બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / મનોરંજન / બોલિવૂડ / Advance booking of 'Gadar 2' scrambles even before film release, director himself says 'God's grace'

મનોરંજન / ફિલ્મ રિલીઝ પહેલાં જ 'Gadar 2'ના એડવાન્સ બુકિંગ માટે પડાપડી, ખુદ ડાયરેક્ટરે કહ્યું 'ભગવાનની કૃપા'

Megha

Last Updated: 03:11 PM, 3 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સની દેઓલ અને અમીષા પટેલ સ્ટારર ફિલ્મ 'ગદર 2' માટે એડવાન્સ બુકિંગ શરૂ થઈ ગયું છે. છેલ્લા 3 દિવસનો આંકડો બહાર આવ્યો છે અને હજુ  ફિલ્મ રિલીઝ થવામાં 7 દિવસ બાકી છે.

  • ગદર 2 ફિલ્મ 11 ઓગસ્ટે રિલીઝ થવાની છે
  • ફિલ્મનું એડવાન્સ બુકિંગ જબરદસ્ત થઈ રહ્યું છે
  • અક્ષયની OMG-2 સાથે ટક્કર થવા જઈ રહી છે

Advance booking of 'Gadar 2': ફિલ્મ 'ગદર'નો બીજો ભાગ રિલીઝ માટે તૈયાર છે. ગદર 2 ફિલ્મ 11 ઓગસ્ટે રિલીઝ થવાની છે અને તેને 10 કટ સાથે UA પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે. ફિલ્મ રિલીઝ થવામાં 7 દિવસ બાકી છે અને મેકર્સ ફિલ્મનું જોરશોરથી પ્રમોશન કરી રહ્યા છે. હાલમાં જ સની દેઓલ દેશના જવાનો સાથે ગદરના ગીતો પર ડાન્સ કરતો જોવા મળ્યો હતો. હવે ફિલ્મનું એડવાન્સ બુકિંગ પણ શરૂ થઈ ગયું છે અને ટિકિટો પણ ખૂબ બુક થઈ રહી છે.

અનિલ શર્મા એડવાન્સ બુકિંગ જોઈને ખૂબ જ ખુશ 
લાંબા સમય બાદ બોલિવૂડ એક્ટર સની દેઓલ તેની ફિલ્મ ગદર 2 સાથે મોટા પડદા પર કમબેક કરી રહ્યો છે. વર્ષ 2001માં અનિલ શર્મા દ્વારા નિર્દેશિત ફિલ્મ 'ગદર'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી હતી. હવે 22 વર્ષ પછી ડિરેક્ટર અનિલ શર્મા ગદર 2 લઈને આવી રહ્યા છે. આ ફિલ્મમાં ફરી એકવાર સની દેઓલ અને અમીષા પટેલની જોડી જોવા મળવાની છે.  ફિલ્મના દિગ્દર્શક અનિલ શર્મા ગદર 2 માટે એડવાન્સ બુકિંગ જોઈને ખૂબ જ ઉત્સાહિત છે અને તેમણે ટ્વિટર પર આ વાત વ્યક્ત પણ કરી છે. અનિલ શર્માએ ટ્વીટ કરીને લખ્યું કે 'હમણાં જ બુક માય શો જોયો. ભગવાન ગદર 2 ને આશીર્વાદ આપે, બુકિંગ જબરદસ્ત થઈ રહ્યું છે'.

એડવાન્સ બુકિંગ જબરદસ્ત થઈ રહ્યું છે
રવિવારથી જ સની દેઓલ અને અમીષા પટેલ સ્ટારર ફિલ્મ 'ગદર 2' માટે એડવાન્સ બુકિંગ શરૂ થઈ ગયું છે. જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો અત્યાર સુધીમાં ફિલ્મની 1985 ટિકિટ મૂવીમેક્સ સિનેમામાં, મિરાજ સિનેમામાં 2500 ટિકિટ તો સિનેપોલિસમાં 3900 એડવાન્સ ટિકિટ બુક થઈ છે. અંહિયા મહત્વની વાત એ છે કે આ છેલ્લા 3 દિવસનો આંકડો છે અને હવે ફિલ્મ રિલીઝ થવામાં 7 દિવસ બાકી છે. ખાસ વાત એ છે કે પીવીઆર અને આઈનોક્સમાં હજુ સુધી ફિલ્મનું એડવાન્સ બુકિંગ ખુલ્યું નથી. જ્યારે પીવીઆર અને આઈનોક્સમાં એડવાન્સ બુકિંગ ખુલશે ત્યારે આંકડો વધુ વધી શકે છે.

અક્ષયની OMG-2 ટક્કર થવા જઈ રહી છે
જણાવી દઈએ કે એડવાન્સ બુકિંગના કિસ્સામાં તાજેતરમાં રિલીઝ થયેલી 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની'ની 12,000 ટિકિટો વેચાઈ હતી. જ્યારે 'સત્યપ્રેમ કી કથા'ની 9,800 ટિકિટો વેચાઈ હતી. નોંધપાત્ર રીતે ફિલ્મના નિર્માતા અને નિર્દેશકો પણ ગદર-2ની જબરદસ્ત એડવાન્સ બુકિંગથી ખુશ છે. જો કે 11 ઓગસ્ટે અક્ષય કુમાર શિવના દૂત તરીકે દસ્તક આપી રહ્યો છે. આ જ દિવસે ફિલ્મ OMG-2 પણ રિલીઝ થવા જઈ રહી છે. બંને ફિલ્મોને લઈને સોશિયલ મીડિયા પર અત્યારથી જ ટકરાવ શરૂ થઈ ગયો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ