બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / ahmedabad looteri dulhan bride fled after wedding two arrests of cheater gang

અજાણી સાથે લગ્ન નહીં / જામનગરી મિત્રોની સુહાગરાત બગડી ! અમદાવાદી દુલ્હનોએ ઘડીયા લગ્ન કર્યાં, કલાકમાં લાખો લઈને ઉપડી ગઈ

Hiralal

Last Updated: 09:10 PM, 27 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં નકલી લગ્ન કરાવી આપતી ટોળકીનો તરખાટ સામે આવ્યો છે. આ ટોળકીએ દુલ્હનને મોહરુ બનાવીને જામનગરના બે યુવાનો પાસેથી 2.45 લાખ ખંખેર્યાં હતા.

  • અમદાવાદમાં નકલી લગ્ન કરાવી આપતી ટોળકીનો તરખાટ 
  • દુલ્હનને મોહરુ બનાવીને જામનગરના ઘડીકના વરરાજા પાસેથી લૂંટી લીધા 2.45 લાખ 
  • મિરઝાપુર કોર્ટમાં લગ્ન, ઘેર જતાં ઉજાલા સર્કલ પાસેથી બહાનું કાઢીને દુલ્હનો ફરાર

ગુજરાતમાં લગ્નમાં ઠગાઈના કિસ્સા વધી રહ્યાં છે. પોતાના સમાજને મૂકીને અજાણી છોકરી સાથે લગ્ન કરવાના અભરખાં લાખોમાં પડતાં હોય છે, આવી ઘણી ઘટનાઓ ભૂતકાળમાં સામે આવી ચૂકી છે છતાં લોકોને જાગતા નથી અને સરવાળે રુપિયા અને આબરુ ગુમાવીને જ જંપતા હોય છે. ફરી એક વાર અજાણી છોકરીઓ સાથે લગ્ન કરવા જતાં બે યુવાનોએ લાખો રુપિયા ગુમાવ્યાં છે અને પત્ની સુખનું સપનું ચકનાચૂર થઈ ગયું છે. અજાણી છોકરીઓ સાથે લગ્નના ચક્કરમાં જામનગરના બે મિત્રોને લાખો રુપિયા ગુમાવવાનો વારો આવ્યો છે.

જામનગરી મિત્રોને પત્ની સુખ ભારે પડ્યું 

જામનગરના બે મિત્રો લગ્ન કરવા માગતા હતા તેથી તેમણે અમદાવાદના કરજણમાં મેરેજ બ્યુરો ચલાવતી સરોજબેનનો સંપર્ક ર્ક્યો હતો. સરોજબેન તેના ઓળખીતા અમદાવાદના રામોલમાં આવું જ મેરેજ બ્યૂરો ચલાવતાં 
ધવલનો સંપર્ક કરાવ્યો હતો. આ ધવલ જ અસલી સૂત્રધાર છે, તેણે બન્ને મિત્રો જગદીશ અને દીપકને છોકરી જોવા અમદાવાદ બોલાવ્યાં હતા. આ પછી તેઓ બન્ને પરિવાર સાથે રામોલ આવ્યાં હતા અને ધવલને મળ્યાં હતા. ધવલે બન્નેને છોકરીઓ દેખાડી હતી. છોકરીઓ લગ્ન કરવા તો તૈયાર હતી પરંતુ આ માટે તેમણે બન્ને પાસેથી 3 લાખની માગણ કરી હતી. હા ના, હા ના કરતાં આખરે 1.20 લાખમાં સોદો પાર પડ્યો હતો. 

મિરઝાપુર કોર્ટમાં લગ્ન 
1.20 લાખમાં સોદો પાર પડ્યાં બાદ બન્ને મિત્રોએ રાત 9 વાગ્યે મિરઝાપુર કોર્ટની સામે વકીલની ઓફિસમાં જગદીશના કૈલાસ નામની યુવતી અને દીપકને સીમા નામની યુવતી સાથે લગ્ન થયા હતા. 

ઉજાલા સર્કલ પાસેથી દુલ્હનો ફરાર 
બધી વિધિ પતાવીને બન્ને મિત્રો પોતપોતાની દુલ્હનને લઈને જામનગર જવા રવાના થયા હતા પરંતુ વચ્ચે ઉજાલા સર્કલ પાસે જમવા રોકાયા હતા અને આ જમવા રોકાયા તેમાં જ ઘાટ થઈ ગયો હતો. બાથરુમના જવાના બહાને દુલ્હનો બહાર ગઈ હતી અને ત્યાં ગાડીમાં રાહ જોઈ રહેલા તેમની ટોળકી સાથે બેસીને ફરાર થઈ ગઈ હતી. થોડી વાર રાહ જોયા બાદ    ઘડીકના વરરાજા દ્વારા તેમની તપાસ કરવામાં આવી, તેઓ બધેય જોઈ વળ્યાં પણ ક્યાંય પણ દુલ્હનોનું નામોનિશાન નહોતું, આ જોઈને વરરાજા ધબકારો ચૂકી ગયા હતા અને તેમને ખબર પડી ગઈ કે તેમની સાથે છેતરપિંડી થઈ છે. નકલી લગ્ન કરાવી આપનાર ટોળકીએ દુલ્હનને મોહરું બનાવીને 2.45 લાખ લૂંટી લીધા હતા. દોઢ કલાકના લગ્ન જીવન અને લૂંટરી દુલહન દ્વારા છેતરપીંડીને લઈને રામોલ પોલીસે ગણેશ મેરેજ બ્યુરો ના ધવલભાઇ, કરજણ મેરેજ બ્યુરોની સરોજબેન, લૂંટેરી દુલહન કૈલાસ અને સીમા.. તેમજ બ્યુરોમાં કામ કરતા કિરણબેન, અસ્મિતાબેન, ધવલ અને શંકર સહિત 8 લોકો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ