બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ગુજરાત / After Chandravijay, 'Suryanamaskar' - Aditya-L1 launch, Dinu Mama will return home to BJP today, India-Pak match canceled

2 મિનિટ 12 ખબર / ચંદ્રવિજય બાદ 'સૂર્યનમસ્કાર' - આદિત્ય-L1 લોન્ચ, દિનુ મામાની આજે ભાજપમાં થશે ઘરવાપસી, ભારત-પાકની મેચ રદ

Dinesh

Last Updated: 07:26 AM, 3 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

samachar supar fast news : ચંદ્રયાન-3ની સફળતા બાદ ઇસરો દ્વારા સુર્યનો અભ્યાસ કરવા માટે આદિત્ય L1 લૉન્ચ કરવામાં આવ્યું છે

હવામાન વિભાગનાં પૂર્વાનુમાન અનુસાર પૂર્વી અને પૂર્વી મધ્ય ભારતનાં રાજ્યોમાં ભારે વરસાદ શરૂ થઈ શકે છે. આ સિવાય કેરળ, અંદમાન-નિકોબાર દ્વીપમાં આવનારાં 3 દિવસો સુધી ભારે વરસાદ થશે. આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં 3-5 સપ્ટેમ્બર સુધી વરસાદનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે.હવામાન વિભાગ અનુસાર નોર્થ-ઈસ્ટ ઈન્ડિયામાં 3 સપ્ટેમ્બર સુધી અસમ, મેઘાલય, નાગાલેંડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં ભારે વરસાદ જોવા મળશે. પૂર્વી ભારતની વાત કરીએ તો અંદમાન-નિકોબારમાં આવનારાં 3 દિવસો સુધી વરસાદ રહેશે. આ સિવાય ગંગીય પશ્ચિમ બંગાળમાં 3 સપ્ટેમ્બર, ઓડિશામાં 3 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદ થશે.

IMD Predicted Heavy rain fall in eastern and southern India, Kerala telangana etc can be affected

Aditya L1 Mission : ચંદ્રયાન-3 મિશનની સફળતાએ ભારતનું નામ વિશ્વમાં સુવર્ણ અક્ષરે લખી દીધું છે. આ તરફ ચંદ્રયાન-3ની સફળતા બાદ ઇસરો દ્વારા સુર્યનો અભ્યાસ કરવા માટે આદિત્ય L1 લૉન્ચ કરવામાં આવ્યું છે. ભારતીય અવકાશ એજન્સી ISRO આજે સવારે 11.50 વાગ્યે આદિત્ય L1 સેટેલાઇટ લોન્ચ કર્યું છે.આંધ્રપ્રદેશના શ્રીહરિકોટાથી આ Aditya L1 Mission લોન્ચ થતાં જ વૈજ્ઞાનિકો ખુશીથી ઝૂમી ઉઠયા હતા.થોડા દિવસો પહેલા જ ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ સુધી પહોંચનાર પ્રથમ દેશ બન્યો હતો. આ પછી જ ઈસરોએ સૂર્ય મિશનની જાહેરાત કરી હતી. આદિત્ય જેનો અર્થ થાય છે "સૂર્ય," પૃથ્વીથી લગભગ 1.5 મિલિયન કિલોમીટર (930,000 માઇલ) દૂર અવકાશના પ્રદેશ લેંગ્રેસ પોઇન્ટ -1 પર મૂકવામાં આવશે. અહીંથી ભારત સૂર્ય પર સતત નજર રાખી શકશે. સૂર્ય ઓબ્ઝર્વેટરી મિશન શનિવારે સવારે 11.50 વાગ્યે શ્રીહરિકોટા સ્પેસથી લોન્ચ કરવામાં આવ્યું છે. 

બરોડા ડેરીના પૂર્વ ચેરમેન દિનુ મામા ફરી ભાજપમાં ઘરવાપસી કરશે. આજે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાશે. અત્રે જણાવી દઈએ કે, ગત ચૂંટણીમાં પાદરા બેઠક પરથી બળવો કરી તેઓ અપક્ષ લડ્યા હતા. આજે સી.આર.પાટીલ પાદરાની મુલાકાતે છે. ત્યારે તેઓ ભાજપનો ખેસ ધારણ કરાવી દિનુ મામાને ઘરવાપસી કરાવશે. અત્રે ઉલ્લખનીય છે કે, કેતન ઇનામદાર દ્વારા આંદોલન થતા ચેરમેન પદેથી તેમણે રાજીનામુ આપ્યું હતું. જૂન મહિનામાં ફરી બરોડા ડેરીની ચૂંટણી યોજાવાની છે ત્યારે તેઓ ફરી ભાજપમાં જોડાવાના છે જેને લઈ અટકળો શરૂ થઈ છે. તમને જણાવી દઈએ કે, ડેરી ડિરેકટર સતીશ નિશાળીયાને ભાજપ જિલ્લા પ્રમુખ બનાવ્યા છે. સસ્પેન્ડેડ દિનુ મામા કાર્યકર-અગ્રણીઓ સાથે ભાજપમાં જોડાશે. દિનુ મામા ભાજપમા જોડાયા બાદ બરોડા ડેરીમાં ફરી એકવાર નવાજૂનીના એંધાણ સર્જાઈ શકે છે. 

Former Chairman of Baroda Dairy Dinu Mama will join BJP tomorrow

સુરતમાં તબીબી સંવાદ કાર્યક્રમમાં કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાની મહત્વની જાહેરાત કરી છે. જેમાં કોરોના પહેલા યુક્રેન સહિત અન્ય દેશમાં મેડિકલ અભ્યાસ અર્થે ગયેલા વિદ્યાર્થીઓને દેશમાં ઇન્ટર્નશિપની તક આપવામાં આવશે. આવા તમામ વિદ્યાર્થીઓને FMG પરીક્ષામાં બેસવા દેવામાં આવશે. NMCના પરિપત્ર સંદર્ભે વિદેશ અભ્યાસ અર્થે જનાર વિદ્યાર્થીઓના લાયકાત અંગે ક્લેરિફિકેશન કરવામાં આવ્યું હતું. જેથી વિદ્યાર્થીઓ પરીક્ષા પાસ કરી દેશમાં ડોક્ટર તરીકેની પ્રેક્ટિસ કરી શકશે તેવું કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું.મનસુખ માંડવિયાએ જણાવ્યું કે, તાજેતરમાં ગુજરાતમાં જી20ની હેલ્થ મંત્રીઓની બેઠક યોજાઈ છે, આ બેઠકમાં વિશ્વના 29 દેશના મંત્રીઓ ઉપસ્થિત રહ્યાં હતા. આ સમિટમાં ભારતના હેલ્થ સેક્ટરની ત્રણ બાબતો મહત્વની રહી છે. જેમાં હેલ્થની લઈ વિવિધ ચર્ચાઓ કરવામાં આવી હતી જેનો વિવિધ દેશોઓ સ્વીકાર કર્યો હતો. 

Union Health Minister Mansukh Mandaviya made an important announcement about the internship in Surat

Salangpur Temple Controversy : સુપ્રસિદ્ધ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં શરૂ થયેલો વિવાદ દિવસેને દિવસે વધી રહ્યો છે. સાળંગપુર મંદિર પરિસરમાં ભગવાન નીલકંઠવર્ણી (સહજાનંદ સ્વામીનું કિશોરાવસ્થાનું નામ) સમક્ષ હનુમાનજીને નમસ્કાર મુદ્રામાં દર્શાવવામાં આવતા સમગ્ર વિવાદ વકર્યો છે. ત્યારે સાળંગપુર હનુમાનજી મંદિર વિવાદ મામલે VHPએ સ્પષ્ટતા કરી છે. VHPના ગુજરાત પ્રદેશ મંત્રી અશોક રાવલે જણાવ્યું કે, વિશ્વ હિન્દુ પરિષદ ક્યારેય કોઈ આંદોલન કરવાનું નથી. કોઈ સંપ્રદાયનો અમે વિરોધ કરતા નથી. અમારો હેતુ તમામ સંપ્રદાયને એક કરવાનો છે. આનો ઉકેલ વિવાદથી નહીં સંવાદથી લાવવા સંતોને અપીલ કરીએ છીએ.VHPના ગુજરાત પ્રદેશ મંત્રી અશોક રાવલે સ્પષ્ટતા કરતા કહ્યું કે, વર્તમાનમાં ચાલી રહેલા વિવાદો વચ્ચે એવા સમાચાર વહેતા થયા છે કે, VHP આંદોલન કરશે. પરંતુ આ આંદોલનનો વિષય જ નથી અને વિશ્વ હિન્દુ પરિષદે આવી કોઈ વાત કરી પણ નથી. 

VHP's Gujarat state minister Ashok Rawal clarified that the Vishwa Hindu Parishad will never do any agitation

Salangpur Temple Controversy: સાળંગપુર હનુમાનજીના ભીંતચિત્રના વિવાદ મુદ્દે સાધુ સંતોથી લઈ નેતાઓના વિવિધ નિવેદનો સામે આવી રહ્યાં છે. સાંસદ રામભાઈ મોકરિયાએ કહ્યું કે, હું મારુતિ નંદનનો ભક્ત છું, મારુતિ નંદન આપણા ભગવાન છે, તેમનું સન્માન જળવાવું જોઈએ. આ ચિત્રો વ્યાજબી નથી, તેને હટાવી નાખવા જોઈએ. સનાતમ ધર્મમાં અંદરોઅંદર વિવાદ થાય  અને અન્ય લોકો રાજી થાય એવું ન થવું જોઈએ. તેમણે કહ્યું કે, હું પૂજારી છું, તો પૂજારી થઈને હું ભગવાનનું રૂપધારણ કરી લઉં એ વ્યાજબી નથી, મારે પૂજારી જ રહેવું જોઈએ. હું સ્વામિનારાયણ સંપ્રદાયને વિનંતી કરું છું કે તેઓએ આવા વિવાદથી દૂર રહેવું જોઈએ.

Salangpur Temple Controversy: સાળંગપુર મંદિરના ભીંતચિત્રોને લઈને વિવાદ વધુને વધુ ઉગ્ર બની રહ્યો છે. સાળંગપુર મંદિરમાં ભીંતચિત્રનો વિવાદ વકર્યો છે. ભીંતચિત્રોને લઇ સાંધુ-સંતોમાં રોષ જોવા મળી રહ્યો છે. જેને લઈ આગામી સમયમાં સંતો એકઠા થઇ વિરોધ નોંધાવશે. 5 સપ્ટેમ્બરના રોજ અખીલ ભારતીય સતં સંઘ લીંબડી ખાતે એકઠા થશે. જેમાં આખા ગુજરાતમાંથી સંતો આવશે. સાળંગપુર મંદિરમાં વિવાદિત ભીંતચિત્રો મામલે સાધુ સંતોની બેઠક મળશે. અમદાવાદમાં સરખેજના ભારતી આશ્રમ ખાતે વિવાદ લઈ સાધુ-સંતો, મહામંડલેશ્વરોની બેઠક મળશે. સૌરાષ્ટ્ર સહિત ઉત્તર અને મધ્ય ગુજરાતના સંતો-મહંતોની બેઠક મળશે. સનાતન ધર્મના અપમાન મુદ્દે આગામી રણનીતિ તૈયાર કરાશે.

Salangpur mural controversy, saints will gather first in Ahmedabad and then in Limbadi

ગુજરાતની મહાનગરપાલિકાઓમાં મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની ટર્મ પૂર્ણ થઈ રહી છે. જેના કારણે પ્રદેશના નિરીક્ષકો દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. અમદાવાદ, વડોદરા અને રાજકોટ ખાતે નિરીક્ષકો દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેમાં નવા મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેન માટે એક પછી એક કોર્પોરેટરને બોલાવીને તેમના અભિપ્રાય લેવામાં આવી રહ્યા છે. 11મી સપ્ટેમ્બરે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મળનારી સામાન્ય સભામાં મેયરના નામ જાહેર થશે.અમદાવાદની વાત કરીએ તો અમદાવાદના મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચરમેન સહિતના પદાધિકારીઓની અઢી વર્ષની ટર્મ પૂરી થવા જઈ રહી છે, ત્યારે 11મી સપ્ટેમ્બરે અમદાવાદને નવા મેયર મળશે. 11 સપ્ટેમ્બરે સવારે કોર્પોરેશન ખાતે મળનારી સામાન્ય સભામાં નવા મહિલા મેયરના નામની જાહેરાત કરવામાં આવશે. જે બાદ સ્ટેન્ડિંગ ચેરમેન સહિતના પદાધિકારીઓના નામ જાહેર કરાશે. 

Ahmedabad, Vadodara and Rajkot will get new mayors in 10 days

Ahmedabad News: ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ઉત્તર રેલવેના વારાણસી ખાતે રિમોડેલીંગની કામગીરી ચાલી રહી છે. જેના કારણે અમદાવાદ ડિવિઝનની 10 ટ્રેનો રદ કરવામાં આવી છે. જ્યારે 4 ટ્રેનના રૂટમાં ફેરફાર કરાયા છે. આ ઉપરાંત 2 ટ્રેનો શોર્ટ ટર્મિનેટ અને શોર્ટ ઓરિજિનેટ કરવામાં આવી છે.વારાણસી ખાતે રિમોડેલિંગ અંતર્ગત નોન-ઈન્ટરલોકિંગની કામગીરી ચાલી રહી છે. જેના કારણે અમદાવાદ ડિવિઝિનની કેટલીક ટ્રેનો રદ કરાઈ છે, જ્યારે કેટલીક ટ્રેનના રૂટમાં ફેરફાર કરવામાં આવ્યા છે. નોન-ઇન્ટરલોકિંગની કામગીરી 15 ઓક્ટોમ્બરના રોજ પૂર્ણ થશે. 11 સપ્ટેમ્બરથી 15 ઓક્ટોમ્બર 16 ટ્રેનના શેડ્યુલને અસર થશે. 

10 trains of Ahmedabad have been cancelled, the route of four has been changed, see this list first

Aditya L1 Mission : ચંદ્રયાન-3 મિશનની સફળતાએ ભારતનું નામ વિશ્વમાં સુવર્ણ અક્ષરે લખી દીધું છે. આ તરફ ચંદ્રયાન-3 ની સફળતા બાદ આજે ઇસરો દ્વારા સુર્યનો અભ્યાસ કરવા માટે આદિત્ય L1 લૉન્ચ કરવામાં આવ્યું છે. ભારતીય અવકાશ એજન્સી ISRO આજે સવારે 11.50 વાગ્યે આદિત્ય L1 સેટેલાઇટ લોન્ચ કર્યું છે.આંધ્રપ્રદેશના શ્રીહરિકોટાથી આ Aditya L1 Mission લોન્ચ થતાં જ વૈજ્ઞાનિકો ખુશીથી ઝૂમી ઉઠયા હતા.થોડા દિવસો પહેલા જ ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ સુધી પહોંચનાર પ્રથમ દેશ બન્યો હતો. આ પછી જ ઈસરોએ સૂર્ય મિશનની જાહેરાત કરી હતી. આદિત્ય જેનો અર્થ થાય છે "સૂર્ય," પૃથ્વીથી લગભગ 1.5 મિલિયન કિલોમીટર (930,000 માઇલ) દૂર અવકાશના પ્રદેશ લેંગ્રેસ પોઇન્ટ -1 પર મૂકવામાં આવશે. અહીંથી ભારત સૂર્ય પર સતત નજર રાખી શકશે. સૂર્ય ઓબ્ઝર્વેટરી મિશન શનિવારે સવારે 11.50 વાગ્યે શ્રીહરિકોટા સ્પેસથી લોન્ચ કરવામાં આવ્યું છે. 

સરકાર દેશમાં એક જ સમયે લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ કરાવવા માટે એક દેશ, એક ચૂંટણી બીલ લાવવા માગે છે. આ માટે કેન્દ્ર સરકારે ગઈ કાલે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં એક કમિટી બનાવી હતી જેના સભ્યોના આજે નામ જાહેર કરાયા છે. રામનાથ કોવિંદની અધ્યક્ષતાવાળી કમિટીમાં અમિત શાહથી લઇને ગુલામ નબી આઝાદ, અધીર રંજન ચૌધરી સહિત અન્ય ઘણા જાણીતા લોકોનો સમાવેશ થાય છે.એક દેશ, એક ચૂંટણી કમિટીમાં પ્રેસિડન્ટ તરીકે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ગૃહમંત્રી અમિત શાહ, કોંગ્રેસ નેતા અધીર રંજન ચોધરી, ગુલામ નબી આઝાદ, વકીલ હરીશ સાલ્વે, લોકસભાના પૂર્વ સેક્રેટરી જનરલ ડ઼ોક્ટર સુભાષ કશ્યપ, સંજય કોઠારી અને એનકે સિંહ સામેલ છે. 

one country one election committee announced these people including amit shah adhir ranjan

 એશિયા કપ 2023 ની ભારત અને પાકિસ્તાન વચ્ચે શ્રેણીની પ્રથમ મેચ રમાઈ હતી.  શ્રીલંકાના પલ્લેકેલે સ્ટેડિયમમાં મેચનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેચમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારત દ્વારા ટોસ જીતી પ્રથમ બેટીંગ કરતા ભારતે પાકિસ્તાનને 267 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ભારતની બેટીંગ પૂર્ણ થયા બાદ બેટીંગ માટે પાકિસ્તાનની ટીમ તૈયારી હતી પરંતું પાકિસ્તાનની ટીમ બેટીંગ કરવા મેદાનમાં ઉતરે તે પહેલા જ સતત વરસતા વરસાદના કારણે મેચ રદ્દ કરવામાં આવી હતી. આ પછી બંને ટીમોને 1-1 પોઇન્ટ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ