બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Allegation of malpractice in Valsad's knowledge of gaps in nine constructed fly overbridges before inauguration

વધુ એક વિવાદ / વલસાડમાં ઉદ્ઘાટન પહેલા જ બ્રિજમાં ગાબડા! ગેરરીતિ છૂપાવવા કોન્ટ્રાક્ટર થયા દોડતા

Malay

Last Updated: 05:11 PM, 19 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Valsad News: વલસાડના સંજાણમાં નવ નિર્મિત ફ્લાય ઓવરબ્રિજમાં ઉદ્ઘાટન પહેલા જ ગાબડા પડતા ગેરરીતિનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. 70 કરોડથી વધુના ખર્ચે બનાવાયેલા ફ્લાય ઓવરના પોપડા ઉખડતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

 

  • સંજાણમાં નવનિર્મિત ફ્લાયઓવરમાં ગેરરીતિ
  • ઉદ્ઘાટન પહેલા જ બ્રિજમાં પડ્યા ગાબડા 
  • ગેરરીતિ છુપાવવા કોન્ટ્રાક્ટર એજન્સી લાગી કામે 

રાજ્યના વિવિધ વિસ્તારોમાં ચાલી રહેલા નવા બ્રિજના કામમાં વ્યાપક રીતે ગેરરીતિ આચરવામાં આવી હોવાના અનેક બનાવો સામે આવી રહ્યા છે. નવા બ્રિજના કામો વિવાદમાં સપડાઈ રહ્યા છે. ત્યારે વલસાડના ઉમરગામના સંજાણમાં બની રહેલો નવો રેલવે ઓવર બ્રિજ પણ વિવાદમાં સપડાયો છે. આ નવા બ્રિજનું કામ પૂર્ણ થવાના આરે છે. નવા પુલનું ઉદ્ઘાટન પણ બાકી છે. જોકે, ઉદ્ઘાટન પહેલા જ આ નવા બ્રિજમાં ગાબડા પડવાની શરૂઆત થતાં જ બ્રિજના કામમાં વ્યાપક ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. ત્યારે એજન્સીએ હાલ બ્રિજને થીગડા મારવાનું શરુ કર્યું છે. જોકે, સ્થાનિક લોકો આ બાબતે સંપૂર્ણ નિષ્પક્ષ તપાસની માંગ કરી રહ્યા છે. 

બ્રિજના કામમાં મોટો ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપો
બિપોરજોય વાવાઝોડાની બોલબાલા વચ્ચે વલસાડના સંજાણમાં 70 કરોડથી વધુના ખર્ચે બની રહેલા નવા રેલવે ઓવરબ્રિજમાં ઉદ્ઘાટન પહેલા જ ગાબડા પડવાની શરૂઆત થઈ ગઈ છે. આથી બ્રિજના કામમાં મોટો ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. નવા બની રહેલા બ્રિજમાં ઉદ્ઘાટન પહેલા જ પોપડા ખરવાની શરૂઆત થતાં ઉમરગામના સ્થાનિક અગ્રણીઓ સહિત પૂર્વ મંત્રી અને ઉમરગામના ધારાસભ્ય રમણ પાટકર બ્રિજ પર પહોંચ્યા હતા અને પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. ત્યારે આ બ્રિજના કામમાં હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપરવામાં આવ્યું હોવાના ધ્યાને આવ્યું હતું. 

ગેરરીતિ આચરવામાં આવી હોવાનો લોકોનો આક્ષેપ
સંજાણ રેલવે ક્રોસિંગ પર બનાવવામાં આવેલો આ રેલવે ઓવરબ્રિજનો કોન્ટ્રાક્ટ અંકલેશ્વરની મંગલમ બિલ્ડકોન નામની એજન્સીને આપવામાં આવ્યો છે. રૂપિયા 70 કરોડથી વધુના ખર્ચે બની રહેલા આ પૂલનું કામ પૂરું થઈ રહ્યું છે. જોકે, હજુ પુલનું ઉદ્ઘાટન બાકી છે. એવા સમયે ઉદ્ઘાટન પહેલા જ બ્રિજના ખરી રહેલા પોપડાઓ આ બ્રિજ બનાવવામાં હલકી ગુણવત્તાનું મટિરિયલ વાપરવામાં આવ્યું હોવાની ચાડી ખાઈ રહ્યા છે. ખરી રહેલા બ્રિજના પોપડાઓને કારણે બ્રિજના કામમાં વ્યાપક ગેરરીતિ આચરવામાં આવી હોવાનો લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. નવા બ્રિજના કામમાં ગેરરીતિ ધ્યાને આવતા લોકોમાં રોષ છે અને આ બ્રિજના કામની ગુણવત્તા તપાસી કસૂરવાર કોન્ટ્રાકટર એજન્સી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.

ગેરરીતિ છુપાવવા કોન્ટ્રાક્ટર એજન્સીએ થીગડા માર્યા
સંજાણ રેલવે ફાટક પર બનાવવામાં આવેલો આ નવો ઓવર બ્રિજ સ્થાનિક લોકો માટે ખૂબ જ મહત્વનો છે. આ ફાટક પરથી રોજિંદા હજારો લોકો રોજગારી માટે અવરજવર કરે છે. જોકે, તેમ છતાં આ નવો ઓવર બ્રિજ ચાલુ થાય અને ઉદ્ઘાટન કરીને ખુલ્લો મુકાય એ પહેલાં જ રેલવે ફાટક બંધ કરી દેવામાં આવતા સ્થાનિક લોકોને મોટી મુશ્કેલી પડી રહી છે. બ્રિજના કામમાં વ્યાપક ગેરરીતિ થઈ હોવાનું ધ્યાને આવતા અને બ્રિજમાંથી પોપડા ખરવાની શરૂઆત થતાં કોન્ટ્રાક્ટર એજન્સી દ્વારા હજુ આ મામલે તપાસ થાય એ પહેલાં જ ગેરરીતિ છુપાવવા માટે બ્રિજના જે ભાગમાંથી પોપડા ખરી રહ્યા છે અને ગાબડા પડ્યા હતા. તે સાઈડનો આખો સ્લેબ તોડી અને નવો બનાવવામાં આવી રહ્યો છે. જોકે, કોન્ટ્રાક્ટર એજન્સી માત્ર એક જ સ્લેબ તોડી અને  તેને નવો બનાવી રહી છે ત્યારે  1 કિલોમીટરથી વધુ લાંબા આ બ્રિજના અન્ય સ્લેબોની ગુણવત્તા સામે પણ લોકો સવાલ કરી રહ્યા છે. લોકોમાં તંત્ર સામે વ્યાપક રોષ છે. આથી આ સંજાણ અને આસપાસના વિસ્તાર માટે અતિ મહત્વના રેલવે બ્રિજના કામની ગુણવત્તાની તપાસ કરી સરકાર દ્વારા જરૂરી કાર્યવાહી કરવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે.

નવા બ્રિજોમાં જ ગાબડા પડવાની ઘટનાઓ વધી
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી નવા બની રહેલા બ્રિજો તૂટવાની અને નવા બ્રિજોમાં જ ગાબડા પડવાની ઘટનાઓ વધી રહી છે. અનેક બ્રિજો આ પહેલાં પણ વિવાદોમાં સપડાઈ ચૂક્યા છે અને બ્રિજોના કામમાં વ્યાપક ગેરરીતિ આચરવામાં આવતી હોવાના કિસ્સાઓ અગાઉ પણ બની ચૂક્યા છે. ત્યારે સંજાણનો આ નવો બ્રિજ પણ આવા જ વિવાદમાં સપડાયો છે. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ