બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ગુજરાત / Alert of heavy rain in Gujarat today, areas around Narmada river inundated, Rohit Sena wins

2 મિનિટ 12 ખબર / ગુજરાતમાં આજના દિવસે અતિભારે વરસાદનું એલર્ટ, નર્મદા નદીના આસપાસના વિસ્તારો પાણીમાં ગળાડૂબ, રોહિત સેના જીતી

Dinesh

Last Updated: 07:20 AM, 18 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

samachar supar fast news : હવામાન વિભાગે આગાહી કરી છે કે, 18થી 21 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. આ સાથે રાજ્યના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઇ છે

ગુજરાતમાં આગામી 4 દિવસ ભારે વરસાદની આગાહી કરાઇ છે. હવામાન વિભાગે કહ્યું છે કે, 18થી 21 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. આ સાથે રાજ્યના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઇ છે. આ સાથે કેટલાક ભાગોમાં સામાન્યથી હળવા વરસાદની સંભાવના છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યના કેટલાક જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. 18 સપ્ટેમ્બરે અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડામાં અતિભારે વરસાદની આગાહી છે. આ સાથે સાબરકાંઠા, મહેસાણા,ગાંધીનગર, અમદાવાદ, આણંદ, વડોદરામાં ઓરેન્જ એલર્ટ તો નર્મદા, છોટા ઉદેપુર, તાપી, ભરૂચ, સુરત, બનાસકાંઠા, પાટણ, બોટાદ, સુરેન્દ્રનગર, ભાવનગરમાં યેલો એલર્ટ છે. આ સાથે વલસાડ, નવસારી, ડાંગ, અમરેલી, જૂનાગઢ, કચ્છ, મોરબી, જામનગર, દ્વારકા, પોરબંદર અને રાજકોટમાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. 

Rain Forecast in Gujarat: પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે,  લો પ્રેશર મધ્ય-પૂર્વ ગુજરાત પર છે. હાલ વેલમાર્ક લો પ્રેશરની કેટગરીમાં છે. જે મધ્ય, ઉત્તર ગુજરાત અને કચ્છ પરથી થઈને આગળ વધશે. જેના કારણે આજથી 20 તારીખ સુધી ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થશે. વરસાદના નવા રાઉન્ડનો 80% વિસ્તારને લાભ મળશે. રાજ્યના 80 ટકા વિસ્તારને વરસાદના ચોથા રાઉન્ડનો લાભ મળશે.તેઓએ જણાવ્યું છે કે, કેટલાક વિસ્તારોમાં થન્ડરસ્ટોર્મ એક્ટિવિટિ જોવા મળશે. સૌરાષ્ટ્રમાં 18, 19, 20 તારીખમાં સાર્વત્રિક વરસાદ પડશે. આ સમયગાળા દરમિયાન મોરબી, સુરેન્દ્રનગર જિલ્લામાં ભારે વરસાદ થશે. ચોથા રાઉન્ડ બાદ ગુજરાતમાં ફરી પાંચમા રાઉન્ડનો વરસાદ વરસશે. આ રાઉન્ડ બાદ પણ વધુ એક રાઉન્ડ આવશે. ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં વધુ એક રાઉન્ડ આવશે.

હવામાન વિભાગની એજન્સી સ્કાયમેટે વરસાદને લઈ ભારે આગાહી કરી છે. રાજ્યમાં 18 અને 19 સપ્ટેમ્બરે ભારે વરસાદ રહેશે. મહીસાગર, અરવલ્લી, લુણાવાડા, પંચમહાલમાં અતિ ભારે વરસાદની શક્યતા છે. અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠામાં ભારે વરસાદની આગાહી છે. જ્યારે ભરૂચ, નર્મદા, નવસારી, ડાંગ સૌરાષ્ટ્રમાં હળવો વરસાદ વરસશે.વરસાદને લઈને હવામાન વિભાગે આજે અને આજે રેડ એલર્ટ આપ્યું છે. જેમાં આજે એટલે કે 17 સપ્ટેમ્બરે અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ અને ખેડામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આજે અહીં અતિભારે વરસાદ વરસી શકે છે. જ્યારે સાંબરકાંઠા, ગાંધીનગર, મહેસાણા, અમદાવાદ, આણંદ, વડોદરામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આજે અહીં ભારે વરસાદ વરસી શકે છે. 

Alert.. Alert.! Baghdati will bring rain in Gujarat, Skymet has predicted rain, these districts will be drenched

IMDના જણાવ્યાનુસાર ગુજરાત તેમજ પશ્ચિમ મધ્યપ્રદેશમાં ભારે વરસાદની સંભાવના છે. તેમજ મધ્યપ્રદેશના કેટલાક ભાગોમાં હળવા વરસાદની પણ સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યાનુસાર છેલ્લા 24 કલાકમાં મધ્યપ્રદેશના ત્રણ જિલ્લામાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. અલીરાજપુર જિલ્લાના કાઠીવાડામાં 341 મીમી, મેઘનગર (ઝાબુઆ) 316 મીમી અને ધાર શહેરમાં 301.3 મીમી વરસાદ નોંધાયો છે. IMD અનુસાર 1958 પછી સૌથી વધુ વરસાદ મધ્યપ્રદેશમાં નોંધાયો છે. મધ્ય પ્રદેશમાં વરસાદને લઈ સી એમ શિવરાજ સિંહ ચૌહાણે પણ શનિવારે પરિસ્થિતિની સમીક્ષા બેઠક યોજી હતી. સીએમ શિવરાજ સિંહ ચૌહાણના જણાવ્યા અનુસાર રાજ્યમાં સ્થિતિ નિયંત્રણમાં છે અને એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો તૈનાત કરવામાં આવી છે. 

Whereas red alert has been declared regarding heavy rains during September 18

ભારે વરસાદ અને નર્મદામાં પૂરની સ્થિતિનાં કારણે પાંચ જીલ્લામાં કુલ 9613 લોકોને સ્થળાંતરિત કરાયા હતા. જેમાં ભરૂચ જીલ્લામાં 5744, નર્મદા જીલ્લામાં 2317,  વડોદરા જીલ્લામાં 1462 લોકો, દાહોદ જીલ્લામાં 20 તો પંચમહાલ જીલ્લામાં 70 લોકોનું સ્થળાંતર કરાવવામાં આવ્યું છે. ત્યારે પાંચ જીલ્લામાં પાણીમાં ફસાતા 207 લોકોને રેસ્ક્યું કરવામાં આવ્યા છે. ભારે વરસાદનાં કારણે રાજ્યમાં રાહત અને બચાવ કામગીરીને લઈ NDRF અને SDRF ની ટીમો એલર્ટ પર છે. ભરૂચ અને જૂનાગઢમાં 1-1, નર્મદામાં-2 NDRF ની ટીમ એલર્ટ પર છે. જ્યારે પંચમહાલ, રાજકોટ અને વડોદરામાં NDRF ની 1-1 ટીમ એલર્ટ પર છે. તેમજ બનાસકાંઠા, ભરૂચ અને દાહોદમાં SDRF ની 1-1 ટીમ તૈનાત છે. તેમજ નર્મદા અને વડોદરામાં 3-3 ટીમ એલર્ટ પર છે. 

people evacuated, schools closed in these districts, NDRF teams deployed, rain lashed Gujarat in a single day

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ​તેમના જન્મદિવસ પર દેશવાસીઓને ત્રણ મોટી ભેટ આપી છે. દ્વારકા સેક્ટર-21 થી 'યશોભૂમિ' દ્વારકા સેક્ટર 25 સુધી વિસ્તૃત એરપોર્ટ એક્સપ્રેસ મેટ્રો લાઇનનું ઉદ્ઘાટન કર્યા પછી, વડાપ્રધાને દ્વારકા સેક્ટર-25માં 'યશોભૂમિ' ઇન્ડિયા ઇન્ટરનેશનલ કન્વેન્શન અને એક્સ્પો સેન્ટરના પ્રથમ તબક્કાનું પણ ઉદ્ઘાટન કર્યું. આ પછી વડાપ્રધાને વિશ્વકર્મા સમાજ માટે 'પીએમ વિશ્વકર્મા યોજના' શરૂ કરી. કેન્દ્ર સરકાર આ યોજના પર 13000 કરોડ રૂપિયા ખર્ચ કરશે. તેમણે કહ્યું કે 'PM વિશ્વકર્મા યોજના' હેઠળ સરકાર કોઈપણ (બેંક) ગેરંટી વિના ઓછા વ્યાજ દરે 3 લાખ રૂપિયા સુધીની લોન આપશે. સરકારે નક્કી કર્યું છે કે શરૂઆતમાં 1 લાખ રૂપિયાની લોન આપવામાં આવશે અને જ્યારે તે ચૂકવવામાં આવશે, ત્યારે સરકાર વિશ્વકર્માના ભાગીદારોને વધારાની 2 લાખ રૂપિયાની લોન આપશે.

PM Vishwakarma Yojana Launch 'When banks don't guarantee, Modi guarantees', PM Modi said on Vishwakarma scheme

Narmada News : મધ્યપ્રદેશમાં અને મધ્ય ગુજરાતમાં ભાદરવો ભરપૂર વરસી રહ્યો છે. અને ભારે વરસાદના કારણે સરદાર સરોવર ડેમ છલકાતા 19 લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવ્યું છે. જેના કારણે નર્મદા નદી ગાંડીતૂર બની છે. પાણીનો પ્રવાહ એટલો છે કે, હાઈવે પણ બંધ કરવાની નોબત આવી છે. બીજી તરફ તિલકવાડા, નાંદોદ, રાજપીપળા તેમજ ભરૂચમાંથી 6000થી વધુ લોકોનું સ્થળાંતર કરવાની જરૂર પડી છે. જ્યારે નદીકાંઠાના તમામ ગામડાઓને એલર્ટ કરી દેવાયા છે.નર્મદા નદી ગાંડીતૂર બની છે. જેના કારણે ભરૂચ, રાજપીપળાના અનેક વિસ્તારોમાં નર્મદાના પાણી ઘૂસી ગયાં હતાં. તો કાંઠા વિસ્તારના ઘરો પાણીમાં ગરકાવ થઈ જતાં લોકોનું સ્થળાંતર કરાયું હતું. નર્મદાના પ્રવાહને જોતા તંત્રને પણ હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યું છે. કારણ કે, ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા નદીની જળસપાટી 29 ફૂટ સુધી પહોંચી છે. બીજી તરફ ભરૂચ, અંકલેશ્વર, ઝઘડિયાના નીચાણવાળા વિસ્તારોને પણ એલર્ટ કરાયા છે. 

Sardar Sarovar Dam overflowed, releasing 19 lakh cusecs of water, water level in Narmada river increased.

સ્ટેટ જીએસટી વિભાગની ટીમો દ્વારા આજે વહેલી સવારે સુરતમાં કોપર આઈટમ સાથે સંકળાયેલી પેઢીઓનાં 21 જેટલા સ્થળો પર આકસ્મિક તપાસ હાથ ધરી હતી. ત્યારે હાલ સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા 3 વેપારીની ધરપકડ કર છે. સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા સુરતનાં કેટલાક સ્થળો પર વહેલી સવારે દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં કોપર આઈટમ સાથે સંકળાયેલા 9 પેઢીનાં 21 સ્થળો પર તપાસ હાથ ધરવામાં આવી હતી. સ્ટેટ જીએસટી દ્વારા હાથ ધરાયેલ તપાસમાં રૂપિયા 670 કરોડનાં બોગસ બિલનાં આધારે રૂપિયા 120 કરોડની ખોટી વેરાશાખ ભોગવી હતી.

Major action by State GST Department in Surat, 21 locations of 9 firms raided, 3 traders arrested

Narmada News: ગુજરાતમાં ફરી વરસાદી માહોલ જામ્યો છે. ઉપરવાસમાં પડેલા વરસાદને કારણ નર્મદા ડેમમાં વરસાદની આવક થઈ છે. જેના કારણે ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ આ વર્ષે પ્રથમવાર સંપૂર્ણ ભરાયો છે. નર્મદા ડેમની જળસપાટી 138.68 મીટર પર પહોંચી ગઈ છે. નર્મદા ડેમમાં 18,62,960 ક્યૂસેક પાણીની આવક નોંધાઈ છે. હાલ 23 દરવાજા 9.70 મીટર સુધી ખોલાયા છે. ડેમના 23 દરવાજા ખોલીને 18,41,319 ક્યૂસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે. નર્મદા જિલ્લામાં સાવચેતીના ભાગરૂપે SDRFની ટીમો તૈનાત કરવામાં આવી છે. સાથે જ ભરૂચ, નર્મદા, વડોદરા જિલ્લામાં અધિકારીઓને હાજર રહેવાની સૂચના આપવામાં આવી છે.

CM Bhupendra Patel arrives at Narmada Dam: 23 gates were opened while filling Narmada Dam

યુવાઓને રોજગાર આપવા માટે સરકાર અલગ અલગ યોજનાઓ ચલાવી રહી છે. જેની મદદથી યુવાઓને ટ્રેનિંગ પછી નોકરી આપવામાં આવશે. કૌશલ્ય વિકાસ અને ઉદ્યમિતા મંત્રાલયે સ્કિલ ઈન્ડિયા ડિજિટલ (SID) લોન્ચ કર્યું છે. યુવાઓને સરળતાથી રોજગાર આપવા માટે આ પ્લેટફોર્મની શરૂઆત કરવામાં આવી છે. સ્કિલ ઈન્ડિયા ડિજિટલ એક એવું પ્લેટફોર્મ છે, જેની મદદથી Content Creation, E-Commerce, Network and Information Security, UX/UI Design, Digital Marketing, Social Media Marketing and Data Analytics વિશે તાલીમ આપવામાં આવશે. ઉપરાંત data visualization and basic programming skills તથા data engineering વિશે ખાસ તાલીમ આપવામાં આવશે. 

skill india digital app get skill certified find skill courses across sectors know how to apply for this

ઊંઘમાં નસકોરાં લેવાની આદત ઘણા લોકો માટે ઉપાધિ સમાન હોય છે. આ સમસ્યાથી સ્વાસ્થ્ય પર અમુક આડઅસરનો પણ ખતરો રહે છે. નસકોરા ખેંચવાની પાછળ આ અવરોધક સ્લીપ એપનિયા (ઓએસએ) નામનું પરિબળ જવાબદાર છે. આવી સ્થિતિ વચ્ચે તાજેતરમાં નસકોરા મામલે થયેલા એક અભ્યાસમાં સામે આવ્યું કે નસકોરા સંબંધી સમસ્યાથી પીડાતા વ્યક્તિમાં ગળાના કેન્સરનો ખતરો વધુ જોવા મળે છે. સંશોધકોના મત મુજબ વાત કરવામાં આવે તો ઑબ્સ્ટ્રક્ટિવ સ્લીપ એપનિયા સામાન્ય ઊંઘ દરમિયાન શ્વાસ લેવા સાથે જોડાયેલ એક વિકાર છે. બાર્સેલોના, સ્પેનમાં યુરોપિયન રેસ્પિરેટરી સોસાયટી (ERS)માં એક અભ્યાસ રજૂ કરાયો હતો. જેમાં દાવો કરાયો કે જે લોકો મોટાપાથી પીડાઈ છે.  જેને ડાયાબિટીસની સમસ્યા છે. જે ધૂમ્રપાન અને આલ્કોહોલનું સેવન કરે છે તેઓ અવરોધક સ્લીપ એપનિયાનું સૌથી વધુ જોખમ ધરાવે છે. એવો પણ દાવો કરાયો કે ઓએસએ  વૃદ્ધોમાં શક્તિના ઘટાડો સાથે સંકળાયેલ છે.

Snorers at risk of cancer claims inventor

શ્રીલંકાને હરાવીને ભારતે 8મી વાર એશિયા કપ જીત્યો છે. કોલંબોના આર.પ્રેમદાસા સ્ટેડિયમમાં એશિયા કપની ફાઈનલમાં ભારતે શ્રીલંકા તરફથી મળેલો ઈઝી ટાર્ગેટ પૂરો કરીને આ સિદ્ધિ હાંસલ કરી છે. 5 વર્ષ બાદ ભારત એશિયા કપ ચેમ્પિયન બન્યું છે છેલ્લે 2018મા ભારતે એશિયા કપ જીત્યો હતો. આ વખતનો કપ ભારતને સાવ સસ્તામાં મળ્યો હતો  તેને માટે તેની ઘાતક બોલિંગ જવાબદાર હતી. ભારતીય ટીમની ઓપનિંગ જોડી શુભમન ગિલ અને ઈશાન કિશને 51 રન બનાવી લેતા શ્રીલંકાને 10 વિકેટે પરાજય મળ્યો હતો. ભારતે 6.1 ઓવરમાં શ્રીલંકાએ આપેલો 51 રનનો ઈઝી ટાર્ગેટ પૂરો કરી લીધો હતો. ભારતે આ વખતે ઓપનિંગ જોડીમાં ફેરફાર કર્યો હતો. કેપ્ટન રોહિત શર્માની જગ્યાએ ઈશાન કિશનને ઉતાર્યો હતો. શુભમન ગિલ અને ઈશાન કિશને 6.1 ઓવરમાં જ 51 રનનો ટાર્ગેટ પૂરો કરી લીધો હતો. 

India vs Sri Lanka, Asia Cup 2023 Final

 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ