બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Tech & Auto / Aircel users number may get stopped till 31 October do these work take steps

ચેતવણી / Aircel: સાત કરોડ મોબાઈલ નંબર બંધ થવાનો ખતરો

Juhi

Last Updated: 04:17 PM, 19 October 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટેલિકૉમ રેગ્યુલેટરી ઑથોરિટી ઑફ ઇન્ડિયા (TRAI) એ બંધ થઇ ચૂકેલી કંપની Aircel અને ડિશનેટ વાયરલેસ ગ્રાહકોને અંતિમ ચેતવણી આપતા કહ્યુ કે 31 ઓક્ટોબર પહેલા પોતાના નંબરને પોર્ટ કરવાનું કહ્યુ છે. TRAI અનુસાર, આ બે કંપનીઓને ગ્રાહકો આવું નથી કરતા તો 1 નવેમ્બરથી તેમની સેવા બંધ કરી દેવામાં આવશે.

  • મોબાઇલ યૂઝર્સ માટે મહત્વના સમાચાર
  • Aircel અને ડિશનેટ વાયરલેસ ગ્રાહકોને અંતિમ ચેવતણી 
  • 31 ઓક્ટોબર પહેલા કરાવી લે નંબર પોર્ટ 

Aircel ના 7 કરોડ ગ્રાહકો છે

TRAI ની તરફથી જારી કરવામાં આવેલા નિવેદન અનુસાર, 2018 માં જ્યારે Aircel એ પોતાનું ઓપરેશન બંધ કર્યુ હતુ તો તેમની પાસે 90 મિલિનય (9 કરોડ) ગ્રાહક છે. TRAI ના ડેટા અનુસાર, 28 ફેબ્રુઆરી 2018 થી લઇને 31 ઓગસ્ટ 2019 ના ની વચ્ચે ફક્ત 19 મિલિયન એટલે કે 1.9 કરોડ યુઝર્સે જ પોતાનો નંબર પોર્ટ કરાવ્યો હતો. એવામાં Aircel ના લગભગ 70 મિલિયન એટલે કે 7 કરોડ યુઝર્સ એવા છે જેમણે હજી તેમનો નંબર પોર્ટ કરાવવાનો છે. TRAIએ કહ્યું છે કે, જો આ ગ્રાહકો તેમનો નંબર પોર્ટ નહીં કરાવે તો તેમનો નંબર અચાનક બંધ થઈ જશે.

રિપોર્ટ મુજબ, Aircel અને ડિશનેટ વાયરલેસના ગ્રાહકો આંધ્ર પ્રદેશ, કર્ણાટક, કેરળ, આસામ, બિહાર, દિલ્હી, જમ્મુ કાશ્મીર, મુંબઇ, ઉત્તર પૂર્વ, ઓડિશા, પંજાબ, રાજસ્થાન, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ (પૂર્વ) અને પશ્ચિમ બંગાળ સર્કલ્સમાં ટેલિકોમ સર્વિસ લઈ રહ્યાં છે.

સંકળાયેલા મુદ્દાઓ

Aircel Technology Users પોર્ટેબિલિટી Warning
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ