બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / ભારત / After the killing of two innocent children, there is a lot of tension in Badayu of UP

ડબલ મર્ડર કેસ / બે નિર્દોષ બાળકોની હત્યા બાદ UPના બદાયુમાં ભારે તણાવ, આરોપી પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર, જાણો વિગત

Ajit Jadeja

Last Updated: 05:45 PM, 20 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉત્તર પ્રદેશના બદાયુમાં ઘરમાં ઘુસીને બે બાળકોને મોતને ઘાટ ઉતારી દેવાયા પોલીસે જવાબી કાર્યવાહીમાં આરોપીનું એન્કાઉન્ટર કર્યુ

UP Crime News: ઉત્તર પ્રદેશના બદાયુમાં બે બાળકો ચકચારી હત્યાનો બનાવ સામે આવ્યો છે. ઘરમાં ઘૂસીને બે બાળકોને માર માર્યો હતો. આ પછી પોલીસે માત્ર બે કલાકમાં જ આરોપીને એન્કાઉન્ટરમાં ઠાર માર્યો છે. આ ઘટના બાદ વિસ્તારમાં તણાવ છે.

યુપીના બદાયુમાં બે બાળકોની ઘરમાં ઘુસીને હત્યા કરાતા ચકચાર મચી છે. આ ઘટના બાબા કોલોનીમાં બની છે. જ્યા ઘરમાં ઘુસી હત્યા કર્યા બાદ આરોપી નાસી છુટ્યો હતો જો કે  ઘટનાની માહિતી મળતાં જ આરોપીનો પીછો કરી રહેલી પોલીસે તેને પકડવાનો પ્રયાસ કરતાં ફાયરિંગ શરૂ કરી દીધું હતું. પોલીસે પણ જવાબી કાર્યવાહી કરી હતી, જેમાં તે માર્યો ગયો હતો. આ ઘટના બાદ વિસ્તારમાં તણાવ છે. પોલીસ અને વહીવટીતંત્રે શાંતિ સ્થાપવાની અપીલ કરી છે. બદાઉના ડીએમ મનોજ કુમારે કહ્યું કે અમને માહિતી મળી છે કે મંડી કમિટી ચોકી પાસે બાબા કોલોનીમાં એક વ્યક્તિએ ઘરમાં ઘૂસીને 11 અને 6 વર્ષના બે નાના બાળકોની હત્યા કરી નાખી છે ત્યાર બાદ લોકોને શાંતિ જાળવવા માટે કહેવામાં આવ્યું છે. બંને બાળકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. હત્યાનું કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી. આરોપી પોલીસ એન્કાઉન્ટરમાં માર્યો ગયો છે. બાબતે તપાસ ચાલુ છે.

પોલીસ એન્કાઉન્ટરમાં આરોપીનું મોત

પ્રાપ્ત થતી વિગતો અનુસાર યુપીના બદાયુના બાબા કોલોનીમાં બે બાળકોની હત્યાની ઘટના બની છે. આ ઘટના મંગળવારે સાંજે બની હતી. સાજીદ નામનો વ્યક્તિ તેની દુકાન સામે વિનોદસિંહના ઘરે ગયો હતો. આ પછી પત્નીને ચા બનાવવા કહ્યું હતું. ત્યારે આરોપીએ વિનોદના ત્રણ બાળકો પર જીવલેણ હુમલો  કર્યો હતો. તેણે કુહાડી ત્રણ બાળકો પર હુમલો કર્યો હતો જેમાં બે જણાના મોત નીપજ્યા છે  જ્યારે ત્રીજા ઘાયલ બાળકની હોસ્પીટલમાં સારવાર ચાલી રહી છે.  ઘટના બાદ આરોપી સાજીદ પોલીસ એન્કાઉન્ટરમાં માર્યો ગયો હતો. ચકચારી બનાવથી સ્થાનિક લોકોમાં ભારે રોષ પ્રસર્યો હતો અને ઉશ્કેરાયેલા લોકોએ તોડફોડ કરી હતી.

ઘર સામે જ દુકાન ચલાવે છે સાજિદ

મળતી માહિતી મુજબ વિનોદ કુમારસિંહ બાબા કોલોનીમાં રહે છે. સાજિદ તેના ઘરની સામે સલૂન ચલાવે છે. મંગળવારે પોતાની દુકાન બંધ કરીને વહેલો નીકળી ગયો હતો. પરંતુ સાંજે વિનોદના ઘરે આવ્યો હતો. અગાઉ પરિચય થતાં વિનોદની પત્ની તેના માટે ચા બનાવવા ગઈ હતી. આ સમય દરમિયાન તે ચોરી છુપી ઘરના ટેરેસ પર પહોચી ગયો હતો જ્યા બાળકો ટેરેસ પર રમી રહ્યા હતા.

 આ પણ વાંચોઃ લોકસભા ચૂંટણીને લઇ CAની પરીક્ષા તારીખોમાં ફેરફાર: જાણો કઇ Exam ક્યારે લેવાશે?

ડબલ મર્ડર બાદ રોષે ભરાયેલા લોકોએ હોબાળો મચાવ્યો હતો

સાજિદે વિનોદના ત્રણ બાળકો 12 વર્ષના આયુષ, 8 વર્ષના અહાન ઉર્ફે હની અને યુવરાજ પર કુહાડી વડે હુમલો કર્યો હતો. આમાં આયુષ અને અહાનનું મોત નીપજ્યું હતું, જ્યારે યુવરાજને ઈજા થતાં હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. આ ઘટના સિવિલ લાઇન્સ પોલીસ સ્ટેશનની મંડી પોલીસ ચોકીથી થોડે દૂર બની હતી. આ ઘટના બાદ પરિવારના સભ્યો અને સ્થાનિક રહીશોએ દુકાનોમાં તોડફોડ કરી હતી અને એક મોટરસાઇકલને નુકસાન પહોંચાડ્યું હતું. બરેલીના આઈજી રાકેશ કુમારે જણાવ્યું કે આ ઘટનાની માહિતી મળતા જ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આરોપી ત્યાંથી ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો. પોલીસને જોતાં જ તેણે ફાયરિંગ શરૂ કરી દીધું હતું. આ પછી જવાબી કાર્યવાહીમાં તેની હત્યા કરવામાં આવી હતી. આરોપીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આરોપીની ઉંમર 25 થી 30 વર્ષની વચ્ચે છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ