બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / After Karva Choth vow, Katrina, Kiara and Parineeti's pictures are viral.

ગપશપ / કરવા ચોથના વ્રત બાદ કેટરીનાએ સાસુ-સસરાના પણ લીધા આશીર્વાદ, કિયારાએ પણ ચાંદ જોઈને ખોલ્યું વ્રત, પરિણીતીની તસવીરો વાયરલ

Megha

Last Updated: 02:54 PM, 2 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી સહીત પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાની પણ આ પહેલી કરવા ચોથ હતી. બી-ટાઉનમાં કરવા ચોથની ઉજવણીની તસવીરો સામે આવી છે

  • ગઈકાલે સમગ્ર દેશમાં કરવા ચોથનો તહેવાર ઉજવવામાં આવ્યો
  • બોલિવૂડ અભિનેત્રીઓ પણ તેમના પતિ માટે વ્રત કરતી જોવા મળી હતી 
  • સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીની આ પહેલી કરવા ચોથ 

1 નવેમ્બર, 2023 ના રોજ, સમગ્ર દેશમાં કરવા ચોથનો તહેવાર ઉજવવામાં આવ્યો. તે જ સમયે, દર વખતની જેમ બોલિવૂડ અભિનેત્રીઓ પણ તેમના પતિ માટે વ્રત કરતી જોવા મળી હતી. સવારથી ભૂખી રહેલી આ અભિનેત્રીઓએ ચાંદને જોઈને ઉપવાસ તોડ્યો. હાલ એમની તસવીરો વાયરલ થઈ રહી છે. આ અવસર પર કેટલીક અભિનેત્રીઓએ લાલ આઉટફિટ્સ પહેર્યા હતા તો કોઈએ અલગ રંગના આઉટફિટ્સમાં ફેશન ટ્રેન્ડ સેટ કરતી જોવા મળી હતી. 

સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીની આ પહેલી કરવા ચોથ હતી. સાથે જ પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાની પણ આ પહેલી કરવા ચોથ હતી. બીજી તરફ કેટરિના કૈફ અને વિકી કૌશલે પણ આ તહેવાર પોતાના પરિવાર સાથે ઉજવ્યો હતો. હાલ બી-ટાઉનમાં કરવાચોથની ઉજવણીની તસવીરો સામે આવી છે.

આ વર્ષે 7મી ફેબ્રુઆરીએ સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીએ સાત ફેરા લીધા હતા. કરવા ચોથ પર કિયારાએ મહેંદી લગાવી અને ગુલાબી સૂટ પહેરીને ઉજવણી કરી હતી. હાલ એમની તસવીરો વાયરલ થઈ રહી છે. 

આ વખતે પણ કેટરીના કૈફે તેના પતિ વિકી કૌશલના લાંબા આયુષ્ય માટે કરવા ચોથનું વ્રત રાખ્યું હતું. અભિનેત્રીએ તેના પતિ સાથેની એક ખાસ તસવીર પણ શેર કરી છે. કેટરીના લાલ અને નારંગી સાડીમાં સુંદર લાગી રહી છે. આ દરમિયાન વિકી કૌશલ સફેદ કુર્તા-પાયજામામાં ખૂબ જ ડેશિંગ દેખાઈ રહ્યો હતો.

પરિણીતી ચોપરાની લગ્ન પછી આ પહેલી કરાવવા ચોથ હતી. લાલ સૂટ, હાથમાં બંગડીઓ, સિંદૂર અને ગળામાં મંગળસૂત્ર પહેરીને તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. અભિનેત્રીએ તેના સોશિયલ મીડિયા પર પતિ રાઘવ ચઢ્ઢા સાથે કરાવવા ચોથની પૂજા કરતી તસવીરો પોસ્ટ કરી છે.

કરવા ચોથના શુભ અવસર પર અભિનેતા વરુણ ધવને પત્ની નતાશા દલાલ સાથેની રોમેન્ટિક તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં નતાશા પર્પલ આઉટફિટમાં ખૂબ જ ક્યૂટ લાગી રહી છે. જ્યારે, વરુણ ધવન તેની પત્ની સાથે સફેદ શર્ટ, વાદળી જીન્સ અને પર્પલ કોટ પહેરલ જોવા મળ્યો હતો. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ