બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / After Mallikarjun Kharge, his son also got upset, used strong objectionable words against PM.

ટિપ્પણી / મલ્લિકાર્જુન ખડગે બાદ તેમનો પુત્ર પણ બગડ્યો, PM સામે વાપર્યાં સખ્ત વાંધાજનક શબ્દો, જાણો શું બોલ્યો

Vishal Khamar

Last Updated: 09:59 PM, 1 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રિયંક ખડગેએ કહ્યું કે પોતાને બંજારા સમુદાયનો પુત્ર ગણાવીને તેમણે બંજારા સમુદાય માટે અનામતની સમસ્યા પોતે જ ઊભી કરી છે.

  • કોંગ્રેસ અધ્યકક્ષ બાદ તેમનાં પુત્રએ કરી વડાપ્રધાન પર ટિપ્પણી
  •  પ્રિયંક ખડગેએ આડકતરી રીતે વડાપ્રધાન મોદીને અસમર્થ ગણાવ્યા
  • પ્રિયંક ખડગેનાં નિવેદનથી હવે વિવાદનો મધપૂડો છંછેડાયો

 કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ તાજેતરમાં વડાપ્રધાન મોદી પર વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. ખડગેના નિવેદન પરનો હોબાળો હજુ સમાપ્ત થયો નથી કે હવે તેમના પુત્ર અને પૂર્વ મંત્રી પ્રિયંક ખડગેએ પણ કંઈક એવું કહી દીધું છે જેનાથી વિવાદ સર્જાયો છે. વાસ્તવમાં પ્રિયંક ખડગેએ આડકતરી રીતે વડાપ્રધાન મોદીને અસમર્થ ગણાવ્યા છે. 
પ્રિયંક ખડગેએ શું કહ્યું?
સંબોધન કરતાં પ્રિયંક ખડગેએ કહ્યું કે માલખેડા આવીને પીએમ મોદીએ બંજારા સમાજને કહ્યું હતું કે બંજારા સમાજનો દીકરો દિલ્હીમાં છે, પરંતુ જો દીકરો નાલાયક હશે તો ઘર કેવી રીતે ચાલશે? મળતી માહિતી મુજબ પ્રિયંક ખડગેએ કહ્યું કે વડાપ્રધાન પોતાને બંજારા સમુદાયનો પુત્ર ગણાવીને તેમણે જ બંજારા સમુદાય માટે અનામતની સમસ્યા ઊભી કરી છે. 
કર્ણાટક સરકારે રાજ્યમાં અનામતને લઈને એક નવી પ્રણાલી બનાવી
કર્ણાટક સરકારે રાજ્યમાં અનામતને લઈને એક નવી પ્રણાલી બનાવી છે. જેના કારણે બંજારા સમુદાયનો અનામતનો હિસ્સો ઓછો થવાની આશંકા છે. પ્રિયંક ખડગેએ કહ્યું કે રૂપસા કોન્ટ્રાક્ટ યુનિયને તમને ઘણી વખત પત્ર લખ્યો છે. પરંતુ તમારી પાસે તે પત્ર વાંચવાનો સમય નથી. શું તમારી પાસે ખેડૂતોની આત્મહત્યાની યાદી છે? ખડગેએ કહ્યું કે જો તમે ટીકા સહન કરી શકતા નથી તો તમારે રાજકારણ છોડી દેવું જોઈએ. ખડગેએ સવાલ કર્યો કે શું તમે ગુનાહિત પૃષ્ઠભૂમિ ધરાવતા વ્યક્તિને ટિકિટ નથી આપી? તમે બાળકોના દૂધના પાવડર ચોરને ટિકિટ ન આપી?
મલ્લિકાર્જુન ખડગેના નિવેદન પર હોબાળો ચાલુ છે
પ્રિયંક ખડગેના વિવાદાસ્પદ નિવેદનના થોડા દિવસો પહેલા તેના પિતા મલ્લિકાર્જુન ખડગેએ પણ પીએમ મોદી પર અપમાનજનક ટિપ્પણી કરી હતી. કલબુર્ગીમાં એક રેલીને સંબોધતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે 'ભૂલ ન કરો, પીએમ મોદી ઝેરીલા સાપ જેવા છે, જો તમને લાગે કે તે ઝેરી નથી તો તેને ચાટી લો, તમે હંમેશ માટે સૂઈ જશો'. ખડગેના આ નિવેદન પર ભારે હોબાળો થયો હતો અને ભાજપે કોંગ્રેસને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, બાદમાં ખડગેએ તેમના નિવેદનની સ્પષ્ટતા કરતા કહ્યું કે તેમણે પીએમ મોદી વિશે નહીં પણ ભાજપની વિચારધારા વિશે ટિપ્પણી કરી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ