બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / after corona mucormycosis attack in vadodara
Gayatri
Last Updated: 02:07 PM, 19 December 2020
ADVERTISEMENT
વડોદરામાં મ્યુકોરમાઇક્રોસીસ બીમારીના કેસ સામે આવ્યા છે. સયાજી અને ગોત્રી હોસ્પિટલમાં કુલ 7 કેસો સામે આવ્યા છે. કોરોનાના દર્દીઓને રિકવર થયા બાદ રોગના લક્ષણ જોવા મળે છે. ઓછી ઇમ્યુનિટી ધરાવતા લોકોમાં રોગના લક્ષણ જોવા મળ્યા છે. 7માંથી 2 દર્દીઓને સારવાર માટે અમદાવાદ મોકલાયા હતા. તમામ દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફર્યા છે.
કોરોના જેવી જ વધુ એક ગંભીર બીમારીએ એન્ટ્રી કરી છે. રાજ્યમાં મ્યુકોરમાઇક્રોસીસના કેસ વધી રહ્યા છે. કોરોનાની રિકવરી બાદ મ્યુકોર માઈકોસીસના લક્ષણો જોવા મળ્યા છે.
ADVERTISEMENT
સુરતમાં કોરોનાની આફ્ટર ઇફેક્ટના ગંભીર પરિણામો જોવા મળી રહ્યા છે. કેટલાક દર્દીઓમાં મ્યુકોર્માઇકોસિસ નામની બીમારીએ દસ્તક દીધી છે અને 40 જેટલા દર્દીઓ આ બીમારીનો ભોગ બન્યા છે તો 3 દર્દીઓએ મ્યુકોર્માઇકોસિસને કારણે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.
સિવિલમાં 44 દર્દી નોંધાયા
સિવિલ હોસ્પિટલના ઈએનટી વિભાગના હેડ ડો.ઈલાબહેન ઉપાધ્યાયે કહ્યું કે, બે મહિનામાં 44 દર્દી આવા આવ્યા, જેમાં મોટ ભાગના દર્દી ડાયાબિટીસ વાળા છે, મોટી ઉંમરના છે, નાની વયના એક બે કેસ છે. આ બીમારીમાં એક પ્રકારનું ફંગસ જોવા મળે છે, જે નાકમાં રહેલા હાડકાંને કોતરી ખાય છે. આ બીમારીની અસર આંખ અને મગજ પર પણ થાય છે. અંધાપો આવે છે, આ બીમારી કેન્સર કરતાં પણ ઝડપથી શરીરમાં પ્રસરે છે.
ખાનગીમાં 20 દર્દી નોંધાયા
ખાનગી હોસ્પિટલના ડોક્ટર ડૉ. સપન શાહનું મોટું નિવેદન સામે આવ્યું છે જેમાં તેમણે જણાવ્યુ છે કે, મ્યુકોર માઈકોસીસના દર્દીઓ 15 નવેમ્બરથી વધી રહ્યા છે. આ રોગને કારણે ખાનગી હોસ્પિટલમાં 7 દર્દીઓએ ગુમાવી પોતાની આંખ છે. ખાનગી હોસ્પિટલમાં એક મહિનામાં મ્યુકોર માઈકોસીસના 20 કેસ નોંધાયા છે. ડોક્ટરનું કહેવું છે કે, મ્યુકોર માઈકોસીસ કોરોનાથી ઘાતક બીમારી પણ છે નાક, આંખ, કાનમાં તકલીફ જણાય તો તાત્કાલિક સારવાર લેવી પડી છે.
શું સરકારે આ બાબત છુપાવી છે?
કોરોના પછી થતી આ બીમારી સામે કેન્દ્ર સરકારે એલર્ટ જાહેર કર્યું હતું, પરંતુ લોકો સુધી આ એલર્ટની બાબત ગુજરાત સરકારે છુપાવી રાખી હોવાનું સામે આવતાં વિવાદ ખડો થયો છે.
મ્યુકોરમાઇક્રોસીસ
આ ફંગલની ઘાતક વાત એ છે કે આ આંખની નીચે જ્યાં સરદી ભરાતા હોય છે જેને મેડિકલ ભાષામાં સાઈનસ કહેવામાં આવે છે ત્યાંથી આની શરૂઆત થાય છે અને જોત જોતામાં આ ફંગલ દર્દી માટે એટલુ ઘતાક સાબિત થાય છે કે તેની આંખ નિકાળી દેવી પડે છે, આટલુ જ નહિં આ ફંગલ ધીમે ધીમે મગજ સુધી પહોચે છે અને પછી તરત માણસને ખતમ કરી છે.
મ્યુકોરમાઇક્રોસીસના લક્ષણો
આ બીમારીના લક્ષણોમાં શરદી, થોડાક સમય પછી નાક બંધ થવું, રસી પડવી અને અઠવાડિયા પછી નાકમાં ગાંઠ થઈ હોય તેવું લાગે છે. જે માટે સિટી સ્કેન કરવું પડે છે. આ બીમારીમાં એક પ્રકારનું ફંગસ જોવા મળે છે, જે નાકમાં રહેલા હાડકાને કોતરી ખાય છે. નાક અને મગજ વચ્ચેનું હાકડું ખવાઈ જાય છે. બીમારીની સીધી અસર દર્દીની આંખ તેમજ મગજ પર થાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ઈંગ્લેન્ડની ભારત ટૂર / વનડે-ટી20 સીરિઝ માટે ભારતે આ સ્ટાર ખેલાડીને ન આપ્યાં વીઝા, ઈંગ્લેન્ડને પડ્યો મોટો ફટકો
ADVERTISEMENT