બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / સ્પોર્ટસ / Cricket / AFG Vs ENG VIDEO: Whole stadium buzzes for Rashid Khan and Naveen, Afghans get emotional for Indian support

AFG Vs ENG / VIDEO: રાશિદ ખાન અને નવીન માટે આખું સ્ટેડિયમ ગુંજી ઉઠ્યું, ભારતીયોનો સપોર્ટ અને પ્રેમ જોઈએ ભાવુક થયા અફઘાનીઓ

Megha

Last Updated: 11:26 AM, 16 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલ્હીમાં રમાયેલ મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડને અફઘાનિસ્તાનના હાથે હારનો સામનો કરવો પડ્યો, ભારતીય પ્રશંસકો અરુણ જેટલી સ્ટેડિયમમાં અફઘાનિસ્તાનની જીતની ઉજવણી કરતા જોવા મળ્યા.

  • દિલ્હીમાં રમાયેલ મેચમાં અફઘાનિસ્તાને ઈંગ્લેન્ડને હરાવી 
  • ભારતના લોકોએ અફઘાનિસ્તાનની જીતની ઉજવણી કરી 
  • રાશિદ ખાન અને નવીન માટે આખું સ્ટેડિયમ ગુંજી ઉઠ્યું

વર્લ્ડ કપ 2023ની 13મી મેચ 15 ઓક્ટોબરે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં ઈંગ્લેન્ડ અને અફઘાનિસ્તાન વચ્ચે રમાઈ હતી. જેમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડને અફઘાનિસ્તાન (ENG vs AFG)ના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો. દિલ્હીમાં રમાયેલી મેચમાં અફઘાનિસ્તાને ઈંગ્લેન્ડને 69 રનથી હરાવ્યું હતું. આ મેચમાં અફઘાનિસ્તાને શાનદાર રમત રમી હતી. આ ઉપરાંત દિલ્હીના સ્ટેડિયમમાં પણ ટીમને જબરદસ્ત સમર્થન મળ્યું હતું. ખાસ કરીને ટીમનો ઝડપી બોલર નવીન ઉલ હકને, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

ભારતના લોકોએ અફઘાનિસ્તાનની જીતની ઉજવણી કરી 
મહત્વનું છે કે વર્લ્ડ કપ 2023માં ઈંગ્લેન્ડની આ બીજી હાર છે તો તેની સામે અફઘાનિસ્તાને પહેલીવાર ટેસ્ટ રમી રહેલી ટીમને હરાવી છે. હાલમાં અફઘાનિસ્તાનના ત્રણ મેચમાંથી એક જીત સાથે 2 પોઈન્ટ પર છે. આ મેચમાં ઈંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા અફઘાનિસ્તાને 10 વિકેટ ગુમાવીને 284 રન બનાવ્યા હતા. જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ 215 રનમાં સમેટાઈ ગઈ હતી. આ દરમિયાન ભારતીય પ્રશંસકો અરુણ જેટલી સ્ટેડિયમમાં અફઘાનિસ્તાનની જીતની ઉજવણી કરતા જોવા મળ્યા હતા. જેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

દિલ્હીની ભીડે નવીન ઉલ હકને ખૂબ સમર્થન આપ્યું
વાસ્તવમાં આ મેચમાં અફઘાનિસ્તાનની ટીમે શરૂઆતથી જ ઈંગ્લેન્ડ પર પ્રભુત્વ જમાવ્યું હતું. ટીમના ઓપનરોએ બેટિંગમાં અજાયબીઓ કરી હતી, તો ટીમના બોલરોએ મેચને એકતરફી બનાવી દીધી હતી. અને તેના કારણે દર્શકોએ અફઘાનિસ્તાન ટીમને ખૂબ જ ઉત્સાહિત કર્યો. મેચ દરમિયાન નવીન ઉલ હકે એક શાનદાર બોલ સાથે જોસ બટલરને પેવેલિયન મોકલ્યો હતો. આવી સ્થિતિમાં મેચ જોવા આવેલ ભીડે નવીન ઉલ હકને ખૂબ સમર્થન આપ્યું. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે અને ફેન્સ તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

રાશિદ ખાન અને નવીન માટે આખું સ્ટેડિયમ ગુંજી ઉઠ્યું
હવે એ વાત તો નોંધનીય છે કેભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની મેચમાં લોકો નવીન ઉલ હકને પરેશાન કરી રહ્યા હતા અને એ સમયે વિરાટ કોહલીએ સ્ટેડિયમમાં હાજર પ્રશંસકોને નવીનને નિરાશ ન કરવાની વિનંતી કરી હતી. એ બાદ હવે બીજી મેચમાં અફઘાનિસ્તાનને લોકોનું ઘણું સમર્થન મળ્યું છે. આ સાથે જ અફઘાનિસ્તાનના સ્પિન બોલર રાશિદ ખાનને પણ ભારતીયનું ઘણું સમર્થન મળ્યું હતું. ઈંગ્લેન્ડની આઠમી વિકેટ પડ્યા બાદ ચાહકો અંતિમ બેની રાહ જોઈ રહ્યા હતા. ડીજે એ પૂછ્યું "જીતેગા ભાઈ જીતેગા?" - ત્યારે સ્ટેડિયમમાં હાજર લોકોએ કહ્યું કે "અફઘાનિસ્તાન જીતેગા". 

અફઘાનિસ્તાને પ્રથમ બેટિંગ કરતાં 284 રન બનાવ્યા. આ સ્કોરમાં ઓપનર રહેમાનુલ્લા ગુરબાઝે 80 રનની ઇનિંગ રમી હતી. જવાબમાં ઈંગ્લેન્ડ માત્ર 215 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. અફઘાનિસ્તાન માટે મુજીબ-ઉર-રહેમાન અને રાશિદ ખાને તેમની ટીમની જીતમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. બંનેએ ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ