બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / After Rashmika Mandanna, now Katrina Kaif has become a victim of deepfake, after the video went viral, there was a commotion in Bollywood, a scene of Tiger-3 was tampered with.

OMG / કેટરિના કૈફ પણ બની AI ડીપફેકનો શિકાર, ટાઈગર-3ના સીનમાં છેડછાડ, ટુવાલને બદલે અભિનેત્રીને પહેરાવી દીધા વિચિત્ર કપડા

Pravin Joshi

Last Updated: 10:33 PM, 7 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોલિવૂડ એક્ટ્રેસ કેટરિના કૈફ આ દિવસોમાં પોતાની આગામી ફિલ્મ ટાઈગર-3ને લઈને ચર્ચામાં છે. તાજેતરમાં અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રામ પર ટુવાલ ફાઇટ સીનની એક તસવીર શેર કરી હતી, જેની સાથે છેડછાડ કરવામાં આવી છે.

  • રશ્મિકા મંદાન્ના પછી કેટરિના કૈફ બની ડીપફેકનો શિકાર બની
  • અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રામ પર ટુવાલ ફાઇટ સીનની એક તસવીર શેર કરી હતી
  • ફાઈટ સીનની તસવીર એડિટ કરીને સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી 

બોલિવૂડ એક્ટ્રેસ કેટરિના કૈફ આ દિવસોમાં પોતાની આગામી ફિલ્મ ટાઈગર-3ને લઈને ચર્ચામાં છે. તાજેતરમાં, અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રામ પર ટુવાલ ફાઇટ સીનની એક તસવીર શેર કરી હતી, જેની સાથે છેડછાડ કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે કેટરીના કૈફ પહેલા રશ્મિકા મંદન્ના પણ ડીપફેકનો શિકાર બની ચુકી છે. વીડિયોમાં અભિનેત્રીનો ચહેરો મોર્ફ કરવામાં આવ્યો હતો. લોકપ્રિય અભિનેત્રી રશ્મિકા મંદન્ના બાદ હવે કેટરિના કૈફ પણ ડીપફેકનો શિકાર બની છે. ખરેખર તાજેતરમાં કેટરીના કૈફે તેની ફિલ્મ ટાઈગર-3ના ટોવેલ ફાઈટ સીનની તસવીર ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. હવે આ તસવીરને એડિટ કરીને સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી છે, જે ખૂબ વાયરલ પણ થઈ છે. ડીપફેક તસવીરમાં કેટરીના કૈફના કપડા સાથે છેડછાડ કરવામાં આવી છે, જે બાદ અભિનેત્રીના ચાહકો ડીપફેક અંગે સવાલો ઉઠાવી રહ્યા છે.

 

તસવીર કેટરીના કૈફની ફિલ્મ 'ટાઈગર-3'ની છે

આ તસવીર કેટરીના કૈફની ફિલ્મ 'ટાઈગર-3'ની છે. જેમાં અભિનેત્રી ટુવાલ પહેરીને લડતી જોવા મળે છે. તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ રશ્મિકા મંદાનાનો ડીપફેક વીડિયો પણ વાયરલ થયો હતો. જેના પર માત્ર અભિનેત્રી જ નહીં પરંતુ અમિતાભ બચ્ચન સહિત અનેક બોલિવૂડ સેલેબ્સની પ્રતિક્રિયાઓ સામે આવી હતી.

રશ્મિકા પછી કેટરીના ડીપફેકનો શિકાર બની

રશ્મિકા મંદન્ના બાદ હવે કેટરિના કૈફ પણ ડીપફેકનો શિકાર બની છે. જે બાદ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ પર પણ સતત સવાલો ઉભા થઈ રહ્યા છે. વાસ્તવમાં, જે ફોટો સાથે છેડછાડ કરવામાં આવી છે, તેમાં અભિનેત્રીએ આરામદાયક ટુવાલ પહેર્યો હતો, જે દરમિયાન અભિનેત્રી ફાઇટ સીન કરતી જોવા મળે છે. પરંતુ હવે આ તસવીરમાં અભિનેત્રીના કપડા સાથે છેડછાડ કરવામાં આવી છે. કેટરીના કૈફે તાજેતરમાં જ તેના વર્કઆઉટની BTS શેર કરી હતી. આ દરમિયાન અભિનેત્રીએ એક લાંબું કેપ્શન પણ લખ્યું હતું. કેટરિના કૈફે તેના ચાહકોને કહ્યું કે શરીરના દુખાવા છતાં તેણે ફિલ્મમાં કામ કરવાનું ચાલુ રાખ્યું, આ ટુવાલ ફાઈટ સીન પણ આ જ BTS વીડિયો અને તસવીરોમાં હતો.

રશ્મિકા મંડન્નાના ડીપફેક વીડિયો વાયરલ થયો હતો

રશ્મિકા મંદાનાનો ડીપફેક વીડિયો તાજેતરમાં વાયરલ થયો હતો, જેમાં ઝરા પટેલ નામની મહિલાના ચહેરા પર AI દ્વારા રશ્મિકાના ચહેરાને એડિટ કરવામાં આવ્યો હતો. આ મુદ્દાને લઈને રશ્મિકા મંદન્નાએ કહ્યું હતું કે જે રીતે ટેક્નોલોજીનો દુરુપયોગ થઈ રહ્યો છે તે મારા માટે જ નહીં પરંતુ દરેક માટે ડરામણો છે. અભિનેત્રીએ કહ્યું કે જો આ બધું મારી સાથે સ્કૂલ કે કોલેજ દરમિયાન થયું હોત તો મને ખબર ન હોત કે મેં તેને કેવી રીતે હેન્ડલ કર્યું હોત. તમને જણાવી દઈએ કે રશ્મિકા પહેલા અમિતાભ બચ્ચન પણ ડીપફેક વીડિયો પર ગુસ્સે થતા જોવા મળ્યા હતા. ટ્વીટ કરતા તેણે લખ્યું, 'આ કાયદાકીય રીતે મજબૂત કેસ છે'.

સંકળાયેલા મુદ્દાઓ

Bollywood Deepfake KatrinaKaif Tiger3 commotion scene videoviral katrina kaif
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ