બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / After abducting Ahmedabadi youth in America Colombian terrorists killed him

ક્યાં સુધી? / અમદાવાદી યુવકની USમાં હત્યા: કોલંબિયન ત્રાસવાદીઓએ કર્યું હતું અપહરણ, 1 લાખ US ડૉલરની કરી હતી માંગ

Malay

Last Updated: 12:47 PM, 24 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિદેશમાં વધુ એક ગુજરાતીને મોતને ઘાટ ઉતાર્યાની ઘટના બની છે. અમેરિકામાં અમદાવાદી યુવકનું અપહરણ કર્યા બાદ કોલંબિયન ત્રાસવાદીઓએ હત્યા કરી નાખતા પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

 

  • અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યા
  • હિરેન ગજેરાની હત્યા કરાઈ
  • ત્રાસવાદીઓએ કર્યું હતું અપહરણ

અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યાના સમાચાર સામે આવી રહ્યા છે. અમેરિકામાં અમદાવાદના હિરેન ગજેરાનું અપહરણ બાદ હત્યા કરી દેવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. હિરેન ગજેરાની નિર્દયતાથી હત્યા બાદ ગજેરા પરિવાર પર આભ તૂટી પડ્યું છે. મહત્વનું છે કે, હિરેન ગજેરાના અપહરણ કર્યા બાદ ત્રાસવાદીઓએ 1 લાખ US ડૉલર અથવા 70 કિલો ડ્રગ્સની માંગણી કરી હતી.

મૃતક હિરેન ગજેરા

ગયા વર્ષે ગયા હતા અમેરિકા
મળતી માહિતી અનુસાર, અમદાવાદના મેમનગર વિસ્તારમાં રહેતા ડો. એમ. કે. ગજેરાના પુત્ર હિરેન ગજેરા (ઉં.વ 41) 2006માં અમેરિકા ગયા હતા. અમેરિકાના એમ્પાલમ શહેરમાં તેઓએ સાગના લાકડાનો બિઝનેસ શરૂ કર્યો હતો. તેઓ સાગના લાકડાને એક્સપોર્ટ કરતા હતા. તેઓ વર્ષ 2014 સુધી અમેરિકા રહ્યા બાદ અમદાવાદ પરત આવ્યા હતા. જે બાદ તેઓ ગયા વર્ષે માર્ચ મહિનામાં ફરી અમેરિકા ગયા હતા. તેઓએ ક્યુએન્કા શહેરમાં નવું ઘર પણ બનાવ્યું હતું. 

કોલંબિયન ત્રાસવાદીઓએ કર્યું હતું અપહરણ
ત્રણ જૂને હિરેન ગજેરા મિત્રના પિતાની બર્થ ડે પાર્ટીમાં ગયા હતા. જ્યાંથી પરત ફરતી વખતે દક્ષિણ અમેરિકાના એમ્પાલમે શહેરમાંથી હિરેન ગજેરાનું કોલંબિયન ત્રાસવાદીઓ અપહરણ કર્યું હતું. અપહરણ કર્યા બાદ ત્રાસવાદીઓએ 1 લાખ US ડૉલર અથવા 70 કિલો ડ્રગ્સની માંગ કરી હતી. થોડી રકઝક કર્યા બાદ ત્રાસવાદીઓ હિરેન ગજેરાને 20 હજાર US ડૉલરમાં છોડવા તૈયાર થયા હતા. 

હિરેન ગજેરા પુત્રી અને પત્ની સાથે

શરત માન્યા છતાં કરી નાખી હત્યા
ત્રાસવાદીઓએ રકમ હિરેન ગજેરાની પત્ની એકલી લઈને આવશે તેવી શરત મૂકી હતી. જે શરત તેમના પરિવારજનોએ માની લીધી હતી. છતાં ત્રાસવાદીઓએ હિરેન ગેજરાની હત્યા કરી નાખી અને તેમના મૃતદેહને નદીમાં ફેંકી દીધો હતો. આ ઘટના બાદ પરિવાર પર આભ ફાટી પડ્યું છે. હિરેન ગજેરાની હત્યા બાદ પરિવારમાં શોકનો મોજુ ફરી વળ્યું છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ