ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / ભારત / Ahiravana had taken Ram and Lakshman to the underworld to sacrifice them, but Hanuman was released in a very unique way

રામાયણનો કિસ્સો / અહિરાવણ બલિ ચઢાવવા રામ-લક્ષ્મણને પાતાળ લોક લઈ ગયો હતો, હનુમાને અનોખી રીતે છોડાવ્યાંતા

Published By: Hiralal

Last Updated: 03:26 PM, 18 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દુનિયાના 16થી વધારે દેશોમાં ભગવાન રામની પૂજા થાય છે અને તેમાં મધ્ય અમેરિકાનો હોંડારસ દેશ પણ સામેલ છે.

ADVERTISEMENT

  • દુનિયાના 16થી વધારે દેશોમાં પૂજાય છે ભગવાન શ્રીરામ
  • મધ્ય અમેરિકાના હોંડુરસ સાથે નીકળ્યું ભગવાન રામનું કનેક્શન 
  • રાવણનો ભાઈ અહિરાવણ રામ-લક્ષ્મણની બલી ચઢાવવા પાતાળ લોક લઈ ગયો હતો 

અયોધ્યામાં 22 જાન્યુઆરીએ રામલલાના અભિષેકની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. આ દિવસને યાદગાર બનાવવાની તૈયારીઓ દેશમાં જ નહીં વિદેશમાં પણ ચાલી રહી છે. ભગવાન રામ સાર્વત્રિક છે. મોરેશિયસ, નેપાળ, ઇઝરાયેલ સહિત ઘણા મુસ્લિમ દેશોમાં પણ ભગવાન રામની પૂજા કરવામાં આવે છે. ઘણા દેશોમાં એવા પુરાવા છે જે સાબિત કરે છે કે હજારો વર્ષોથી ત્યાં ભગવાન રામની પૂજા કરવામાં આવે છે. ઉત્તર પ્રદેશ સંસ્કૃતિ વિભાગની અયોધ્યા રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટે ઈરાકમાં મળી આવેલા કેટલાક શિલ્પોની તસવીરો પ્રકાશિત કરી છે. અયોધ્યા રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટનો દાવો છે કે દરબંધ-એ-બેલુલા ખડકમાંથી મળી આવેલું ભીંતચિત્ર ભગવાન રામનું છે. ઇરાકના સિલેમાનિયા વિસ્તારમાં બૈનુલા બાયપાસ નજીક ખોદકામમાં ભગવાન રામ અને હનુમાનની દુર્લભ મૂર્તિઓ મળી આવી છે. ઈરાક સરકારના પુરાતત્વ વિભાગનો દાવો છે કે આ મૂર્તિઓ લગભગ ચાર હજાર વર્ષ જૂની છે. 

રાવણનો ભાઈ અહિરાવણ રામ-લક્ષ્મણની બલી ચઢાવવા પાતાળ લોક લઈ ગયો હતો 
રામાયણમાં એવું વર્ણન છે કે રાવણનો ભાઈ અહિરાવણ રામ-લક્ષ્મણનું અપહરણ કરીને દેવીને બલી ચઢાવવા પાતાળલોક ગયો હતો પરંતુ હનુમાને ત્યાં પહોંચીને અહિરાવણને મારી નાખ્યો અને તેમના પુત્ર મકરધ્વજને શ્રી રામ પાસે પાતાળલોકનું રાજ અપાવ્યું હતું. રામાયણમાં જે હોંડુરાસનો ઉલ્લેખ છે જે મધ્ય અમેરિકાના જંગલમાં આવેલું છે. 
આ વાતની પુષ્ટિ 2015 અને 2016માં લખનઉની સ્કૂલ ઓફ મેનેજમેન્ટ સાયન્સના ડાયરેક્ટર પ્રોફેસર ભરત રાજ સિંહે કરી હતી. ત્યારે આ બાબત પણ ખુબ જ લોકપ્રિય હતી. આ પછી, અમેરિકાના ઘણા વૈજ્ઞાનિકો માનતા હતા કે મધ્ય અમેરિકાના હોન્ડુરાસમાં એક જંગલ છે, જ્યાં આદિવાસીઓ હનુમાનની પૂજા કરે છે. અમેરિકન સંશોધક થિયોડોર મોર્ડેએ પણ 1940માં આ જ વાત કહી હતી. તેમણે અમેરિકાના એક મેગેઝિનમાં દાવો કર્યો હતો કે અહીંના લોકો મંકી ગોડની પૂજા કરે છે. 

હનુમાન કેવી રીતે શોધી કાઢ્યું પાતાળ લોક
પ્રોફેસર ભરત રાજ સિંહે બંગાળી રામાયણમાં શોધી કાઢ્યું હતું કે જ્યારે અહિરાવણ રામ- લક્ષ્મણને લઈને બલિ આપવા પાતાળ લોક જાય છે ત્યારે હનુમાન 70 હજાર યોજન પાર કરીને એક ટનલ  દ્વારા પાતાળ લોક સુધી પહોંચે છે જે હાલમાં મધ્ય પ્રદેશમાં છે. મધ્ય પ્રદેશમાં એક જંગલ છે જેને પાતાળ લોકનું જંગલ કહેવામાં આવે છે અને અહીં એક સુરંગ છે. કહેવાય છે કે આ દ્વારા રામ ભક્ત હનુમાન પાતાલ લોક પહોંચ્યા હતા. આ 70 હજાર યોજન (એક યોજના 8 માઇલ અથવા 12.8 કિ.મી.ની હોય છે) અનુસાર, જ્યારે તેમણે પૃથ્વીની જાડાઈ માપી અને મધ્ય પ્રદેશના આ ભાગથી સીધું સંશોધન કર્યું, ત્યારે તેમને જાણવા મળ્યું કે આ સંપૂર્ણ 70 હજાર યોજન મધ્ય અમેરિકાના હોંડુરાસના મસ્કતિયામાં જાય છે અને આ રીતે હનુમાને ત્યાં પહોંચીને ભગવાન રામ અને લક્ષ્મણને છોડાવ્યાં હતા. 

સંકળાયેલા મુદ્દાઓ

ayodhya ram mandir inauguration ayodhya ram mandir pran pratishtha ram lalla pran pratishtha અયોધ્યા રામ મંદિર ayodhya ram mandir pran pratishtha

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ