બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / ગુજરાત / Ahead of the Lok Sabha polls, Gujarat ATS achieved great success by cracking down on arms sales networks

ક્રાઈમ / 25 પિસ્તોલ, 90 જીવતા કારતૂસ સાથે 6 આરોપીઓને ATSએ દબોચ્યા, ગેરકાયદે હથિયારના રેકેટનો ગુજરાતમાં પર્દાફાશ

Dinesh

Last Updated: 06:52 PM, 26 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad Crime News: લોકસભા ચૂંટણીના મતદાન પૂર્વે ગુજરાત ATSએ હથિયારના વેચાણનું નેટવર્ક ઝડપીને મોટી સફળતા મેળવી છે. આરોપી શિવમ ડામોર, પ્રવિણ શ્રીવાસ, સંજય મેર, રાજુ સરવૈયા, વિપુલ સાનિયા અને મનોજ ચૌહાણની હથિયાર કેસમાં ધરપકડ કરવામાં આવી છે.

ગુજરાત ATSએ હથિયાર વેચાણ કરનારી મધ્યપ્રદેશના ચીખલીગર ગેંગ કનેક્શનનો પર્દાફાશ કર્યો છે. ATSએ 25 પીસ્તોલ અને 90 જીવતા કારતૂસ સાથે 6 આરોપીની ધરપકડ કરી છે. ટ્રાવેલ્સની આડમાં હથિયારોની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. રાજકોટ, અમરેલી અને સુરેન્દ્રનગરનું કનેક્શન ખુલતા ATSએ વધુ તપાસ હાથ ધરી છે. 

 4 આરોપીની ધરપકડ 
લોકસભા ચૂંટણીના મતદાન પૂર્વે ગુજરાત ATSએ હથિયારના વેચાણનું નેટવર્ક ઝડપીને મોટી સફળતા મેળવી છે. આરોપી શિવમ ડામોર, પ્રવિણ શ્રીવાસ, સંજય મેર, રાજુ સરવૈયા, વિપુલ સાનિયા અને મનોજ ચૌહાણની હથિયાર કેસમાં ધરપકડ કરવામાં આવી છે. જેમની પાસેથી 25 સેમી ઓટોમેટિક પોસ્તોલ અને 90 જીવતા કારતૂસ જપ્ત કરવામાં આવ્યા છે. ગુજરાત ATSની ટીમને બાતમી મળી છે કે, નારોલ બ્રિજ નજીક હથિયારોની હેરાફેરી થઈ રહી છે. જેથી ATS વોચ ગોઠવીને શિવમ ડામોર અને મનોજ ચૌહાણની ધરપકડ કરી છે. તેમની પાસેથી 5 પીસ્તોલ અને 20 કારતૂસ જપ્ત કરવામાં આવ્યા છે. આ આરોપીની તપાસમાં ATSએ રાજકોટ, સુરેન્દ્રનગર અને અમરેલીમાં સર્ચ કરીને વધુ 4 આરોપીની ધરપકડ કરીને 20 પીસ્તોલ અને 70 કારતૂસ કબજે કર્યા છે. આ આરોપીઓ મધ્યપ્રદેશથી હથિયાર લાવીને ગુજરાતમાં વેચાણ કરતા હોવાનું તપાસમાં ખુલ્યું છે.

કનેક્શન મધ્યપ્રદેશ સુધી
હથિયારની હેરાફેરી અને વેચાણના નેટવર્કની તપાસમાં સામે આવ્યું કે, મુખ્ય સૂત્રધાર શિવમ ઉર્ફે શિવા ડામોર છે. મૂળ મધ્યપ્રદેશના જાંબુવાનો રહેવાસી છે. અને છેલ્લા 3 વર્ષથી ટ્રાવેલ્સમાં મેનેજર તરીકે નોકરી કરતો હતો. આ આરોપી મધ્યપ્રદેશના જાંબુવાથી જામખભાળીયા સુધી જતી ટ્રાવેલ્સમાં હથિયારોની હેરાફેરી કરતો હતો. જ્યારે આ હથિયાર વિપુલ સાનિયા અને મનોજ ચૌહાણને વેચાણ માટે આપતો હતો. આ હથિયાર 20થી 30 હજારમાં ખરીદીને 50 હજારમાં વેચાણ કરતા હતા. છેલ્લા 3 માસથી આરોપીઓ હથિયારનું  વેચાણ કરતા હોવાનો ખુલાસો થયો. ATSની તપાસમાં સામે આવ્યું કે આરોપી વિપુલ અને શિવમ અગાઉ રાજકોટમાં હથિયાર કેસમાં ધરપકડ થઈ હતી જેમાં બંને જેલમાં સાથે હતા. જે બાદ બહાર નીકળી ફરી એક વખત ગેરકાયદેસર હથિયારનું વેચાણ શરૂ કર્યું. નોંધનીય છે કે આરોપી વિપુલ 3 વર્ષ પહેલાં હથિયાર ખરીદવા માટે એમ.પી ગયો હતો ત્યારે હથિયારની ડિલિવરી આપવા માટે આરોપી શિવમ આવ્યો હતો અને તેની વચ્ચે મિત્રતા થઈ હતી.

વાંચવા જેવું: આગામી 24 કલાક સુધીમાં ગુજરાતના આ વિસ્તારોમાં વરસતો રહેશે કમોસમી વરસાદ, 40 કિમીની ઝડપે પવન પણ ફૂંકાશે

ચીખલીગર ગેંગના તાર જોડાયેલા
હથિયાર વેચાણ નેટવર્ક પાછળ ચીખલીગર ગેંગના 3 આરોપીઓના નામ ખુલ્યા છે. આરોપી મહારાષ્ટ્રના સેંધવા, એમ.પીના મનાવર, કુકસી અને જાબુવાથી હથિયાર ખરીદીને લાવતા હતા અને ગુજરાતના સૌરાષ્ટ્રમાં વેચાણ કરતા હતા. હાલ ગુજરાત ATSએ 25 પીસ્તોલ સિવાય અન્ય હથિયાર કોઈને વેચાણ કર્યા છે કે કેમ તેની તપાસ તેમજ ચીખલીગર ગેંગના 3 આરોપીની ધરપકડ કરને લઈ કાર્યવાહી હાથ ધરી છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ