બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / ભારત / Addressing an election rally in Arunachal Pradesh Defense Minister Rajnath Singh took aim at China

Lok Sabha Election2024 / અરૂણાચલ મુદ્દે રાજનાથ સિંહ ભડક્યાં, કહ્યું 'પછી જો અમે પણ ચીનના વિસ્તારોના નામ...'

Pravin Joshi

Last Updated: 09:26 PM, 9 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રક્ષા મંત્રી રાજનાથ સિંહે અરુણાચલ પ્રદેશમાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરતા ચીન પર નિશાન સાધતા કહ્યું કે ડ્રેગનની કેટલીક હરકતો એવી છે કે તે બંને દેશોના સંબંધોને બગાડી શકે છે.

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે મંગળવારે અરુણાચલ પ્રદેશમાં ચીન પર નિશાન સાધતા કેટલીક એવી વાતો કહી જે ચોક્કસથી ડ્રેગનને ડંખ મારશે. રાજનાથે અરુણાચલ પ્રદેશમાં ઘણા સ્થળોના નામ બદલવા બદલ ચીનની ટીકા કરી હતી અને આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું કે જો ભારત આમ કરશે તો શું પાડોશી દેશના તે વિસ્તારો 'આપણા ક્ષેત્રનો ભાગ' બની જશે. અરુણાચલ પ્રદેશ પૂર્વ મતવિસ્તારમાં નમસાઈ ખાતે ચૂંટણી રેલીને સંબોધતા સિંહે કહ્યું કે ઉત્તરપૂર્વીય રાજ્યમાં 30 સ્થળોના નામ બદલવાના ચીનના પગલાથી જમીની વાસ્તવિકતા બદલાશે નહીં. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે અરુણાચલ પ્રદેશ ભારતનો અભિન્ન અંગ છે.

 

આવી કાર્યવાહીથી ભારત અને ચીનના સંબંધો બગડશે

રાજનાથ સિંહે કહ્યું, 'હું ચીનને પૂછવા માંગુ છું કે જો આપણે પાડોશી દેશના વિવિધ રાજ્યોના નામ બદલીએ તો શું તે આપણા પ્રદેશનો ભાગ બની જશે? આવી કાર્યવાહીથી ભારત અને ચીનના સંબંધો બગડશે. અમે અમારા તમામ પડોશીઓ સાથે સારા સંબંધો જાળવી રાખવા માંગીએ છીએ. પરંતુ જો કોઈ આપણા સ્વાભિમાનને ઠેસ પહોંચાડવાનો પ્રયાસ કરશે તો ભારત યોગ્ય જવાબ આપવાની ક્ષમતા ધરાવે છે.’ ભારતે તાજેતરમાં અરુણાચલમાં ચીનના કેટલાક સ્થળોના નામ બદલવાને 'મૂર્ખતાપૂર્ણ' ગણાવીને નકારી કાઢી હતી અને કહ્યું હતું કે 'શોધાયેલ' નામ આપવાથી બદલાશે નહીં. હકીકત એ છે કે રાજ્ય ભારતનો અભિન્ન અંગ છે અને હંમેશા રહેશે.

આતંકીઓને બહારના દેશોમાંથી ફન્ડિંગ મળે છે, ગાંધીનગર આવેલા સંરક્ષણ મંત્રીએ  જાણો શું બીજું શું કહ્યું | Rajnath Singh said in Gandhinagar that  terrorists get funding from ...

વધુ વાંચો : 'તમામ સંપત્તિ પર ઉમેદવારે ખુલાસાની જરૂર નથી', સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, જુઓ શું કહ્યું

રાજનાથ સિંહે સ્ટાલિનની સનાતન વિરોધી ટિપ્પણી પર આકરા પ્રહાર કર્યા હતા

અગાઉ, સોમવારે એક રેલીમાં, સંરક્ષણ પ્રધાને DMK નેતા ઉધયનિધિ સ્ટાલિનની કથિત સનાતન ધર્મ વિરોધી ટિપ્પણી અને રાહુલ ગાંધીની 'શક્તિ' ટિપ્પણી પર વિપક્ષી ગઠબંધનને લઈને તમિલનાડુના શાસક પક્ષ પર નિશાન સાધ્યું હતું. રાજનાથા સિંહે આરોપ લગાવ્યો કે વિપક્ષી ગઠબંધન ભારતીય જનતા પાર્ટીની ટીકા કરવા માટે હિંદુ ધર્મ અને મહિલાઓને નિશાન બનાવી રહ્યું છે. સિંહે કાચાથીવુ ટાપુ શ્રીલંકાને સોંપવા પર કોંગ્રેસ પર પણ નિશાન સાધ્યું હતું અને કહ્યું હતું કે દેશ વિરોધી પક્ષની ભૂતકાળની ઘણી ભૂલોની ભારે કિંમત ચૂકવી રહ્યો છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ