બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મેં કીધું હતું ને કે હું જલ્દી આવીશ અને આવી ગયો: કેજરીવાલ

logo

આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ, કેદારનાથ ધામ બાદ ગંગોત્રી અને યમનોત્રી ધામના કપાટ ખુલ્યા

logo

કેજરીવાલને સુપ્રીમ કોર્ટની રાહત, મળ્યા વચગાળાના જામીન

logo

અંબાલાલ પટેલની ચોમાસાને લઈ મોટી આગાહી, આંધી અને તોફાન સાથે રાજ્યમાં થશે વરસાદનું આગમન

logo

ઇફકોના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે યોજાઇ ચૂંટણી, દિલીપ સંઘાણી ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા, વાઈસ ચેરમેન તરીકે બલવિંદર સિંહ ચૂંટાયા

logo

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણ રાજ્યોમાં કરશે ચૂંટણી પ્રચાર

logo

અરવિંદ કેજરીવાલના જામીન પર સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપી શકે

logo

અક્ષય તૃતીયાના અવસરે આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ થયો, કેદારનાથ ધામના કપાટ સવારે 7.10 કલાકે ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા

logo

IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર

logo

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી

VTV / ગુજરાત / VTV વિશેષ / અમદાવાદ / Ahmedabad Car Accident Statistics

અકસ્માત / અમદાવાદમાં બેફામ વાહનો નાગરિકો માટે બન્યા જીવલેણ, આખરે કોણી છે રહેમનજર!

vtvAdmin

Last Updated: 09:23 PM, 17 July 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ જેવા શહેરો કે જ્યાં ચોકે ચોકે આરટીઓ પોલીસ તહેનાત છે. ત્યાં પણ બેફામ પણે ભારે વાહનો પોલીસની નજર સામે જ કોઈને કચડીને જતા રહે છે. તો બીજા નાના શહેરોમાં કાયદા પાલન થતું હશે કે કેમ તે પણ વિચારવા જેવું છે. અમદાવાદ શહેરમાં છેલ્લાં ત્રણ વર્ષ દરમિયાન ભારે વાહનોએ સર્જેલા અકસ્માત અને અને તેના કારણે મૃત્યુ પામનારા નાગરિકોની સંખ્યાની વાત કરી એ તો શહેરમાં વર્ષ 2017માં 1416 અકસ્માત સર્જાયા હતા જેમાં 294 નાગરિકોના મોત થયા હતા.

Accident

શહેરના રોડ હોય કે રાષ્ટ્રીય ધોરીમાર્ગો આ બધા નાગરિકો માટેના વિકાસપથ છે. પરંતુ આજે  ઈરાદાપૂર્વકની બેદરકારીનાં કારણે આ વિકાસમાર્ગો સામાન્ય નાગરિકો માટે વિનાશમાર્ગો બની ગયા છે. રોડ પર વાહન ચલાવવાનો દરેક નાગિરકોનો હક છે પરંતુ કેટલાક ભારે વાહન ચાલકો રોડ માત્ર પોતાની જ પ્રોપર્ટી હોય તે રીતે બેફામ વાહન ચલાવે છે અને તેનો ભોગ બને છે નિર્દોષ નાગરિકો. નાગરિકો વિચારી રહ્યાં છે કે નિયમ તોડીને ભારે વાહનો કોની રહેમનજર હેઠળ બેફામ હંકારી રહ્યા છે? ત્યારે જોઈએ આ અહેવાલમાં. 
 
વહેલી સવારનાં આછા ઝાંખા અજવાળાના સીસીટીવીના દ્રશ્યોમાં વસ્ત્રાલમાં ઘટેલી એક દુર્ઘટના (accident) પહેલાના છે. આ બેફામ બનીને અને અન્ય કોઈનો ખ્યાલ કર્યા વગર આવતું આ ડમ્પર દેખાય છે તે પછી એવા કરુણ અંજામનું કારણ બની ગયું છે કે, તેનો ભોગ બનેલા પરિવારને તેનો ઝખમ ક્યારેય નહીં રુઝાય. અમદાવામાં ખીચોખીચ ટ્રાફિકમાં પણ બેફામ ભારે વાહનો ચલાવવાનો અને કોઈને પણ અડફેટે લઈ મોતના મુખમાં ઘકેલવાનો સિલસિલો અટકવાનું નામ નથી લેતો. ત્યારે તેમાં વધુ એક ઘટનાનો ઉમેરો થયો છે.

અહીં ડમ્પર તેના ચાલકની ઘોર બેદરકારીના કારણે એક આશાસ્પદ વિદ્યાર્થીનાં મોતનું કારણ બની ગયું છે. અહીં સીસીટીવી દ્રશ્યોમાં સાઈડ લાઈટ આપીને સ્પીડમાં બેફામ જઈ રહેલા ડમ્પરે એક્ટિવા પર જતી બે વિદ્યાર્થીને અડફેટે લીધી. જેમાં ધોરણ 11માં અભ્યાસ કરતી હિતાંશી પટેલ નામની વિદ્યાર્થીનીનું ઘટના સ્થળે મોત નિપજ્યું. જ્યારે અન્ય એક યુવતીને ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પીટલમાં ખસેડવામા આવી. અહીં ડમ્પર ચાલક કોઈના જીવનો પણ ખ્યાલ કર્યા વગર કેટલી ગતિએ વળાંક લઈ રહ્યો છે. આ ઈરાદાભરી બેદરકારીએ એક  નિર્દોષ હિતાંશીનો જીવ લઈ ગઈ.

શહેરોમાં સવારે સાત વાગ્યા થી રાત્રે 11 વાગ્યા સુધી ભારે વાહનના પ્રવેશ પર કાયદાથી નિષેધ ફરમાવેલો છે. છતાં શહેરોના રોડ પર બેફામ પણ ભારે વાહનો ચાલી રહ્યાં છે અને નિર્દોષ નાગરિકો માટે જીવલેણ બની રહ્યાં છે. જ્યારે આવી ઘટના બને છે ત્યારે આરટીઓ તંત્ર અને પોલીસ દોડી જાય છે અને કડક પગલાંની હૈયાધારણ આપે છે. પરંતુ પછી બીજા જ દિવસે તંત્ર આવી કોઈ ઘટના ઘટી હોવાનું જ વીસરી જાય છે અને ભારે વાહન ચાલકો મુક્ત સ્ટિયરિંગે શહેરના રોડ પર વિહરવા લાગે છે. ત્યારે શું આવા ભારે વાહનો આરટીઓની નજરે નહીં ચડતાં હોય?

અમદાવાદ જેવા શહેરો કે જ્યાં ચોકે ચોકે આરટીઓ પોલીસ તહેનાત છે. ત્યાં પણ બેફામ પણે ભારે વાહનો પોલીસની નજર સામે જ કોઈને કચડીને જતા રહે છે. તો બીજા નાના શહેરોમાં કાયદા પાલન થતું હશે કે કેમ તે પણ વિચારવા જેવું છે. અમદાવાદ શહેરમાં છેલ્લાં ત્રણ વર્ષ દરમિયાન ભારે વાહનોએ સર્જેલા અકસ્માત અને અને તેના કારણે મૃત્યુ પામનારા નાગરિકોની સંખ્યાની વાત કરી એ તો શહેરમાં વર્ષ 2017માં 1416 અકસ્માત સર્જાયા હતા જેમાં 294 નાગરિકોના મોત થયા હતા. તો વર્ષ 2018માં 1610 અકસ્માતો સર્જાયા હતાં જેમાં 320 નાગરિકોના મોત થયા હતા. વર્ષ- 2019ની વાત કરીએ તો આ વર્ષે અત્યાર સુધીમાં 726 અકસ્માતો સર્જાઈ ચૂક્યા છે જેમાં અત્યાર સુધીમાં 164 નાગરિકો મોતને ભેટી ચૂક્યા છે.

વર્ષ અકસ્માત મોત
2017 1416 294
2018 1610 320
2019 726 204

આ આંકડાઓ પરથી સ્પષ્ટ થઈ રહ્યું છે કે એક દિવસમાં અકસ્માતની 3થી વધુ ઘટના બને છે. જ્યારે દર દોઢ દિવસે એક વ્યકિત મોતને ભેટે છે. આ ઘટનામાં જેટલા જવાબદાર  વાહનચાલકો છે તેટલું જ જવાબદાર રહેમનજર રાખનારું આરટીઓ તંત્ર છે. અકસ્માતો બાદ તંત્ર પોલીસ કેસ કરશે અને જવાબદારને સજા કરશે પરંતુ તેથી શું ફરી વાર આ રીતે કોઈ બેફામ વાહન નહીં હંકારે તેની ખાતરી મળશે. જો તંત્ર આવી ખાતરી નથી આપી શકતું તો તે માટે તે પોતે જ જવાબદાર છે. કેમ કે બેફામ તત્વો સાથેની યુનિફોર્મની મિલિભગત અનેક પરિવારો માટે આજીવન જખમનું કારણ બનતી હોય છે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ