બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / Ahmedabadites still have Rs 2000 currency notes! Long queue to change in RBI,

લાંબી લાઈન / અમદાવાદીઓ પાસે હજુ છે 2000ની ચલણી નોટ! RBIમાં બદલાવવા માટે લાગી લાંબી કતાર, ભીડ જોઈને દોડતી થઈ પોલીસ

Vishal Khamar

Last Updated: 05:20 PM, 17 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં રૂા. 2000 ની નોટ બદલવા રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા ખાતે લોકોની લાંબી લાઈનો લાગી છે. ત્યારે સમય મર્યાદામાં જે લોકો દ્વારા નોટ બદલાવવામાં આવી નથી. તે તમામ લોકો હાલ નોટ બદલાવવા માટે અમદાવાદ રિઝર્વ બેંક ખાતે લાઈનમાં ઉભા છે. આરબીઆઈ ખાતે લોકોની લાઈન લાગતા પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવાની ફરજ પડી હતી.

  • અમદાવાદમાં રૂ.2000ની નોટ બદલવા લોકોની લાંબી લાઈન 
  • સમયમર્યાદા પૂર્ણ થયા બાદ લોકોની લાંબી લાઈન જોવા મળી 
  • રૂ.2000ની નોટ બદલવા માટેની અંતિમ તારીખ 7 ઓક્ટોબર હતી
  • RBI અમદાવાદ પાસે લાઈન લાગતા પોલીસ બંદોબસ્તની પડી ફરજ  

 અમદાવાદમાં RBI બહાર રૂપિયા 2 હજારની નોટ બદલવા લોકોની લાંબી લાઈન લાગી હતી. પરંતુ આ લાઈનને જોતા કેટલાક સવાલ પણ થાય કે સમયમર્યાદા પૂર્ણ થયા બાદ નોટ બદલવા આટલી લાંબી લાઈન કેમ લાગી?. કારણકે સરકારે 2 હજારની નોટ બદલવા માટે 7 ઓક્ટોબર સુધીનો સમય આપ્યો હતો. તેમ છતાં લાઈનમાં ઉભેલા આ લોકો નોટ બદલવા કેમ નાં ગયા ? સરકારના જાહેરનામાં અનુસાર 7 ઓક્ટોબર સુધી લોકો કોઈ પણ બેંકમાં જઈને રૂપિયા બદલાવી શકશે. ત્યાર બાદ RBIમાં જ 2 હજારની નોટ બદલી આપવામાં આવશે. ત્યારે સવાલ એ થાય કે  2 હજારની નોટ બદલવા પહોંચેલા આ લોકો કોણ છે? શું લાઈનમાં ઉભેલા આ લોકો પોતાની પાસે રહેલી જ 2 હજારની નોટ બદલવા  આવ્યા હતા ? આટલી મોટી સંખ્યામાં લોકોને પોતાની પાસે રહેલી 2 હજારની નોટ બદલવાનું યાદ ન આવ્યું? કે પછી આ લોકો અન્ય કોઈના પૈસા જમા કરાવવા પહોંચ્યા હતા તે સૌથી મોટો સવાલ છે.

RBI ની ઓફીસ બહાર લોકોની લાઈન લાગી

ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા સાત ઓક્ટોબર છેલ્લી તારીખ આપવામાં આવી હતી. રૂપિયા બે હજારની નોટો બદલવા ની અંતિમ તારીખ સુધી નોટો નહીં બદલનાર અનેક લોકોની લાઈનો રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની ઓફીસ બહાર જોવાં મળી રહી છે. ત્યારે મહિલાઓ, વૃદ્ધો તેમજ યુવાનો દરેક લાઈનમાં ઉભા રહ્યા છે. 

ભર બપોરે ગરમીથી બચવા મહિલાઓ મોં ઢાંકી નોટ બદલાવવા પહોંચ્યા 

ભર બપોરે ગરમીથી બચવા મોઢું ઢાંકેલી મહિલાઓની લાંબી લાઈનો રૂપિયા બે હજારની નોટો બદલાવવા આવ્યા હોવાની છે. અનેક લોકોને પૂછતા તેઓ પોતાની પાસે રહેલી બે હજારની નોટો અંતિમ તારીખ સુધી નહીં બદલી શકવાનું કારણ આપ્યું હતું.  જેમાં રીનાબેને જણાવ્યું હતું કે મારી પાસે ત્રણ નોટ છે. નોટ રહી જવાનું કારણ પૂછતા રીનાબેને કહ્યું હતું કે આમ તો બધુ ઝીરો ઝીર કરી જ દીધું હતું. પરંતું દિવાળી આવી રહી છે. જેને લઈ ઘરની સાફ સફાઈ કરી રહી હતી. તે દરમ્યાન મહિલાઓની જે છુપી બચત હોય તે બહાર આવી ગઈ. જેમાં બે હજારની નોટ હતી. ત્યારે હજુ સમય છે તો બદલાવવા માટે આવી છું. 

લોકો નોટ બદલવા ઉભા છે કે કમિશન મળે તે માટે ઉભા રહ્યા છે તે એક પ્રશ્ન

જ્યાં સુધી રિઝર્વ બેંક ની અંતિમ તારીખ આવીને જતી રહી ત્યાં સુધી કોઈને યાદ નહીં આવ્યું અને અચાનક લોકોનાં ઘર માંથી બે- બે હજારની નોટો નીકળવા માંડી, એટલે સ્પષ્ટ સમજી શકાય છે કે કલાકો સુધી લાઈનમાં ઉભા રહીને તડકે તપતાં લોકો ફકત મામૂલી કમિશનનાં હકદાર છે પણ અસલી "માલ" એટલે કે રૂપિયા બે બે હજારની નોટો કોઈ અન્ય "ગોલમાલ" કરી રહ્યું છે .અને હજુ પણ અનેક લોકો પાસે રૂપિયા બે હજારની નોટો કેશમાં પડી હોવાનું માની શકાય....!!

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ