બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ભારે વરસાદની અસર: 885 CCTV કેમેરા બંધ, સ્માર્ટ સિટી-નિર્ભયા સર્વેલન્સ નેટવર્કને ફટકો
Last Updated: 02:44 PM, 4 August 2026
ચોમાસાની સિઝનના ભારે વરસાદે માત્ર શહેરના રસ્તાને જ નહીં, પરંતુ અમદાવાદના ઇલેક્ટ્રોનિક સર્વેલન્સ નેટવર્કને પણ મોટો ફટકો પહોંચાડ્યો છે. શહેરની કાયદો-વ્યવસ્થા અને ટ્રાફિક પર નજર રાખતા કુલ ૮૮૫ સીસીટીવી કેમેરા હાલ બંધ થઈ ગયા છે. ભારે વરસાદ ઉપરાંત વિવિધ વિકાસકામો દરમિયાન થયેલા નુકસાનને કારણે આ સ્થિતિ સર્જાઈ હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે.AMCના જણાવ્યા મુજબ, સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળના ૮૧૫ કેમેરા ૩ ઓગસ્ટ સુધીમાં બિનકાર્યરત બન્યા છે, જ્યારે ટ્રાફિક પોલીસ સંચાલિત નિર્ભયા પ્રોજેક્ટના વધુ ૭૦ કેમેરા પણ હાલ સેવા બહાર છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
કેમેરા બંધ થતાં ટ્રાફિકની સ્થિતિ પર નજર રાખવા, નિયમભંગ શોધવા, અકસ્માતો અને ગુનાઓની તપાસમાં મદદરૂપ થતી રિયલ-ટાઇમ માહિતી મેળવવામાં મુશ્કેલી ઊભી થઈ છે. ઉપરાંત શંકાસ્પદોની ઓળખ, સંવેદનશીલ વિસ્તારોની દેખરેખ, રેડલાઇટ જમ્પ અને ઓવરસ્પીડિંગ જેવા ભંગ શોધવામાં પણ અસર પડી રહી છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, મોટાભાગના કેમેરા વરસાદથી થયેલા નુકસાન તેમજ બીઆરટીએસ વિસ્તરણ અને અન્ય વિકાસકામો દરમિયાન ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં થયેલા ફેરફારોને કારણે બંધ થયા છે. શહેરમાં સ્માર્ટ સિટી હેઠળના કુલ ૪,૭૮૫ કેમેરામાંથી ૩,૯૭૦ હાલ કાર્યરત છે, જ્યારે ૮૧૫ કેમેરા બંધ છે. એએમસીના અધિકારીઓએ જણાવ્યું કે વરસાદની તીવ્રતા ઘટતાં જ પ્રાથમિકતાના ધોરણે મરામત શરૂ કરવામાં આવશે અને શક્ય તેટલી વહેલી તકે સમગ્ર સર્વેલન્સ નેટવર્ક ફરી કાર્યરત કરવામાં આવશે.
ADVERTISEMENT
બંધ પડેલા કેમેરા ફરી શરૂ કરવાની કામગીરી સાથે એએમસી દ્વારા શહેરના સર્વેલન્સ નેટવર્કને વધુ મજબૂત બનાવવા માટે ૧૦,૦૬૨ નવા કેમેરા સ્થાપવા ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાઈ છે. આ નેટવર્કથી નવા વિસ્તારોમાં દેખરેખ વધારવા, ટ્રાફિક મેનેજમેન્ટ સુધારવા અને આગામી કોમનવેલ્થ ગેમ્સને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થા વધુ સશક્ત બનાવવાનો હેતુ છે.
ADVERTISEMENT
નવા પ્રોજેક્ટ હેઠળ SASA યોજનામાં AMCની મિલકતો પર 1,500 કેમેરા, એએમટીએસ બસ સ્ટોપ પર 800 કેમેરા અને નાગરિક કર્મચારી માટે ૨૦૦ બોડી-વોર્ન કેમેરા મૂકવામાં આવશે. જ્યારે એટીસીએસ પ્રોજેક્ટ હેઠળ ૧,૩૮૫ વાહન ડિટેક્ટર કેમેરા, ૧,૫૭૭ રેડલાઇટ અને સ્પીડ વાયોલેશન કેમેરા, 4,400 એએનપીઆર (ઓટોમેટિક નંબર પ્લેટ રેકગ્નિશન) કેમેરા, ૧૦૦ ફેસ રેકગ્નિશન કેમેરા, ૫૦ ડોમ કેમેરા અને ૫૦ પીટીઝેડ (પેન-ટિલ્ટ-ઝૂમ) કેમેરા સ્થાપવાની યોજના છે.
ADVERTISEMENT
ટ્રાફિક પોલીસના જણાવ્યા મુજબ, નિર્ભયા પ્રોજેક્ટ હેઠળના આશરે ૬૭૦ કેમેરામાંથી ૭૦ કેમેરા હાલ બિનકાર્યરત છે અને તેમની મરામતની કામગીરી ચાલી રહી છે. સમગ્ર સીસીટીવી નેટવર્ક ટ્રાફિક મોનિટરિંગ, ચોરાયેલાં વાહનોની ઓળખ, ગુનેગારને ટ્રેક કરવા તેમજ અકસ્માત અને ગુનાખોરીની તપાસમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.