નિમિત્તે બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોહ્ન્સન ભારતનાં મહેમાન બનવાના છે. ભારતના વડાપ્રધાને તેમને મુખ્ય અતિથી તરીકે આવવા માટે આમંત્રણ આપ્યું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ