બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / સ્પોર્ટસ / Cricket / All-rounder Dasun Shanaka came to Gujarat Titans as a replacement for Kane Williamson

IPL 2023 / ગુજરાત ટાઇટન્સમાં હવે બે પંડ્યા! કેન વિલિયમસનની રિપ્લેસમેન્ટ તરીકે ગુજરાત ટાઇટન્સમાં આવ્યો આ ઓલરાઉન્ડર ખેલાડી

Megha

Last Updated: 12:52 PM, 6 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ન્યૂઝીલેન્ડનો કેપ્ટન કેન વિલિયમસન ઘૂંટણની ઈજાને કારણે આખી સિઝનમાંથી બહાર થઈ ગયો  હતો એવામાં હવે એક તોફાની ખેલાડી રિપ્લેસમેન્ટ તરીકે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.

  • ગુજરાત ટાઇટન્સમાં સામેલ કરવામાં આવ્યો આ ખેલાડી 
  • હાર્દિક પંડ્યા જેવો છે  ઓલરાઉન્ડર
  • કેન વિલિયમસન ઘૂંટણની ઈજાને કારણે આખી સિઝનમાંથી બહાર

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023 સીઝનમાં હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની ગુજરાત ટાઇટન્સને તાજેતરમાં મોટો આંચકો લાગ્યો હતો. નોંધનીય છે કે ન્યૂઝીલેન્ડનો કેપ્ટન કેન વિલિયમસન ઘૂંટણની ઈજાને કારણે આખી સિઝનમાંથી બહાર થઈ ગયો  હતો એવામાં હવે એક તોફાની ખેલાડી રિપ્લેસમેન્ટ તરીકે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. 

હાર્દિક પંડ્યા જેવો ઓલરાઉન્ડર છે આ ખેલાડી 
હાર્દિક પંડ્યાની ટીમમાં જે ખેલાડીને સામેલ કરવામાં આવ્યો છે એ છે દાસુન શનાકા. જણાવી દઈએ કે દાસુક શ્રીલંકન ટીમનો મર્યાદિત ઓવરોના ફોર્મેટનો કેપ્ટન છે અને સાથે જ ગુજરાત ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યા જેવો ઓલરાઉન્ડર છે. એટલે કે દાસુન શનાકા ઝડપી બોલિંગથી વિકેટ લેવાની અને બેટિંગ સાથે તોફાની રન બનાવવાની ક્ષમતા ધરાવે છે.

ગુજરાત ટાઇટન્સ વધુ મજબૂત બનશે
શ્રીલંકાની શનાકામાં પણ પંડ્યાની જેમ મેચને પલટાવવાની ક્ષમતા ધરાવે છે. એવામાં હાલ ફેન્સને  લાગી રહ્યું છે કે તેના ટીમમાં આવવાથી ગુજરાત ટાઇટન્સ વધુ મજબૂત બનશે. જણાવી દઈએ કે શનાકાએ તેની છેલ્લી 5 મેચમાં 8 વિકેટ લીધી હતી અને આ 5 મેચની 4 ઇનિંગ્સમાં 115 રન પણ બનાવ્યા હતા.

શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો છે શનાકા 
મહત્વનું છે કે શનાકાએ અત્યાર સુધી 6 ટેસ્ટ મેચમાં 140 રન બનાવ્યા છે અને 13 વિકેટ લીધી છે, 50 વનડેમાં 26.14ની એવરેજથી 1098 રન બનાવ્યા છે અને 17 વિકેટ લીધી છે. શનાકાએ અત્યાર સુધી 86 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમીમાં 1329 રન બનાવ્યા છે અને 25 વિકેટ લીધી છે.

50 લાખ રૂપિયામાં ખરીદ્યો
જણાવી દઈએ કે આઈપીએલની શરૂઆત શુક્રવારે થઈ હતી અને આસિઝનની પહેલી મેચમાં ગુજરાત ટાઇટન્સે ચેન્નાઈ સુપર કિંગ્સને 5 વિકેટે હરાવ્યું હતું. કેન વિલિયમસન આ મેચમાં ઈજાગ્રસ્ત થયો હતો અને એ બાદ આખી ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો હતો. નોંધનીય છે કે ગુજરાત ફ્રેન્ચાઈઝીએ 2023ની મિની ઓક્શનમાં વિલિયમસનને 2 કરોડ રૂપિયાની બોલી લગાવીને ખરીદ્યો હતો. આ બધા વચ્ચે ગુજરાત ફ્રેન્ચાઈઝીએ દાસુન શનાકાને તેની બેઝ પ્રાઈસ 50 લાખ રૂપિયા સાથે રિપ્લેસમેન્ટ તરીકે ટીમમાં સામેલ કર્યો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ