બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ભાવનગરમાં 2 EVM ખોટવાયા

logo

પ્રધાનમંત્રી મોદી મતદાન કરવા રાણીપના નિશાન સ્કૂલે પહોંચ્યા, અમિત શાહે કર્યું સ્વાગત

logo

આજે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન, ગાંધીનગર લોકસભા બેઠક પર શીલજ ખાતે CM ભૂપેન્દ્ર પટેલ મતદાન કરશે

logo

સૌરાષ્ટ્ર-કચ્છની 8 લોકસભા બેઠક પર મતદાન, 1998 પછી સૌરાષ્ટ્ર-કચ્છની બેઠકો પર ભાજપે જમાવ્યો કબજો, સૌરાષ્ટ્રની બેઠકો પર પાટીદાર મતદારોનું પ્રભુત્વ , જૂનાગઢ,રાજકોટ,પોરબંદર અને અમરેલીમાં મતદાન, અમરેલી,ભાવનગર અને જામનગર બેઠક પર મતદાન

logo

આજે દેશમાં લોકસભાના ત્રીજા તબક્કાનું મતદાન, 93 લોકસભા બેઠકો પર 7 કેન્દ્રીય મંત્રીની કિસ્મત દાવ પર, ગાંધીનગરથી અમિત શાહ, પોરબંદરથી આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા, રાજકોટથી પરશોતમ રૂપાલા, ગુના બેઠકથી જ્યોતિરાદિત્ય સિંધિયા, રત્નાગીરીથી નારાયણ રાણેની કિસ્મતનો નિર્ણય લેશે મતદારો

logo

સૌરાષ્ટ્ર-કચ્છની 8 લોકસભા બેઠકો પર આજે મતદાન

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદના રાણીપમાં કરશે મતદાન, રાણીપ નિશાન સ્કૂલમાં PM મોદી કરશે મતદાન, 7 વાગ્યે PM મોદી રાજભવનથી નીકળશે, સવારે 7.30 વાગ્યે PM મોદી મતાધિકારનો કરશે ઉપયોગ, મતદાન બાદ PM મોદી ઈંદોર જવા માટે થશે રવાના

logo

Lok Sabha Elections 2024: આજે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન

logo

ગુજરાત લોકસભા મતદાન 2024: 4 કરોડ 97 લાખ 68 હજાર લોકો મતાધિકારનો કરશે ઉપયોગ, 2.56 કરોડ પુરુષ અને 2.41 કરોડ મહિલાઓ કરશે મતદાન, 12 લાખથી વધુ યુવાનો પ્રથમ વખત કરવાના છે મતદાન, 50 હજાર 960 EVM અને 49 હજાર 140 VVPAT મશીનનો ઉપયોગ

logo

લોકસભા ચૂંટણી માટે ગુજરાતની 25 બેઠક પર આજે મતદાન, 266 ઉમેદવારો છે મેદાને, સૌથી વધુ અમદાવાદ પૂર્વ બેઠક પર 18 ઉમેદવારો છે મેદાને, સૌથી ઓછા બારડોલી બેઠક પર માત્ર 3 ઉમેદવારો લડી રહ્યા છે ચૂંટણી, સવારે 7 વાગ્યાથી મતદાનથી થશે શરૂઆત

VTV / all may sat and sunday lockdown in chhattisgarh

કોરોના / મે મહિનાના દરેક શનિ-રવિ અહીં રહેશે લૉકડાઉન, આ રાજ્યની સરકારનો મોટો નિર્ણય

Kavan

Last Updated: 05:10 PM, 6 May 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોના વાયરસે સમગ્ર દેશમાં ભરડો લીધો છે. આ મહામારીને મ્હાત આપવા માટે સમગ્ર દેશમાં લૉકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. આ લૉકડાઉન આગામી 17 મે સુધી ચાલવાનું છે ત્યારે છત્તીસગઢની સરકારે લૉકડાઉનને લઇને એક મોટો નિર્ણય લીધો હતો.

  • તેલંગાણા બાદ છત્તીસગઢ રાજ્યની સરકારનો મોટો નિર્ણય
  • મે મહિનાના દર શનિ-રવિ રહેશે લૉકડાઉન 

સરકાર આ નિર્ણય અંગે જણાવતા કહ્યું કે, ચાલુ વર્ષના મે મહિનામાં દર શનિ-રવિ છત્તીસગઢમાં લૉકડાઉન રહેશે. નોંધનીય છે કે, ગૃહરાજ્ય મંત્રી તામ્રધ્વજ સાહની સલાહને પગલે મુખ્યમંત્રી ભૂપેશ બધેલે આ નિર્ણય લીધો હતો. 

મહિનાના દર શનિ-રવિ લૉકડાઉન રહેશે 

લૉકડાઉન દરમિયાન શાકભાજી, દૂધ, દવાખાના અને આવશ્યક જરૂરી ચીજ વસ્તુઓ મળી શકશે. આ સાથે જ સરકાર દ્વારા એમપણ જણાવવામાં આવ્યું કે, 17 મે બાદ દેશમાં લૉકડાઉન ખોલવાનો નિર્ણય કેન્દ્ર સરકાર લે છે તો છત્તીસગઢમાં આ મહિનાના દર શનિવાર અને રવિવારના રોજ લૉકડાઉન રહેશે. 

રાજ્યના ગૃહમંત્રીની સલાહથી લેવાયો નિર્ણય

છત્તીગઢ સરકારના જનસંપર્ક વિભાગે એક જાહેરાત જાહેર કરીને જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભુપેશ બધેલે રાજ્યના ગૃહ પ્રધાન તામ્રધ્વજ સાહુના કોરોના વાયરસથી બચાવવા માટેના સૂચન પર સહમતિ દર્શાવી છે, જેમાં તેમણે રાજ્યમાં મે મહિનાના તમામ શનિવાર અને રવિવારે રાજ્યને લોકડાઉન કરવાનું સૂચન કરવામાં આવ્યું છે. ચાલુ મે મહિનાના તમામ શનિવાર અને રવિવારે સમગ્ર રાજ્યમાં લોકડાઉન થશે. 

તેલંગાણાંમાં 29 મે સુધી લંબાવાયું લૉકડાઉન 

દેશમાં વધી રહેલા કોરોના વાયરસ વચ્ચે તેલંગાણા સરકારે એક મોટો નિર્ણય લીધો હતો, તેલંગાણાના મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવ KCRએ જણાવ્યું હતું કે, રાજ્યમાં લૉકડાઉનનો સમયગાળો વધારીને 29 મે સુધી કરવામાં આવ્યો છે. 7 કલાક ચાલેલી કેબિનેટ બેઠક બાદ મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવે જણાવ્યું હતું કે, લોકો ઇચ્છી રહ્યા છે કે, લૉકડાઉન લંબાવવામાં આવે, આ અંગે પ્રધાનમંત્રીન મોદીને પણ જાણ કરવામાં આવી છે. કેસીઆરે જણાવ્યું કે, કેન્દ્ર સરકાર દ્વારા રેડ ઝોનમાં પણ દુકાનો ખોલવાનો આદેશ આપવામાં આવ્યો છે પરંતુ હૈદરાબાદ, મેડચલ, સૂર્યપેટસ વિકારાબાદમાં કોઇપણ દુકાનો ખોલવામાં આવી નથી. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ