બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / After the Modi Stadium, now the government's big plan in Ahmedabad, the complex that will happen that the world will see

અમદાવાદ / મોદી સ્ટેડિયમ બાદ હવે અમદાવાદમાં સરકારનો મોટો પ્લાન, બનશે એવું કોમ્પ્લેક્સ કે દુનિયા જોતી રહી જશે

Kiran

Last Updated: 12:50 PM, 5 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદીઓ માટે આવ્યા સારા સમાચાર, નારણપુરામાં 19 એકરમાં રૂ.584 કરોડના ખર્ચે ઇન્ટરનેશનલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનશે

  • અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્પોર્ટસ કોમ્પ્લેક્સ બનશે
  • નારણપુરામાં વરદાન ટાવર નજીક બનશે સ્પોર્ટ કોમ્પ્લેક્સ
  • રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય અને પ્રાદેશિક રમતોને મળશે પ્રોત્સાહન

અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્પોર્ટસ કોમ્પ્લેક્સ બનશે

અમદાવાદને મળશે હવે સ્પોટ્સ સિટીની નવી ઓળખ, કેમ કે  અમદાવાદના નારણપુરામાં વિશ્વ કક્ષાનું એક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તૈયાર થવા જઈ રહ્યું છે જેને કેન્દ્ર સરકારે મંજૂરી પણ આપી દીધી છે.  નારણપુરા વિસ્તારમાં વરદાન ટાવર પાસે 19 એકર જમીનમાં રૂ. 584 કરોડના ખર્ચે વિશ્વ કક્ષાનું કોમ્પ્લેક્સ તૈયાર થનાર છે. આ કોમ્પલેક્ષ તૈયાર થયા બાદ રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય અને પ્રાદેશિક રમતોને પ્રોત્સાહન મળશે. એટલું જ નહીં ગુજરાતની રમત ગમત ક્ષેત્રે પણ એક અગલ ઓળખ બનશે. 

કેન્દ્ર સરકારે સ્પોર્ટસ કોમ્પ્લેક્સ બનાવવા આપી મંજૂરી

જો વાત કરવામાં આવે તો આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષના નિર્માણ પ્રોજેક્ટને 6 વિવિધ ભાગોમાં વહેંચવામાં આવ્યોં છે  જેમાં એક્વાટિક કોમ્પ્લેક્સ, કોમ્પ્યુનિટી સ્પોર્ટ્સ સેન્ટર, સેન્ટર ફોર સ્પોર્ટ્સ એક્સેલન્સ, ઇન્ડોર મલ્ટી સ્પોર્ટ્સ એરેના, ફિટ ઇન્ડિયા ઝોન અને આઉટડોર સ્પોર્ટ્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. સાથે  કોમ્પ્લેક્ષમાં 800 ટૂ-વ્હીલર અને 850 ફોર-વ્હીલર પાર્ક કરવાની સુવિધા પણ કરવામાં આવનાર છે. ખેલાડીઓ અને પ્રેક્ષકોને વાહન વ્યવહારમાં મુશ્કેલી ન પડે તે માટે સરળ ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા  પણ કરવામાં આવશે. 


 

અંદાજિત રૂપિયા 584 કરોડના ખર્ચે સ્પોર્ટ કોમ્પ્લેક્ષ બનશે

ગુજરાતમાં અમદાવાદ ખાતે કોમ્પલેક્ષ બનવા જઈ રહ્યું છે જેને કેન્દ્ર સરકારે પણ મંજુરી આપી દીધી છે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ માટે કેન્દ્ર સરકાર દ્વારા ગ્રાન્ટ પણ આપવામાં આવનાર છે કેન્દ્રિય નાણા વિભાગે ગુજરાત સરકારને ગ્રાન્ટ આપશે જે બાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ફાળવાશે. જોકે  ગ્રાન્ટ આપતાં પહેલાં કોર્પોરેશન દ્વારા NOC, જમીનનું પઝેશન અને કન્સ્ટ્રક્શન કોન્ટ્રેક્ટરને આપેલા લેટર ઓફ વર્ક ઓર્ડર જેવા દસ્તાવેજો જમા કરાવવાનો રહેશે.


સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં શું-શું હશે?

એક્વાટીક કોમ્પ્લેક્સ

  • ડાઇવિંગ પૂલ, આર્ટિસ્ટિક અને વોટર પોલો
  • 1500 પ્રેક્ષકોની ગેલેરી

સેન્ટર ફોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ

  • 2 બાસ્કેટ બોલ, 2 વોલીબોલ અને 8 બેડમિન્ટન કોર્ટ
  • 4 ટેકવાન્ડો કોર્ટ, 4 કબડ્ડી કોર્ટ
  • 4 રેસલિંગ અને 12 ટેબલ ટેનિસ મેચ રમાશે
  • ખેલાડીઓ માટે લોન્જમાં 1 સ્પોર્ટ્સ સાયન્સ અને ફીટનેસ સેન્ટર
  • ચેન્જ રૂમ અને લોકર ઈકવિપમેન્ટ સ્ટોર
  • મેડિકલ સર્વિસ સ્ટેશન
  • ઓડિયો-વીડિયો ફેસિલિટી સાથે ટ્રેનિંગ રૂમ
  • કોચ માટે 8 ડબલ રૂમ
  • ખેલાડીઓ માટે 89 ટ્રિપલ બેડરૂમ
  • 150 કોર્પોરેટ લોકો બેસી શકે તેવો ડાઇનિંગ હોલ

ઇન્ડોર મલ્ટીસ્પોર્ટ્સ અરેના

  • 16 બેડમિન્ટન કોર્ટ, 4 બાસ્કેટ બોલ કોર્ટ
  • 4 વોલીબોલ કોર્ટ, 4 જીમનેસ્ટીક મેટ
  • ટેકવાન્ડો કુસ્તી અને ટેબલ ટેનિસ માટે મલ્ટી પર્પઝ હોલ
  • વોર્મ અપ એરિયા
  • ખેલાડીઓ, કોચ, રેફરી અને વીઆઇપી માટે લોન્જ
  • સ્પોર્ટ્સ ફેડરેશન રૂમ, સેન્ટ્રલ એડમીન ઓફિસ
  • ડોપિંગ એરિયા, મીડિયા રૂમ, કોલ રૂમ
  • ઓપરેશન સુવિધા

ફિટ ઈન્ડિયા ઝોન

  • સિનિયર સિટિઝન માટે સીટીંગ એરિયા
  • સ્કેટીંગ રિંગ
  • કબડ્ડી, ખો-ખો ગ્રાઉન્ડ, ચિલ્ડ્રન ઝોન
  • જોગિંગ ટ્રેક

આઉટડોર સ્પોર્ટ્સ

  •  6 ટેનિસ કોર્ટ
  •  1 બાસ્કેટ બોલ અને વોલીબોલ કોર્ટ
     
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ