બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / અમદાવાદમાં બનશે 100થી વધુ ગ્રીન બસ શેલ્ટર: સાબરમતીમાં વૃક્ષ સાથે સંકલિત પ્રથમ ગ્રીન બસ શેલ્ટર તૈયાર

ગુજરાત / અમદાવાદમાં બનશે 100થી વધુ ગ્રીન બસ શેલ્ટર: સાબરમતીમાં વૃક્ષ સાથે સંકલિત પ્રથમ ગ્રીન બસ શેલ્ટર તૈયાર

Published By: Nidhi Panchal

Last Updated: 03:07 PM, 4 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં જાહેર પરિવહનને વધુ આરામદાયક અને પર્યાવરણમૈત્રી બનાવવા માટે મહાનગરપાલિકા ગ્રીન બસ શેલ્ટરનો મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ શરૂ કરી રહી છે. શહેરમાં 100થી વધુ વૃક્ષ સાથે સંકલિત ગ્રીન બસ શેલ્ટર વિકસાવવાની યોજના તૈયાર કરવામાં આવી છે.

અમદાવાદમાં જાહેર પરિવહનને આધુનિક અને મુસાફરો માટે વધુ આરામદાયક બનાવવાની સાથે પર્યાવરણ સંરક્ષણને પણ પ્રાથમિકતા આપતું મહત્ત્વાકાંક્ષી આયોજન હાથ ધરવામાં આવ્યું છે. શહેરના અચેર ખાતે વૃક્ષ સાથે સંકલિત પ્રથમ ગ્રીન બસ શેલ્ટર તૈયાર કર્યા બાદ હવે અમદાવાદ મહાનગરપાલિકા શહેરના વિવિધ વિસ્તારોમાં ૧૦૦થી વધુ ગ્રીન બસ શેલ્ટર વિકસાવવાની તૈયારીમાં છે. આ પ્રોજેક્ટ માત્ર બસ સ્ટેન્ડના નિર્માણ પૂરતો મર્યાદિત નથી, પરંતુ શહેરના વિકાસમાં હરિયાળીને કેન્દ્રસ્થાને રાખવાનો પ્રયાસ છે.

Green

અમદાવાદમાં છેલ્લાં કેટલાંક વર્ષોથી વધતું તાપમાન, કોંક્રીટના જંગલમાં ફેરવાતું શહેર અને ઘટતી હરિયાળી વચ્ચે મહાનગરપાલિકાએ વિકાસ અને પર્યાવરણ વચ્ચે સંતુલન જાળવવાનો માર્ગ પસંદ કર્યો છે. સામાન્ય રીતે રોડ પહોળા કરવા અથવા બસ સ્ટેન્ડ બનાવવા માટે રસ્તાની બાજુમાં આવેલાં વૃક્ષો કાપવામાં આવે છે, જોકે નવા આયોજનમાં જ્યાં મોટાં અને વર્ષોજૂનાં વૃક્ષો બસ સ્ટોપની નજીક હશે ત્યાં વૃક્ષોને બચાવીને તેમની આસપાસ જ બસ શેલ્ટરની ડિઝાઇન તૈયાર કરવામાં આવશે એટલે વિકાસ પણ થશે અને હરિયાળી પણ જળવાશે.

અલગ અલગ ઝોનમાં સર્વે શરૂ કરવામાં આવશે

મહાનગરપાલિકાના આયોજન મુજબ શહેરના અલગ અલગ ઝોનમાં સર્વે શરૂ કરવામાં આવશે. એવાં સ્થળોની પસંદગી કરવામાં આવશે, જ્યાં વિશાળ વૃક્ષો બસ સ્ટોપની નજીક છે અને મુસાફરોને કુદરતી છાંયો મળી શકે છે. દરેક સ્થળે સ્થાનિક સ્થિતિને ધ્યાનમાં રાખીને ડિઝાઇન તૈયાર કરવામાં આવશે. આથી દરેક ગ્રીન બસ શેલ્ટર તેની આસપાસના વૃક્ષ અને વિસ્તાર પ્રમાણે અલગ ઓળખ ધરાવશે.

વિશેષતા માત્ર વૃક્ષ પૂરતી મર્યાદિત નથી

આ નવાં બસ શેલ્ટરની વિશેષતા માત્ર વૃક્ષ પૂરતી મર્યાદિત નથી. તેની છત પર ખાસ પ્રકારની હરિયાળી વેલ ઉગાડવામાં આવશે, જે થોડા મહિનામાં સમગ્ર શેલ્ટરને લીલોતરીથી ઢાંકી દેશે, પરિણામે બસ સ્ટેન્ડનું તાપમાન સામાન્ય બસ સ્ટેન્ડ કરતાં ઓછું રહેશે. ગરમીના દિવસોમાં મુસાફરોને કુદરતી ઠંડક મળશે અને વરસાદ દરમિયાન પણ હરિયાળીનું આકર્ષક દૃશ્ય જોવા મળશે.

વિસ્તારોમાં તાપમાન 44થી 45 ડિગ્રી સુધી પહોંચે

ઉનાળા દરમિયાન અમદાવાદના અનેક વિસ્તારોમાં તાપમાન 44થી 45 ડિગ્રી સુધી પહોંચે છે. ખુલ્લા બસ સ્ટેન્ડ પર ઊભા રહેતા હજારો મુસાફરોને તીવ્ર ગરમીનો સામનો કરવો પડે છે. ગ્રીન બસ શેલ્ટર આ સમસ્યાનો કુદરતી ઉકેલ બની શકે છે. વૃક્ષોનો છાંયો, હરિયાળી અને ડ્યુઅલ લેયર રૂફના કારણે અંદરનું તાપમાન નોંધપાત્ર રીતે ઓછું રહેવાની શક્યતા છે, સાથે જ ધૂળ અને ગરમ પવનની અસર પણ ઘટશે.

bad-green

આ પ્રોજેક્ટમાં એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી બાંધકામ સામગ્રીનો ઉપયોગ પણ કરવામાં આવશે. રિસાઈકલ થયેલા બાંધકામના કચરામાંથી તૈયાર થયેલા પેવર બ્લોક્સ અને કર્બ સ્ટોનનો ઉપયોગ કરીને સર્ક્યુલર અર્થતંત્રને પ્રોત્સાહન આપવામાં આવશે. ઊર્જા બચત કરતું એલઈડી લાઇટિંગ, વરસાદી પાણીના સંચાલનની વ્યવસ્થા, મુસાફરો માટે માહિતી બોર્ડ અને આરામદાયક બેઠક જેવી સુવિધાઓ પણ દરેક ગ્રીન બસ શેલ્ટરમાં ઉપલબ્ધ રહેશે.

લોકો જાહેર પરિવહનનો ઉપયોગ કરે

શહેરમાં દરરોજ લાખો લોકો જાહેર પરિવહનનો ઉપયોગ કરે છે. આવી સ્થિતિમાં બસ સ્ટેન્ડ માત્ર રાહ જોવાનું સ્થળ ન રહે, પરંતુ લોકો માટે આરામદાયક અને સ્વચ્છ જાહેર જગ્યા બને તે દિશામાં આ આયોજન મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. હરિયાળાં બસ શેલ્ટર શહેરના સૌંદર્યમાં વધારો કરશે અને લોકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ પણ વધારશે.

100થી વધુ ગ્રીન બસ શેલ્ટર ઊભાં થશે

નિષ્ણાતોનું માનવું છે કે શહેરમાં એકસાથે 100થી વધુ ગ્રીન બસ શેલ્ટર ઊભાં થશે તો તેની અસર માત્ર મુસાફરો સુધી મર્યાદિત નહીં રહે. આસપાસનું તાપમાન ઘટાડવામાં, હવાની ગુણવત્તા સુધારવામાં, કાર્બન શોષણ વધારવામાં અને હીટ આઇલેન્ડની અસર ઘટાડવામાં પણ મદદ મળશે. આવનારા સમયમાં આ મોડલ અન્ય શહેરો માટે પણ પ્રેરણારૂપ બની શકે છે.

આ પ્રોજેક્ટને તબક્કાવાર અમલમાં મૂકશે

મહાનગરપાલિકા આ પ્રોજેક્ટને તબક્કાવાર અમલમાં મૂકશે. પ્રથમ તબક્કામાં એવા વિસ્તારોને પ્રાથમિકતા આપવામાં આવશે, જ્યાં મોટાં વૃક્ષો ઉપલબ્ધ છે અને મુસાફરોની અવરજવર વધુ રહે છે. પાઈલટ પ્રોજેક્ટનાં પરિણામોના આધારે આગામી વર્ષોમાં શહેરના વધુ વિસ્તારોમાં ગ્રીન બસ શેલ્ટરની સંખ્યા વધારવામાં આવશે. આમ, અમદાવાદ હવે માત્ર સ્માર્ટ સિટી નહીં, પરંતુ હરિયાળા જાહેર પરિવહનની નવી ઓળખ ઊભી કરવા તરફ આગળ વધી રહ્યું છે. એક બસ સ્ટેન્ડથી શરૂ થયેલી આ પહેલ આગામી સમયમાં શહેરનાં સેંકડો બસ સ્ટોપને કુદરત સાથે જોડતી અનોખી ઓળખ આપી શકે છે. સાબરમતી વિસ્તારની રાજુલપાર્ક સોસાયટી નજીક આવેલા અચેર એએમટીએસ સ્ટેશન ખાતે શહેરનું પ્રથમ વૃક્ષ સાથે સંકલિત ગ્રીન બસ શેલ્ટર તૈયાર કરવામાં આવ્યું

આ પણ વાંચો : નવી BESS પોલિસી: દિવસે સંગ્રહ થશે સૌર વીજળી, રાત્રે પણ મળશે સપ્લાય; 100 GW રિન્યુએબલ એનર્જી લક્ષ્યને વેગ

૧૦૦થી વધુ ગ્રીન બસ શેલ્ટરની યોજના કેમ ખાસ?

  • શહેરમાં તબક્કાવાર ૧૦૦થી વધુ ગ્રીન બસ શેલ્ટર બનાવાશે.
  • મોટાં અને વર્ષોજૂનાં વૃક્ષોને બચાવી તેમની આસપાસ શેલ્ટર તૈયાર કરાશે.
  • કુદરતી છાંયો મળતાં મુસાફરોને ગરમીમાં રાહત મળશે.
  • છત પર હરિયાળી વેલ ઉગાડીને ગ્રીન કવર તૈયાર કરાશે.
  • આસપાસનું તાપમાન ઘટાડવામાં મદદ મળશે.
  • હવાની ગુણવત્તામાં સુધારો અને પ્રદૂષણ ઘટાડવામાં સહાયક બનશે.
  • રિસાઈકલ બાંધકામ સામગ્રીનો ઉપયોગ કરીને પર્યાવરણને પ્રોત્સાહન અપાશે.
  • ઊર્જા બચત કરતા લાઇટિંગ અને વરસાદી પાણીના સંચાલનની વ્યવસ્થા રહેશે.
  • બસ સ્ટેન્ડને માત્ર રાહ જોવાનું સ્થળ નહીં, પરંતુ હરિયાળું જાહેર સ્થળ બનાવવાનો પ્રયાસ.
  • અમદાવાદ બાદ અન્ય શહેરો માટે પણ આ મોડલ પ્રેરણારૂપ બની શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Green Bus Shelter, Ahmedabad AMC

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ