બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / ભારત / હે કુદરત ! 3 માસૂમ સાથે ઉદયપુરનું કપલ પ્લેન ક્રેશમાંથી બચી જાત, પણ 1 દિવસ પહેલાં બન્યું હેરાનીભર્યું
Last Updated: 11:18 AM, 19 June 2025
રાજસ્થાનના નિવૃત્ત સિવિલ એન્જિનિયર અનિલ કુમાર વ્યાસ માટે એક દિવસનો ફેર કારમી યાદ છોડી ગયો છે. તેમની પુત્રી, ડૉ. કોમી વ્યાસ, તેમના પતિ ડૉ. પ્રતીક જોશી અને તેમના ત્રણ બાળકો - આઠ વર્ષની મારિયા અને પાંચ વર્ષના જોડિયા, પ્રત્યુત અને નકુલ - 12 જૂનના રોજ અમદાવાદમાં એર ઇન્ડિયા ફ્લાઇટ 171 દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા હતા. આ ઘટનામાં એવું સામે આવ્યું છે કે આ પરિવારે શરૂઆતમાં એક દિવસ પહેલા, 11 જૂનના રોજ યુકે જવાની યોજના બનાવી હતી, પરંતુ ટિકિટ મળી ન હતી. તો તેમણે બીજા દિવસનું બુકિંગ કરાવ્યું અને તેમાં તેમના આખા પરિવારનો ભોગ લેવાયો હતો.
ADVERTISEMENT
Another couple and there children:
— OM Hindi (@OM_Hindi) June 12, 2025
Dr. Koni Vyas of Banswara, Rajasthan, her husband Dr. Pradeep Joshi, children Pradyut Joshi, Miraya Joshi and Nakul Joshi also died in the plane crash.💔 pic.twitter.com/2G4KX6viRO
એક દિવસના ફેરને કારણે આખો પરિવાર ખતમ
ADVERTISEMENT
દુર્ઘટના પછી, વ્યાસ મૃતદેહોની ઓળખ કરવા માટે અમદાવાદ ગયા. સિવિલ પોસ્ટ મોર્ટમ રૂમમાં તેઓ તેમની પુત્રીની કાનની બુટ્ટી અને કપડાં દ્વારા ઓળખી શક્યા. કોમીની બહેન બર્લિનથી તેના પિતા સાથે ડીએનએ નમૂના આપવા માટે આવી હતી, જે 17 જૂનના રોજ મેચ થયો હતો, જ્યારે મૃતદેહો પરિવારને સોંપવામાં આવ્યા હતા. તેમના અંતિમ સંસ્કાર તે જ દિવસે કરવામાં આવ્યા હતા. એક દિવસમાં બધું બદલાઈ ગયું," વ્યાસે કહ્યું. "જીવનભરના સપના ખોવાઈ ગયા - ફક્ત એક દિવસને કારણે.
This is more disheartening...
— BENJAE 🤙👊🏻 (@Smartbenjae8) June 13, 2025
It's sad. Read about this couple who Perished together with their 3 beloved children in Air India plane crash, pic.twitter.com/ssCRGFPgLB
ADVERTISEMENT
કોણ હતું ઉદયપુરનું કપલ
જોશી-વ્યાસ પરિવાર વિદેશમાં નવા જીવનની તૈયારી કરી રહ્યો હતો. પ્રતીક અને કોમી એવા ડોક્ટર હતા જેમણે તાજેતરમાં જ રોયલ કોલેજ ઓફ એનેસ્થેટિસ્ટ્સ (FRCA) ની ફેલોશિપ પરીક્ષા પાસ કરી હતી, જેનાથી તેઓ યુકેમાં પ્રેક્ટિસ કરવા માટે લાયક બન્યા હતા. પ્રતિક, જે અગાઉ ઝાયડસ હોસ્પિટલમાં રેડિયોલોજિસ્ટ હતા, તેમણે યુકેના ડર્બીમાં રોયલ ડર્બી હોસ્પિટલમાં કામ શરૂ કરી દીધું હતું. ઉદયપુરમાં પેસિફિક મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં સહાયક પ્રોફેસર અને પેથોલોજિસ્ટ તરીકેના પદ પરથી રાજીનામું આપનાર કોમી, બાળકો સાથે કાયમ માટે તેમની સાથે જોડાવા માટે તૈયાર હતા. પ્રતીક 9 જૂને તેમની પત્ની અને બાળકો સાથે અમદાવાદ પાછા ફર્યા હતા અને 12મીની ફ્લાઈટમાં લંડન જવાનું હતું પરંતુ અમદાવાદ પ્લેન ટ્રેજેડીમાં આખા પરિવારનો ભોગ લેવાયો.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.