બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / Ahmedabad Crime Branch arrested four accused with fake India-Pakistan match tickets

કાળાબજારી / ભારત-પાકિસ્તાન મેચમાં જોવાની લ્હાયમાં ડુપ્લિકેટ ન ખરીદી લેતા.! અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની રેડમાં 4 આરોપી સકંજામાં, નકલી 108 કબજે

Dinesh

Last Updated: 05:05 PM, 11 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IND vs PAK match : અમદાવાદની બોડકદેવની ક્રિષ્ના ઝેરોક્ષમાંથી ભારત-પાકિસ્તાન મેચની 108 ડુપ્લિકેટ ટિકિટ ઝડપાઈ, પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી

 

  • ભારત-પાકિસ્તાન મેચ પહેલા ક્રાઈમ બ્રાન્ચની મોટી કાર્યવાહી
  • બોડકદેવની ક્રિષ્ના ઝેરોક્ષમાંથી 108 મેચની ડુપ્લિકેટ ટિકિટ ઝડપાઈ
  • ટિકિટ વેચાય તે પહેલા જ 4 આરોપીઓની ધરપકડ કરી 


ભારતની મેજબાનીમાં વન ડે વર્લ્ડ કપ શાનદાર રીતે રમાઈ રહ્યો છે. દર્શકો આતુરતાથી ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનાર મેચની રાહ જોઈ રહ્યા છે. 14 ઓક્ટોબરના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આ મેચ રમવામાં આવશે. જો કે, આ મેચની ટિકિટને લઈ ભારે અફરા તફરી મચેલી જોવા મળી રહી છે. ત્યારે ભારત અને પાકિસ્તાનની મેચને લઈ કાળાબજારીઓ પણ નકલી ટિકિટો વેચવા માટે એક્ટિવ થયા છે. ત્યારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે બોડકદેવની ક્રિષ્ના ઝેરોક્ષમાં રેડ પાડી હતી જ્યાંથી 108 મેચની ડુપ્લિકેટ ટિકિટ અને 25 પેજ કબજે કર્યા છે. 

ક્રિષ્ના ઝેરોક્ષમાં ક્રાઈમ બ્રાન્ચે રેડ પાડી
ભારત-પાકિસ્તાન મેચ પહેલા ક્રાઈમ બ્રાન્ચની મોટી કાર્યવાહી સામે આવી છે. બોડકદેવની ક્રિષ્ના ઝેરોક્ષમાં ક્રાઈમ બ્રાન્ચે રેડ પાડી હતી. જેમાં 108 મેચની ડુપ્લિકેટ ટિકિટ અને 25 પેજ ટિકિટ ઝેરોક્ષ મળી આવી હતી. જેમાં 1 પેજ પર 3 ટિકિટની કલર પ્રિન્ટ બનાવી હતી. ડુપ્લિકેટ 108 ટિકિટ તેમજ 125 છપાયેલા પેજ પણ ઝડપાયા ઝડપાયા છે. જે તમામ પોલીસે કબજે કરી 4 આરોપીની કરી ધરપકડ છે. 2 હજારના દરની બોગસ ટિકિટ બનાવી હતી. ટિકિટ વેચાય તે પહેલા જ આરોપીઓને દબોચી લેવાયા છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે 14 ઓક્ટોબરે મેચ 
મહત્વનું છે ક , ભારત અને પાકિસ્તાન વચ્ચે 14 ઓક્ટોબરે અમદાવાદ સ્ટેડિયમમાં મેચ રમાશે. આ મેચ જીતીને ટીમ ઈન્ડિયા સેમીફાઈનલમાં જવાનો રસ્તો સરળ કરવા ઈચ્છશે. ટીમ ઈન્ડિયા ODI વર્લ્ડ કપમાં અત્યાર સુધી પાકિસ્તાન સામે કોઈ મેચ હારી નથી જ્યારે તેણે પાડોશી દેશને સાત વખત હરાવ્યું છે. આ વખતે ભારતનો હેતુ આઠમી જીત હાંસલ કરવાનો રહેશે. ભારતે પોતાના વર્લ્ડ કપ અભિયાનની શાનદાર શરૂઆત કરી છે. પ્રથમ મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને સાત વિકેટે હરાવ્યું હતું. અફઘાનિસ્તાન સામેની બીજી મેચમાં પણ ટીમ ઈન્ડિયાને જીતની દાવેદાર માનવામાં આવે છે.

સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસબળ તહેનાત
અમદાવાદ પોલીસ કમિશનર જ્ઞાનેંગ્પ સિંહ મલિકે જણાવ્યું કે, ઈમરજન્સી પરિસ્થિતિમાં પોલીસ પાસે પ્લાન બી પણ છે. સ્ટેડિયમમાં વિવાદાસ્પદ બેનર લઈ જવા પર પ્રતિબંધ મુકવામાં આવશે. દર્શકોના તમામ બેનર અને પોસ્ટરની તપાસ કરવામાં આવશે, જેથી કોઈ પ્રકારની અફવા ના ફેલાય. શાહપુર, દરિયાપુર અને જમાલપુર જેવા સંવેદનશીલ વિસ્તારમાં પણ પોલીસ તહેનાત કરવામાં આવશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ