બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / ભારત / હાયકારો! પ્લેન ક્રેશનું રહસ્ય 'રહસ્ય' બની રહેશે! બ્લેક બોક્સને લઈને ચિંતાજનક ખબર, કલ્પના બહારનું બન્યું
Last Updated: 11:46 AM, 19 June 2025
12 જૂનના રોજ અમદાવાદમાં ક્રેશ થયેલા એર ઇન્ડિયાના બોઇંગ 787-8 ડ્રીમલાઇનર વિમાનના 'બ્લેક બોક્સ'ને લઈને એક ચિંતાજનક સમાચાર જાહેર થયાં છે. હકીકતમાં એવું જણાયું છે કે પ્લેન ક્રેશમાં બ્લેક બોક્સને ઘણું નુકશાન થયું છે અને તેને રિપેરિંગ માટે અને તેમાંથી ડેટા લેવા માટે તેને અમેરિકા મોકલાઈ રહ્યું છે. સૂત્રોએ જણાવ્યું કે આ સંબંધિત સરકાર અંતિમ નિર્ણય લેશે.
ADVERTISEMENT
બે ભાગમાં હોય છે બ્લેક બોક્સ
'બ્લેક બોક્સ' વાસ્તવમાં બે ઉપકરણો છે - કોકપિટ વોઇસ રેકોર્ડર, અથવા CVR, અને ફ્લાઇટ ડેટા રેકોર્ડર, અથવા FDR. ક્રેશ થયેલી એર ઇન્ડિયા ફ્લાઇટમાંથી મળેલ 'બ્લેક બોક્સ' વોશિંગ્ટન ડીસીમાં નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડને નિરીક્ષણ માટે મોકલી શકાય છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, જો 'બ્લેક બોક્સ' યુએસ મોકલવામાં આવે છે, તો ભારતીય અધિકારીઓની એક ટુકડી બ્લેક બોક્સ સાથે રહેશે જેથી ખાતરી કરી શકાય કે બધા પ્રોટોકોલનું પાલન થયું છે.
ADVERTISEMENT
દુર્ઘટનાના 28 કલાક બાદ મળ્યું બ્લેક બોક્સ
અમદાવાદમાં 12 જુને પ્લેન ક્રેશ થયું તેના 28 કલાક બાદ એર ઇન્ડિયાની ફ્લાઇટમાંથી 'બ્લેક બોક્સ' મળી આવ્યું હતું.
ADVERTISEMENT
શું હોય છે બ્લેક બોક્સ
બ્લેક બોક્સ એક એવું ડિવાઇસ છે કે દરેક એર ક્રાફ્ટમાં હોય છે અને તેની અંદર ફ્લાઇટની ઉડાન દરમિયાનની દરેક મહત્ત્વપૂર્ણ ગતિવિધિઓ અને દરેક વાતચીતને રેકોર્ડ કરે છે. આ બ્લેક બોક્સ કોકપિટમાં પાયલોટ વચ્ચે થયેલી વાતને પણ રેકોર્ડ કરે છે. જો કે એ વાત અગત્યની છે કે આ બ્લેક બોક્સ નામ ધરાવતું ડિવાઇસ ખરેખર નારંગી રંગનું હોય છે. બ્લેક બોક્સનો રંગ orange હોય છે. એનું કારણ એ છે કે આવી કોઈ દુર્ઘટના થાય ત્યારે તેણે સરળતાથી શોધી શકાય માટે તેનો કલર બ્રાઇટ ઓરેન્જ એટલે કે નારંગી રાખવામાં આવે છે.
ADVERTISEMENT
કેવી રીતે કામ લાગે છે બ્લેક બોક્સ
ADVERTISEMENT
બ્લેક બોક્સમાં રહેલો ડેટા અને ઓડિયો એ સમજવામાં મદદ કરે છે કે આ દુર્ઘટના બની તેની પહેલા વિમાનમાં શું થયું હતું. પાયલોટે શું નિર્ણય લીધો હતો? શું તેમાં કોઈ ટેકનિકલ ખામી હતો ? કે પછી કોઈ હ્યુમન એરરના લીધે આ ભૂલ થઈ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.