બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / ભારત / Politics / Against suspension of 92 MPs I.N.D.I.A. Alliance will make a strong strategy

રાજકારણ / 92 સાંસદોના સસ્પેન્શન વિરૂદ્ધ I.N.D.I.A. ગઠબંધન બનાવશે જોરદાર રણનીતિ, શું વિપક્ષ કંઇ મોટું કરશે?

Megha

Last Updated: 08:53 AM, 19 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે વિપક્ષી ગઠબંધન ઈન્ડિયાના પ્રમુખ નેતાઓની બેઠક યોજવવાની છે પણ એ પહેલા સસ્પેન્ડ કરવામાં આવેલ 92 સાંસદોને લઈને આ ગઠબંધને એક રણનીતિ બનાવી છે.

  • ગૃહમાં હંગામા વચ્ચે લોકસભા અને રાજ્યસભાના કુલ 92 સાંસદો સસ્પેન્ડ 
  • આજે વિપક્ષી ગઠબંધન ઈન્ડિયાના પ્રમુખ નેતાઓની બેઠક યોજવવાની છે
  • સસ્પેન્ડ કરવામાં આવેલ 92 સાંસદોને લઈને આ ગઠબંધને એક રણનીતિ બનાવી 

INDIA Alliance On MPs Suspension: સંસદના શિયાળુ સત્રની કાર્યવાહી સોમવારના રોજ હોબાળોથી ઠપ થઈ ગઈ હતી. લોકસભા અને રાજ્યસભામાં વિપક્ષી સભ્યોએ સંસદની સુરક્ષામાં ચૂક અંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નિવેદનની માંગ કરી હતી. ગૃહમાં હંગામા વચ્ચે લોકસભા અને રાજ્યસભાના કુલ 92 સાંસદોને સમગ્ર શિયાળુ સત્રની કાર્યવાહીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. 

નોંધનીય છે કે આજે વિપક્ષી ગઠબંધન ઈન્ડિયાના પ્રમુખ નેતાઓની બેઠક યોજવવાની છે જેમાં આવનાર લોકસભા ચૂંટણી વિશે રણનીતિ બનાવવાની સાથે બીજા ઘણા મુદ્દે ચર્ચા થશે, પરંતુ એ પહેલા સસ્પેન્ડ કરવામાં આવેલ 92 સાંસદોને લઈને આ ગઠબંધને એક રણનીતિ બનાવી છે.

મળતી જાણકારી અનુસાર ઈન્ડિયા ગઠબંધનના સાંસદ લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહીમાં ભાગ નહીં લે. આ શિયાળુ સત્ર દરમિયાન અત્યાર સુધીમાં કુલ 92 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સોમવારે લોકસભાના 33 અને રાજ્યસભાના 45 સાંસદો એમ કુલ 78 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. 

વિપક્ષી ગઠબંધન ઈન્ડિયાના રાજ્યસભામાં કુલ 95 સાંસદો છે, જેમાંથી 45ને સોમવારે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. તો બીજી તરફ વિપક્ષી ગઠબંધન પાસે લોકસભામાં કુલ 133 સાંસદો છે, જેમાંથી 46 એટલે કે લગભગ એક તૃતીયાંશ સસ્પેન્ડ છે. લોકસભાના કુલ 46 સસ્પેન્ડેડ સાંસદોમાંથી 33 સાંસદોને સોમવારે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા જ્યારે 13ને અગાઉ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

સોમવારે લોકસભા સ્પીકર ઓમ બિરલાએ 33 સાંસદોને સસ્પેન્ડ કર્યા તેમાં અધીર રંજન ચૌધરી સહિત કોંગ્રેસના 11 સાંસદો, તૃણમૂલ અને ડીએમકેના 9-9 અને અન્ય પક્ષોના 4 સાંસદોનો સમાવેશ થાય છે. રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખરે પણ વિપક્ષના 45 સાંસદોને સસ્પેન્ડ કર્યા છે. આ પહેલા 14 ડિસેમ્બરે આ જ મામલામાં લોકસભાના 13 સાંસદો અને રાજ્યસભાના ડેરેક ઓ બ્રાયનને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ