બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / Ahmedabad's UN Mehta Hospital in controversy again

વિવાદ / કહેવાતા ભણેલા-ગણેલા ડૉક્ટરની આવી હરકતો! UN મહેતા હોસ્પિટલમાં ડૉક્ટર અને મહિલા નર્સો થઈ પરેશાન, મામલો ગૃહવિભાગમાં

Malay

Last Updated: 02:48 PM, 18 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલના સિનિયર તબીબ સામે મહિલા સ્ટાફે પોલીસ કમિશનર અને ગૃહ વિભાગમાં પત્ર લખીને સેક્સ્યુઅલ હેરસમેન્ટનો આરોપ લગાવ્યો છે.

  • UN મહેતા હોસ્પિટલ ફરી વિવાદમાં
  • હોસ્પિટલના સિનિયર તબીબ સામે આરોપ
  • અભદ્ર ભાષાનો ઉપયોગ કરતો હોવાનો આરોપ

અમદાવાદમાં યુ.એન.મહેતા હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે. હોસ્પિટલના સિનિયર તબીબ સામે ગંભીર આક્ષેપો લાગતા ખળભળાટ મચી ગયો છે. હોસ્પિટલના નર્સિંગ સ્ટાફ સાથે સિનિયર તબીબ અભદ્ર ભાષાનો ઉપયોગ કરતો હોવાનો આરોપ લાગ્યો છે. આ મામલે મહિલાઓએ હોસ્પિટલમાં સેક્સ્યુઅલ હેરેસમેન્ટ કમિટીને ફરિયાદ કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ કમિટીએ ફરિયાદ લેવાની ના પાડતા મહિલાએ પોલીસ કમિશનર અને ગૃહ વિભાગમાં પત્ર લખ્યો છે.  

મહિલાએ નામ લખ્યા વગર કરી લેખિત રજૂઆત
મહિલા સ્ટાફે પત્રમાં સેક્સ્યુઅલ હેરેસમેન્ટનો આરોપ લગાવ્યો છે.  જોકે, નોકરી જવાના ડરે એક મહિલાએ નામ લખ્યા વગર ગૃહ રાજ્યમંત્રી, પોલીસ કમિશનર સહિત ઉચ્ચ કક્ષાએ લેખિત રજૂઆત કરી છે. 

મહિલાએ પત્રમાં લખ્યું છે કે, ડો ચિરાગ દોશી 2013થી હોસ્પિટલમાં કામ કરે છે પણ તેમનું મહિલા કર્મચારીઓ સાથેનું વર્તન ખૂબ જ તોછડાઈ ભર્યુ અને શરમજનક છે. તેઓ છોકરીઓ સાથે ગંદી અને અભદ્ર ભાષામાં વાતો કરે છે. અમુક નર્સિંગ સ્ટાફ સાથે અડપલા કરે છે. આ બાબત બધાને ખબર છે, પરંતુ તો હવે ડિરેક્ટર હોવાથી કોઈ કંઈ બોલી શકતું નથી. 

ખાનગી રાહે તપાસ કરો તો વાસ્તવિકતા બહાર આવશે
પત્રમાં વધુમાં લખવામાં આવ્યુ છે કે, અમારે ત્યાં સેક્સ્યુઅલ હેરસમેન્ટ કમિટી પણ છે, ત્યાં અમુક છોકરીઓ ફરિયાદ કરવા ગઈ તો તેઓએ ફરિયાદ લેવાની ના પાડી દીધી. અમુક નર્સિંગ સ્ટાફ તેમના આ વર્તનથી કંટાળીને રાજીનામું આપવા  ગયા પણ તે પણ નામંજૂર કરવામાં આવ્યં છે. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ આપ જોઈ શકો છો અને જો ખાનગી રાહે તપાસ કરો તો વાસ્તવિકતા બહાર આવશે. આથી આપને નમ્ર અપીલ છે કે આ સંદર્ભે મારા જેવી અનેક મહિલા કર્મચારીઓને મદદ કરી ન્યાય અપાવશો.  મહત્વપૂર્ણ છે કે હાલ તો સમગ્ર મામલે વિવાદ થતા હોસ્પિટલ તંત્રએ તમામ આક્ષેપો ફગાવ્યા છે. જોકે આ મહિલા કોણ છે અને તેણે લગાવેલા આરોપો ખૂબ ગંભીર છે, ત્યારે સિનિયર તબીબ સામે થયેલા આક્ષેપમાં આગળ શું કામગીરી થશે તે જોવું રહ્યું.

સળગતા સવાલો
- UN મહેતા હોસ્પિટલના સિનિયર તબીબ સામે આરોપ?
- સિનિયર તબીબ કેમ અભદ્ર ભાષાનો કરે છે ઉપયોગ?
- નર્સિંગ સ્ટાફ સાથે સિનિયર તબીબે કેમ કર્યું અભદ્ર વર્તન?
- તબીબ દ્વારા અભદ્ર ભાષા અને અભદ્ર વર્તન ક્યાં સુધી?
- શું સિનિયર તબીબને ડૉક્ટરની અસ્મિતાની નથી ખબર?
- શું સિનિયર તબીબ મહિલા સ્ટાફ સાથે આવું કરે છે?
- શું હવે હોસ્પિટલોમાં પણ મહિલાઓ સુરક્ષિત નથી?
- ભગવાન ગણાતા તબીબ કેમ બની રહ્યા છે ભક્ષક?
- મહિલા સ્ટાફ એવા તબીબથી પોતાની આબરું બચાવે કે દર્દીઓનો જીવ?
- કેમ તંત્ર દ્વારા એવા તબીબો પર કાર્યવાહી નથી કરાતી?
- કેમ એવા તબીબોની ભરતી કરવામાં આવે છે?

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ